Vapi Girl Kidnapping: વાપીના ગીતા નગર વિસ્તારમાંથી ચાર વર્ષીય માસુમ બાળકીનું અપરણ ની ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકીના અપહરણની પોલીસમાં ફરિયાદ દાખલ થતા જ વલસાડ જિલ્લાની પોલીસના 100થી વધુ પોલીસ કર્મીઓનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહ્યત બાળકીને અપહરણકર્તાના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.
ભરતસિંહ વાઢેર, વાપી: વાપીના ગીતા નગર વિસ્તારમાંથી ચાર વર્ષીય માસુમ બાળકીનું અપરણ ની ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકીના અપહરણની પોલીસમાં ફરિયાદ દાખલ થતા જ વલસાડ જિલ્લાની પોલીસના 100થી વધુ પોલીસ કર્મીઓનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહ્યત બાળકીને અપહરણકર્તાના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. જોકે આરોપી નશાની હાલતમાં બાળકીને લઇ એક નવ નિર્મિત બિલ્ડીંગના ચોથા માળે પાણીની ટાંકીમાં લઈને છુપાઈ ગયો હતો. જો કે તેમ છતાં 100 થી વધુ પોલીસ કર્મીઓના કાફલા એ તળિયા ઝાટક તપાસ કરી આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી અને માસુમ બાળકીને મુક્ત કરાવવામાં સફળતા મળી હતી.
ગણતરીના કલાકમાં જ બાળકીને બચાવી લેવાઈ
ઉલ્લેખનીય છે કે, અત્યારે પોલીસે માસુમ બાળકીની મેડિકલ તપાસ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આથી આગામી સમયમાં મેડિકલ રિપોર્ટ બાદ બાળકી સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે કે કેમ? તેની જાણ થશે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપી નશાની હાલતમાં હોવાથી પોલીસ પણ આરોપીનો નસો ઉતરે તેની રાહ જોઈ બેઠી છે. બનાવની વિગત મુજબ વાપીના ગીતાનગર વિસ્તારમાંથી એક પરિવારની ચાર વર્ષની બાળકી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આથી પરિવારજનો એ ઘર અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી.
તપાસ કરવા છતાં બાળકી નહીં મળી આવતા આખરે પરિવારજનોએ નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ કરતા બાળકીને ઘરથી બહાર નીકળતી દેખાઈ હતી અને બાળકીની સાથે પડોશમાં રહેતો શેમ્પુ અછેલાલ શાહ નામનો એક વ્યક્તિ પણ જતો દેખાયો હતો. આથી બાળકીનું અપહરણ થયાની પરિવારજેનો વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ફરિયાદ કરી હતી. આ બનાવને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની તપાસમાં જોડાયા હતા. વલસાડ જિલ્લા પોલીસના 100થી વધુ પોલીસકર્મીઓનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસના ઉચ અધિકારીઓની આગેવાનીમાં વાપીના દરેક વિસ્તારની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગના ચોથા માળની પાણીની ટાંકીમાંથી આરોપી અપહ્યત બાળકી સાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસે આરોપીને દબોચી તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો. અને અપહરણ કરતાંની ચુન્ગલમાંથી માસુમ બાળકીને ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવી લીધી હતી. આરોપી જ્યારે ઝડપાયો ત્યારે ચિક્કાર નશાની હાલતમાં હતો. આથી બાળકી સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે કે કેમ..?? તે જાણવા પોલીસે પીડિત બાળકી અને આરોપીના મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. શા માટે બાળકીનું અપહરણ કર્યું તે જાણવા પોલીસે આરોપીનો નશો ઉતરે તેની રાહ જોઈ રહી હતી. પરંતુ અત્યારે તો વલસાડ જિલ્લા પોલીસના મેગા સર્ચ ઓપરેશનમાં માત્ર ગણતરીના કલાકોમાં જ બાળકીને હેમખેમ મુક્ત કરાવવામાં પોલીસને સફળતા મળતા ચોમેરથી વાપી ટાઉન અને વલસાડ જિલ્લા પોલીસની સરાહના થઈ રહી છે.