Home /News /valsad /Valsad: આંતરાષ્ટ્રીય સ્તર પર આ 13 વર્ષનો કીક બોક્સિંગ ચેમ્પિયન કરશે ભારતનું પ્રતિનિધિત્વ;જુઓ વીડિયો

Valsad: આંતરાષ્ટ્રીય સ્તર પર આ 13 વર્ષનો કીક બોક્સિંગ ચેમ્પિયન કરશે ભારતનું પ્રતિનિધિત્વ;જુઓ વીડિયો

ઇટલી

ઇટલી – વેનિસ ખાતે ૩૦ સપ્ટેમ્બર થી ૯ ઓક્ટોબર સુધી યોજાનાર વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ

વર્લ્ડ કિક્બોક્ષિન્ગ ચમ્પિઓન્શિપમાં વલસાડ ખાતે ચાલતી એક્સટ્રિમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડીફેન્સ એકેડેમીનો ધ્રુવ પટેલ ભારત તરફથી કિક્બોક્ષિન્ગ રમતમાં ઇટલી ખાતે યોજાનારી WORLD KICKBOXING CHAMPIONSHIPમાં ભાગ લેશે.

    Akshay kadam, Valsad: વર્લ્ડ કિક્બોક્ષિન્ગ ચમ્પિઓન્શિપમાં વલસાડ ખાતે ચાલતી એક્સટ્રિમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડીફેન્સ એકેડેમીનો ધ્રુવ પટેલ ભારત તરફથી કિક્બોસિંગરમતમાં ઇટલી ખાતે યોજાનારી WORLD KICKBOXING CHAMPIONSHIPમાં ભાગ લેશે.

    રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ગુંદલાવખાતે રહેતા ધ્રુવ પટેલ છેલ્લા 6વર્ષની ઉંમરથી પ્રેકટીસ કરી રહ્યો છે અને ધ્રુવ પટેલ માત્ર 6 વર્ષમાં કીક બોક્સિંગ અને મિકશ માર્શલ આર્ટ ટ્રેનિંગ મેળવી હતી. ટ્રેઇનિંગ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ચેલેન્જિનગ ફાઈટ કરીને 30 જેટલા ગોલ્ડ મેડલ અને 6 જેટલા સિલ્વર મેડલ મેળવવામાં મહારથ હાંસલ કરી ચુક્યો છે. ધ્રુવ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભાસ કરે છે અને સ્પોર્ટ્સ માં આગળ વધવાની સાથે પોતાના સ્કૂલના અભ્યાસ માં પણ સંપૂર્ણ ધ્યાન આપતો હોવાથી સ્કુલ ના ટ્રસ્ટી,વલસાડ જિલ્લા કલેકટર,તેમજ વલસાડ જિલ્લાના અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા

    ધ્રુવ પટેલ  XTRREME MARTIAL ART AND SELF DEFENCE ACADEMY ખાતે છેલ્લા ૮ વર્ષ થી માર્શલ આર્ટની તાલીમ લઈરહ્યો છે. ધ્રુવના કોચ ચેતન પટેલ કે જેવો કરાટે, કિક્બોક્ષિન્ગ, જાપાનીસ મિક્ષ માર્શલ આર્ટ માં બ્લેક બેલ્ટ છે તેમજ બ્રાઝીલીયન JIU –JITSU માં બ્લ્યુ બેલ્ટ તથા ક્રાવ માગા માં CIC ની ડીગ્રી ધરાવે છે. તેમજ મયુર પટેલ કે જેઓ કરાતે તેમજ કિક્બોક્ષિન્ગ માં બ્લેક બેલ્ટ ની ડીગ્રી ધરાવે છે.

    આ પણ વાંચો: ધ્રુવ પટેલે 13 વર્ષની ઉંમરે કિક બોક્સિંગમાં જીત્યા છે 30 ગોલ્ડ સહિત 6 સિલ્વર મેડલ; જુઓ વીડિયો

    સમગ્ર દેશ માંથી 2757,ભારત દેશ માંથી કુલ 40 અને ગુજરાત માંથી કુલ 6 જેટલા રમતવીરો આ સ્પર્ધા માં ભાગ લેશે જે પૈકી-માઇનસ 37 કેજી બોયસ કેટેગરી જેમાં પોઈન્ટ ફાઇટ તેમજ લાઈટ કોન્ટેક્ટ ઇવેન્ટ માં વલસાડ નો ધ્રુવ પટેલ ભારત દેશ નું પ્રતિનિત્વ કરશે અને ઇટલી-વેનિસ ખાતે 30 સપ્ટેમ્બર થી 9 ઓક્ટોબર સુધી યોજાનાર વર્લ્ડ કિક્બોસિંગ ચમ્પિઓન્શિપમાં ભાગ લેશે.

    ધ્રુવના પિતા કોન્ટ્રાક્ટર છે અને માતા જિલ્લા પંચાયતમાં ડી.પી.ઓ. શાખામાં નોકરી કરી રહ્યા છે, ધુવના કોચ ચેતન ભાઈ પટેલ છે જેઓ વલસાડ ખાતે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડેમી ચલાવે છે. ધ્રુવના કોચ ચેતનભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ધ્રુવના પાછળ સખ્ખત મહેનત કરી છે.ધ્રુવના કોચે જણાવ્યું હતું કેધ્રુવ 2015 થી રમી રહ્યો છે. ધ્રુવને રોજ 2 કલાકની ટ્રેનિંગ હું આપી રહ્યો છે. ધ્રુવની ઉંમર માત્ર 13 વર્ષની છે જે દરમિયાન તેણે કુલ 36 મેચો રમી છે જેમાં તેણે તમામ સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કર્યા છે. ધ્રુવે 36 મેચમાં 30 ગોલ્ડ અને 6 સિલ્વર મેડલ મેળવ્યા છે.
    First published:

    Tags: Gold medals, India Sports, International, Valsad, Winner

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन