Anand: શું તમારે પણ જીતવા છે રેકોર્ડ બ્રેક મેડલ? પ્રતિભા એકેડેમી આપે છે ખરી તાલિમ

X
આણંદની

આણંદની પ્રતિભા એકેડમીનાં વિદ્યાર્થી કુસ્તી કરાટે જેવી રમત માં નામના મેળવે છે.

આણંદમાં પ્રતિભા એકેડમી આવેલી છે. રાજ્યના વિવિધ શહેરની 172 શાળાઓ, કોલેજ, યુનિવર્સીટી અને વિવિધ સંસ્થાઓ એકેડમી સાથે જોડાયેલ છે. વર્ષ 2014માં માત્ર 400 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સંસ્થામાં આજે 1,70,000 થી વધુ વિદ્યાર્થીઓ છે અને વિવિધ રમતમાં 46000 મેડલ જીત્યા છે.

વધુ જુઓ ...
  Salim chauhan, Anand: આણંદમાં પ્રતિભા એકેડમી કાર્યરત છે. આ સંસ્થા રમત ગમત ક્ષેત્રે ખુબ જ ધ્યાન આપે છે. સંસ્થા સાથે ગુજરાતભરના 1.70 લાખ વિદ્યાર્થી જોડાયેલા છે. સંસ્થામાં 100થી વધુ રમતો અને એકટીવીટીઝ કરાવવામાં આવે છે. જિલ્લા, રાજ્ય,નેશનલ,ઇન્ટરનેશનલ કક્ષાએ સંસ્થાના બાળકોનો દબદબો રહ્યો છે. 46,000થી વધુ મેડલ જીત્યા છે.

  આ સંસ્થા આણંદના વલ્લભ વિદ્યાનગરનાં નાનાંબજારમાં આવેલી છે, આ સંસ્થા નાં સચાલક ચેતન ફૂમક્યા છે, તેમણે એન્જિનિયરની નોકરી છોડી સ્પોર્ટ્સ લાઈનમાં આવ્યા અને પ્રતિભા એકેડમીમાં બાળકો સખત મેહનત કરે છે.

  સંસ્થામાં 1.70 લાખ વિદ્યાર્થીઓ

  પ્રતિભા એકેડેમી ધ એકટીવીટી સ્કૂલ 2013માં ગાંધીનગર મુકામે ગૌરાંગ રાણા દ્વારા શરુ કરવામાં આવી હતી. ત્યારબાદ 2013 માંજ સૌપ્રથમ શાખા સુરેન્દ્રનગ ર ખાતે ખોલવામાં આવી અને 2014 માં આણંદમાં પ્રતિભા એકેડમીની વિધિવત શાખા ચેતન ફુમક્યા, કૃણાલ ઠક્કરે શરૂ કરી હતી. 2014 થી સતત વિવિધ રમતો અને એક્ટીવીટીઝમાં સમગ્ર ગુજરાતમાં કુલ 26 શાખાઓ શરૂ કરવામાાં આવી અને આજે પ્રતિભા એકેડમીમાં કુલ 100 કરતા વધુ એકટીવીટીઝ અને રમતોમાં કુલ 1,70,000 થી વધુ વિદ્યાર્થી ભાગ લઈ રહ્યા છે.

  આજે પ્રતિભા એકેડેમીનો વિસ્તાર આણંદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, વડોદરા, નડીઆદ,વલ્લભ વિદ્યાનગર, ખંભાત, કપડવંજ, મહેમદાવાદ, વાપી, સુરત, સુરેન્દ્રનગર, વઢવાણ, હળવદ, રાજકોટ, મોરબી, ટાંકારા, ધાાંગધ્રા, લીમડી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ભાભર વગેરે શહેરમાં કુલ 172 શાળાઓ, કોલેજ યુનિવર્સીટી અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે. વર્ષ 2014માં માત્ર 400 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સંસ્થા આજે 1,70,000 થી વધુ વિદ્યાર્થીઓ છે.

  100 થી વધુ રમતો અને એકટીવીટીઝનો સમાવેશ

  પ્રતિભાઈ એકેડમી પ્રવૃતિઓમાં જુડો, ડાન્સ, મ્યુઝિક, અબેકસ, એડવેન્ચર એક્ટીવીટીઝ, રેપલીંગ, કલાઈમ્બિંગ, ઝોબિંગ, ફ્લાય ઓવર, રંગોળી, જરદોજી, સ્કેટીંગ, કેમ્પિંગ, રાઇફલ-પિસ્તોલ શૂટિંગ, ભરતનાટયમ, કરાટે, વેદિક, મેથ્સ, કોલિગ્રાફી, ટેબલ ટેનીશ, કિકબોકસીંગ, થાઈ બોકસીંગ, તાઈકવાન્ડો, આર્ચરી, સ્વિમીગ, પેરાસેઈલિંગ, આર્ટ અને ક્રાફ્ટ, ડ્રોઈંગ, યોગા, ચાઇનીઝ બોકસીંગ, ક્રિકેટ, ફૂટબોલ, મીડ બ્રેઈન એકટીવેશન, રૂબીક,ક્યુબ સોલવિંગ, હેલ્થ એન્ડ ફિટનેસ વગેરે મળી કુલ 100થી વધુ રમતો અને એકટીવીટીઝનો સમાવેશ થાય છે.

  સંસ્થાએ 4600 વધુ મેડલ જીત્યા

  ભારત સરકારની ગેજેટની સ્કૂલ ગેમ્સ ફેડેરેશન તથા વિવિધ એસોસિએશનની માન્યતા પ્રાપ્ત કુલ 65 રમતો પર મુખ્ય ફોકસ કરીને પ્રતિભા એકેડેમી વાર્ષિક 1500 થી વધુ મેડલ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ મેળવ્યા છે. આ ઉપરાંત જિલ્લાકક્ષા અને રાજયકક્ષા લેવલના 45,000 થી વધુ મેડલ મેળવ્યા છે. તાજેતર માં આણંદ પ્રતિભા એકેડેમીના કુલ 17 ફાઈટરે એશીયન થાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ, 5 સિલ્વર તથા 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

  મુખ્ય સિદ્ધાંત નેવર ગીવ અપ

  બોયઝ અને ગર્લ્સ પ્રમાણે સ્પેસિફિક ટ્રેનિંગ મોડયુલથી તાલીમ આપવામાાં આવે છે.પ્રતિભા એકેડેમીનો મુખ્ય સિદ્ધાંત નેવર ગીવ અપ ના નારા સાથે મેદાનમાં ઉતરે છે.ભલે જીતો નહીં તો પણ તૈયારી 100% કરો.આ સંસ્થા દ્વારા હોમસા ઇન્સનાં વિદ્યાર્થી બેહનોને નિશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ છે કે,પોતાની રક્ષા કરી શકે.તાજેતરમાં યોજાયેલ બરોડામાં રાષ્ટ્રીય વાડો ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં પ્રતિભા એકેડમીના 38 ફાઈટર્સે કુલ 58 મેડલ જીત્યા હતા.

  વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મુકામે પાંચમી આઈ. ડબ્લ્યૂ. એફ. વાડો ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2022 યોજાઈ હતી .જેમાં આણંદ ખાતે માર્શલ આર્ટ્સના ક્ષેત્રમાં ખ્યાતનામ સંસ્થા પ્રતિભા એકેડમીના કુલ 38 ફાઈટર્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો.કાતા અને કુમિતે નામની બે અલગ ઇવેન્ટમાં ફાઈટર્સે ભાગ લઈને પોતાના પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કરીને કુલ 16 ગોલ્ડ , 14 સિલ્વર તથા 28 બ્રોન્ઝ મેડલ જીતીને વિશિષ્ઠ યોગ્યતા પુરવાર કરી છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Ahmedabad news, Local 18, Medal

  विज्ञापन
  विज्ञापन