Bhavnagar: તમારે વર્ષે 4 લાખની કમાણી કરવી છે, આ ખેડૂત જેવું કરો

X
આ

આ ખેડૂત જામનગર ખાતેથી 55 રૂપિયા નો ડ્રેગન ફ્રુટ નો રોપ લાવ્યા હતા 

જેસર તાલુકા ના કરલા ગામના નિવાન ભાઈ નામના ખેડૂત કરી રહ્યાં છે. 3:30 વિઘા જમીનમાં નિવાન ભાઈ એ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને વર્ષે દહાડે સાડા ત્રણ લાખ રૂપિયાની આવક ઉભી કરી છે.

    Dhruvik gondaliya : Bhavngar: ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટને કમલમ્ ફ્રૂટ નામ આપ્યું છે. કમળ જેવું દેખાતું અને કાંટાળું કેકટસ જાતનું ડ્રેગન ફ્રૂટ આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ ફળ માનવામાં આવે છે. ત્યારે રાજ્યભરમાં તેની ખેતી પણ વધી રહી છે. પરંપરાગત ખેતી કરતાં ઓછા પાણીએ વધુ આવક આપતા ડ્રેગન ફ્રૂટની ખેતી ભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના કરલા ગામના નિવાન ભાઈ નામના ખેડૂત કરી રહ્યાં છે. 3.30 વિઘા જમીનમાં નિવાન ભાઈ એ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને વર્ષે સાડા ત્રણ લાખ રૂપિયાની આવક ઉભી કરી છે.

    ડ્રેગન ફ્રૂટનો ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે. જેથી માર્કેટ પણ મોટા પ્રમાણમાં ઉભું થયું છે. નિવાનભાઈ ડ્રેગન ફ્રૂટના રોપાઓ જામનગરથી લાવ્યા હતાં. ડ્રેગન ફ્રૂટના એક રોપાની કિંમત 55 રૂપિયા છે. હાલમાં આ ડ્રેગન ફ્રૂટ વાવેતરના 15 મહિનામાં પછી થાય છે. એક વિઘા દીઠ રૂપિયા 1.10 લાખનો ખર્ચ થાય છે. તો સાડા ત્રણ વિઘામાં 3.90 લાખનો ખર્ચ થાય છે. ડ્રેગન ફ્રૂટને દર સાત દિવસે પાણીઆપવામાં આવે છે. આ ડ્રેગન ફ્રૂટની સાથેની તેની અંદર મગફળી તેમજ ડુંગળીનું વાવેતર અગાઉ કર્યું હતું. નિવાન ભાઈએ કહ્યું કે, ડ્રેગન ફ્રૂટની ખેતીમાં શરૂઆતમાં ખર્ચ વધુ થાય છે. પરંતુ લાંબા ગાળે આવક સારી રહે છે.


    એન્ટી-એજિંગ ફ્રૂટ

    ડ્રેગન ફ્રૂટમાં ફ્લેવોનોઈડ્સ, ફેનોલિક એસિડ અને બીટાસાયનિન જેવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે વધતી ઉંમરની અસરને ઘટાડે છે. તે ફ્રી રેડિકલ દ્વારા થતા કોષોના નુકસાનને અટકાવે છે. ફ્રી રેડિકલ્સને લીધે પ્રિમેચ્યોર એજિંગ અને કેન્સર સુધીની બીમારી થઈ શકે છે.

    પેટમાં હેલ્ધી બેક્ટેરિયાને પોષણ આપે છે

    ડ્રેગન ફ્રૂટમાં પ્રીબાયોટિક ગુણ હોય છે. પ્રી-બાયોટિકનો અર્થ છે કે તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા જેને પ્રોબાયોટીક પણ કહે છે, તેને પોષણ પૂરું પાડે છે. એટલે કે હેલ્ધી બેક્ટેરિયા માટે ડ્રેગન ફ્રૂટ ભોજનનું કામ કરે છે. જો આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયાની સંખ્યા ખૂબ વધારે હોય, તો પાચનતંત્ર ખૂબ જ બૂસ્ટ રહે છે. પ્રીબાયોટિકને લીધે સારા બેક્ટેરિયા વધે છે અને ખરાબ બેક્ટેરિયાનો ખાત્મો થાય છે. જો ગુડ બેક્ટેરિયા મજબૂત હોય તો પેટમાં રોગ માટે જવાબદાર વાયરસ પણ રહી શકતા નથી.


    બ્લડ શુગર લો કરવામાં મદદગાર

    ડ્રેગન ફ્રૂટ બ્લડ શુગર ઘટાડવામાં મદદરૂપ છે. સંશોધકોના મતે, ડ્રેગન ફ્રૂટમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ સ્વાદુપિંડના ક્ષતિગ્રસ્ત કોષોને રિપેર કરે છે. જો સ્વાદુપિંડ સ્વસ્થ છે, તો હોર્મોન ઇન્સ્યુલિન પણ યોગ્ય રીતે બને છે. ઇન્સ્યુલિન લોહીમાં રહેલી શુગરને તોડીને તેને ઊર્જામાં ફેરવે છે. જો ઇન્સ્યુલિન ઓછું હોય તો શુગરની બીમારી થાય છે.

    ભારતમાં ક્યાં-ક્યાં ઉગે છે ડ્રેગન ફ્રૂટ

    વર્તમાન સમયેમાં ડ્રેગન ફ્રૂટ મોટે પાચે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં ઉગાડવામાં આવે છે. તેની ખેતી (ડ્રેગન ફ્રૂટની ખેતી) માટે ઓછા પાણીની જરૂર હોય છે. તે વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે. ડ્રેગન ફળની મુખ્ય ત્રણ જાતો જોવા મળે છે. જે છે સફેદ, ગુલાબી અને લાલ. .
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, ખેડૂત, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन