કોરોનાથી રાજ્યમાં ત્રીજું મોત, ભાવનગરના 70 વર્ષીય વ્યક્તિનું મોત, રાજ્યમાં કુલ 43 પોઝિટિવ કેસ

G
Updated: January 1, 1970, 5:30 AM IST
કોરોનાથી રાજ્યમાં ત્રીજું મોત, ભાવનગરના 70 વર્ષીય વ્યક્તિનું મોત, રાજ્યમાં કુલ 43 પોઝિટિવ કેસ
26મી માર્ચના સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસ (Corona Positive Cases in Gujarat)ની સંખ્યા 43 પર પહોંચી છે.

26મી માર્ચના સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસ (Corona Positive Cases in Gujarat)ની સંખ્યા 43 પર પહોંચી છે.

  • Share this:
ગાંધીનગર : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે રાજ્યમાં ત્રીજું (3 Death in Gujarat) મોત નોંધાયું છે. બુધવારે જ અમદવાદ (Ahmedabad)ના એક વૃદ્ધાનું મોત થયું હતું. એ પહેલા સુરત (First Death in Surat due to Corona) ખાતે કોરોના વાયરસને કારણે પ્રથમ મોત નોંધાયું હતું. આ સાથે જ 26મી માર્ચના સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસો (Corona Positive Cases in Gujarat)ની સંખ્યા 43 પર પહોંચી છે. રાજ્યના આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ (Dr Jayanti Ravi)એ મીડિયાને આ માહિતી આપી હતી. ભાવનગર ખાતે એક પુરુષનું મોત ગુરુવારે ગુજરાતમાં કોરોના વાયરસને કારણે ત્રીજું મોત નોંધાયું છે. જેમાં ભાવનગર ખાતે એક 70 વર્ષીય પુરુષનું મોત થયું છે. તેઓ ડાયાબિટિસ અને હૃદયની બીમારીથી પીડાતા હતી. તેઓ દિલ્હીની ટ્રાવેલ ડિસ્ટ્રી ધરાવે છે. આ પણ વાંચો : સુરતમાં પોલીસે કથિત રીતે ડૉક્ટરને ફટકાર્યો, નવસારીમાં ક્લિનિક બળજબરીથી બંધ કરાવ્યું નવા નોંધાયેલા કેસ 25મી માર્ચના રોજ જાહેર કરાયેલી અખબાર યાદી બાદ 26 તારીખ એટલે કે એક દિવસમાં ગુજરાતમાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત બે લોકોનાં મોત થયા છે. રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં એક એક નવા કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરના દર્દીનું મોત થયું છે. ભાવનગરમાં મોત થયું છે તે વ્યક્તિની ઉંમર 70 વર્ષની હતી. તેઓ ડાયાબિટિસ અને હૃદયની બીમારીથી પીડાતા હતા. જ્યારે અમદાવાદ ખાતે જે વૃદ્ધાનું મોત થયું છે તેમની ઉંમર 85 વર્ષ છે. જેમને માનસિક બીમારી હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો : શાબાશ નીતિનભાઈ : અમદાવાદથી પગપાળા રાજસ્થાન જતાં શ્રમિકો માટે જમવાની અને બસની વ્યવસ્થા કરી આપી નવા સામે આવેલા પાંચ કેસમાંથી રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદના કેસ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે, જ્યારે વડોદરા ખાતે 55 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ યુ.કે.થી ભારત આવ્યા છે. ભાવનગર ખાતે મોત થયું છે તે 70 વર્ષીય વ્યક્તિની દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી છે. નવા સામે આવેલા પાંચ કેસમાં બે સ્ત્રી અને ત્રણ પુરુષ છે. ગુજરાતમાં કોરોનાના કુલ 43 કેસ અમદાવાદ ----15 કેસ (1 મોત) સુરત -------- 7 કેસ (1 મોત) રાજકોટ -----4 કેસ વડોદરા ----- 8 કેસ ગાંધીનગર -- 7 કેસ ભાવનગર ----1 કેસ (1 મોત) કચ્છ ---- -----1 કેસ કુલ ---------- 43
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर