Home /News /valsad /Breaking News: વલસાડના ડુંગરી અને જોરાવાસણા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટે આવતા 21 ગાયના મોત, ગૌપ્રેમીઓમાં રોષ
Breaking News: વલસાડના ડુંગરી અને જોરાવાસણા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટે આવતા 21 ગાયના મોત, ગૌપ્રેમીઓમાં રોષ
બ્રેકિંગ સમાચાર
વલસાડના ડુંગરી અને જોરાવાસણા રેલવે સ્ટેશન વચ્ચે ગાયોનું ધણ ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે ટ્રેનની અડફેટે આવતા 21 જેટલી ગાયોના મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ સહિત ગૌપ્રેમીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
વલસાડઃ વલસાડ ડિવિઝનના ડુંગરી રેલવે સ્ટેશન અને જોરાવાસણા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 21 ગાયોના મોત નીપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ટ્રેને ગાયોના ધણને અડફેટે લેતા 21 ગાયોના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ વંદે ભારત ટ્રેનનો સતત બે દિવસ સુધી રખડતા પશુ ટ્રેક પર આવી જવાને કારણે અકસ્માત સર્જાયો હતો.
ગયા વર્ષે પણ બની હતી ઘટના
આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસ સહિત ગૌપ્રેમીઓ પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, 21 ગાયોનાં મોત થતા ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. મહત્ત્વનું છે કે, ગયા વર્ષે ટ્રેનની અડફેટે પણ 10 જેટલી ગાયોના મોત થયા હતા.
નોંધનીય છે કે, બે દિવસ પહેલાં જ વંદે ભારત ટ્રેનનો સતત બે દિવસ સુધી અકસ્માત સર્જાયો હતો. તેમાં પહેલાં દિવસે જ મણિનગર-વટવા રેલવે સ્ટેશન વચ્ચે વંદે ભારત ટ્રેન ભેંસ સાથે અથડાઈ હતી. તેના બીજા દિવસે આણંદ અને બોરીયાવી વચ્ચે વંદે ભારત ટ્રેન ગાય સાથે અથડાઈ હતી.