18GB RAM સાથેનો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન 25મી નવેમ્બરે થશે લૉંચ, જાણો વધારે વિગત

ZTE Axon 30 Ultra (ફાઇલ તસવીર)

ZTE Axon 30 Ultra Space Edition: ZTEએ ચાઈનીઝ માઈક્રો બ્લેગિંગ સાઈટ વીબો પર એક ટીઝર પોસ્ટના માધ્યમથી ZTE Axon 30 Ultra Space Editionના આગમન વિશે માહિતી આપી છે.

  • Share this:
    મુંબઈ: સ્માર્ટફોન (Smartphone) સિરીઝ ZTE's Axon 30 ઘણી ફેમસ અને જાણીતી છે. ZTE Axon 30 Ultra એક ફ્લેગશિપ મોડલ (flagship model) છે. હવે કંપની પોતાના ફોનનું એક નવું વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ એવું વેરિઅન્ટ છે જે મેમરી અને કન્ફિગરેશન મુદ્દે તમામ રેકોર્ડ્સ તોડી નાખશે. સ્માર્ટફોનની દુનિયામાં ZTE એક વિશાળ સ્ટોરેજ (storage) અને રેમ (RAM) સાથે પોતાનો ફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીનો આ સ્માર્ટફોન એવા ગ્રાહકો માટે છે, જે હાઈ રેમ અને સ્ટોરેજની માંગ ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. ZTEની ફ્લેગશિપ Axon 30 સિરીઝ ચીનમાં લોન્ચ થઈ ચૂકી છે, ત્યારે ભારતમાં આ ફોન 25 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે ફોનમાં 18 GB સુધીની જબરજસ્ત રેમ આપવામાં આવી છે, જે અત્યારસુધીની હાઈએસ્ટ ગણવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ZTE Axon 30 સિરીઝમાં અત્યારસુધી 16 GBની હાઈએસ્ટ રેમ આવતી હતી.

    ZTE Axon 30 Ultra Space Editionમાં જોવા મળશે જબરજસ્ત રેમ અને સ્ટોરેજ

    ZTEએ ચાઈનીઝ માઈક્રો બ્લેગિંગ સાઈટ વીબો પર એક ટીઝર પોસ્ટના માધ્યમથી ZTE Axon 30 Ultra Space Editionના આગમન વિશે માહિતી આપી છે. આ પોસ્ટના માધ્યમથી ખુલાસો કરવામાં આવ્યો છે કે આ ફોન ચીનમાં 25 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. સાથે જ પોસ્ટના માધ્યમથી એ જાણકારી પણ આપવામાં આવી છે કે ફોનમાં અભૂતપૂર્વ 18 GB રેમ અને 1 TB સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. કંપનીએ આ અગાઉ ZTE Axon 30 સિરીઝમાં 16 GB રેમ અને 1 TB સ્ટોરેજ પ્રદાન કરી હતી, પરંતુ કંપનીના આગામી ફોનમાં આપવામાં આવેલી રેમએ પાછલા તમામ રેકોર્ડ તોડી દીધા છે.

    લોન્ચ સમયે આપવામાં આવશે જાણકારી

    હાલ વીબો પર કરવામાં આવેલી પોસ્ટ મારફતે ફક્ત રેમ અને સ્ટોરેજ જેવી મહત્વની જાણકારી આપવામાં આવી છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રેમ અને સ્ટોરેજ સિવાય ફોનના અન્ય સ્પેસિફેકેશન Axon 30 Ultra જેવા જ હોઈ શકે છે. આ સાથે જ ફોનની કિંમત અને અવેઈલેબલિટી વિશેની માહિતી ફેનના લોન્ચિંગ ઈવેન્ટ પર આપવામાં આવશે.

    આ પણ વાંચો: દમદાર બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મિડ બજેટના 5 સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

    ZTE Axon 30 Ultra 5Gના આ છે સ્પેસિફિકેશન

    ZTE Axon 30 Ultra 5G MyOS 11 પર કામ કરે છે. આ સ્માર્ટફોન MyOS 11 Android 11 પર આધારિત છે. જેમાં 6.67 ઇંચની ફુલ એચડી પ્લસ (1080×2400 પિક્સલ) AMOLED કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો એસ્પેક્ટ રેશિયો (aspect ratio) 20:9 અને 144Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આ જુદી જુદી એપ્લિકેશન પ્રમાણે 120HZ, 90Hz અને 60Hzમાં ઓટોમેટિક એડજસ્ટ થાય છે. ZTE Axon 30 Ultra Space Edition સ્માર્ટફોન Qualcomm Snapdragon 888 SoCથી લેસ છે. આ સાથે જ ફોનમાં 18GBની LPDDR5 RAM અને 1TBની UFS 3.1 સ્ટોરેજ છે.

    આ પણ વાંચો: iPhone યૂઝર્સ માટે મોટા સમાચાર: હવે રિપેરિંગ પાછળ થતો ખર્ચ ઘટશે-જાણો વિગત

    ZTE Axon 30 Ultra 5Gની બેટરી

    ZTE Axon 30 Ultra 5Gમાં 4,600mAhની બેટરી અને 66Wનું Qualcomm QuickCharge 4.0+ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે.

    ZTE Axon 30 Ultra 5G કેમેરા સેટઅપ

    ZTE Axon 30 Ultra 5Gમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ કેમેરા સેટઅપમાં 64 મેગાપિક્સલના ત્રણ સેન્સર આપવામાં આવ્યા છે, જેમાં 120 ડિગ્રી અલ્ટ્રા વાઈડ શૂટર્સ પણ સામેલ છે. ચોથા કેમેરામાં 8 મેગાપિક્સલનું સેન્સર છે, જેમાં એક પેરિસ્કોપ સેન્સર આપવામાં આવ્યું છે. સાથે જ ફ્રન્ટમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
    First published: