વીડિયો કોન્ફરન્સિંગ Zoom 5.0 અપડેટમાં મળશે અનેક સિક્યુરિટી કન્ટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ

News18 Gujarati
Updated: April 23, 2020, 3:26 PM IST
વીડિયો કોન્ફરન્સિંગ Zoom 5.0 અપડેટમાં મળશે અનેક સિક્યુરિટી કન્ટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ
ઝૂમ 5.0ના નવા અપડેટમાં એનક્રિપ્શન જોડવામાં આવ્યું, આવો જાણીએ તેમાં બીજા કયા નવા ફીચર્સ છે

ઝૂમ 5.0ના નવા અપડેટમાં એનક્રિપ્શન જોડવામાં આવ્યું, આવો જાણીએ તેમાં બીજા કયા નવા ફીચર્સ છે

  • Share this:
પ્રાઇવસી સાથે જોડાયેલા વિવાદ બાદ ઝૂમ (Zoom)એ સિક્યુરિટી અને પ્રાઇવસીની સાથે નવા ઝૂમ 5.0 (Zoom 5.0)  અપડેટની જાહેરાત કરી છે. આ કંપનીના 90 દિવસ સિક્યુરિટી પ્લાન (security plan)નો હિસ્સો છે. નવા અપડેટ ઝૂમ 5.0માં એનક્રિપ્શન જોડવામાં આવ્યું છે. જેથી વીડિયો એન ઓડિયો કૉલ માટે તેને સિક્યોર અને પ્રાઇવેટ ઓપ્શન બનાવી શકાય. આવો જાણીએ ઝૂમ 5.0માં શું નવું છે...ઝૂમ 5.0નો પ્રાથમિક ઉદ્દેશ્ય AES 256-બિટ એન્ક્રિપ્શન માટે સપોર્ટ જોડવાનો છે. સરળ શબ્દોમાં કહીએ તો 256 Bit Key દ્વારા ડેટાને એનક્રિપ્ટ કરશે, જેનાથી કરવામાં આવેલા ઝૂમ બોમ્બિંગને રોકી શકાશે.

સાઇબર ક્રિમિનલ્સ કે કોઈ અજાણી વ્યક્તિ હેકિંગ દ્વારા ઝૂમ પર વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરે તો તેને ‘zoom bombing’ કહે છે. આ પ્રકારના કૃત્ય હેકર્સ સ્ક્રીન શેરિંગ ફીચરનો ઉપયોગ કરીને કરે છે. ઝૂમનું નવું એનક્રિપ્શન ઝૂમ મીટિંગ, ઝૂમ વીડિયો વેબિનાર અને ઝૂમ ફોન માટે ઉપલબ્ધ કરાવ્યું છે.

યૂઝર્સ કરી શકે છે ફરિયાદ

Zoom 5.0ના નવા ફીચરમાં ‘Report user’ બટન આપવામાં આવ્યું છે. જેમ કે નામથી જ જાણી શકાય છે કે આ બટનથી યૂઝર ઝૂમ મોમ્બિંગ જેવી એક્ટિવિટીની ફરિયાદ કરી શકશે.

ડિફોલ્ટ મીટિંગ પાસવર્ડ

હવે મીટિંગ્સ પાસવર્ડ્સને ડિફોલ્ટ મોડમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેનો સીધો અર્થ છે કે ઝૂમ કૉલ માટે કોઈ ગેસ્ટનો પાસવર્ડ જનરેટ કરવાની પદ્ધતિ ડિફોલ્ટ રૂપમાં આવશે. 

Zoom 5.0નું અપડેટ ક્યારે મળશે?

ઝૂમ 5.0ને લોન્ચ નથી કરવામાં આવી પરંતુ તેને આ સપ્તાહ સુધી ઉપલબ્ધ રાવી દેવામાં આવશે. ઝૂમ 5.0 અપડેટ યૂઝર મેન્યૂઅલી પણ મેળવી શકે છે. તેના માટે તેમણે zoom.com/Download પર જવું પડશે. આ ઉપરાંત જો તમે ઝૂમ એપનો ઉપયોગ ફોન પર કરી રહ્યા છો તો તેના માટે તમારે એપને અપડેટ કરવી પડશે.

ઝૂમનો ઉપયોગ કરવો સુરક્ષિત છે?

ઝૂમ 5.0નો ઉદ્દેશય તેની ગોપનીયતા અને સુરક્ષાની ટીકાઓ પર ધ્યાન આપવાનું છે. આ મહિનાની શરૂઆતમાં ઝૂમના CEO એરિકે કહ્યું હતું કે આગામી 90 દિવસનો સમય કંપની વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મની સુરક્ષા અને ગોપનીયતા સુવિધાઓને ઠીક કરવામાં ખર્ચશે.

આ પણ વાંચો, WhatsAppનું નવું ફીચર! માત્ર 4 નહીં હવે આટલા લોકો સાથે કરી શકાશે Group Video Call

ઝૂમ બોમ્બિંગના મામલામાં વૃદ્ધિનું કારણ, અનેક સરકારો એન શૈક્ષણિક સંસ્થાઓએ લોકપ્રિય વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. ઝૂમના હવે લગભગ 300 મિલિયન ડેઇલી મીટિંગ પાર્ટસિપન્ટ છે. તે ગયા મહિનાથી ઘણા વધુ છે, જ્યારે તેને મફત અને પેઇડ વર્જન પર દરરોજની મીટિંગને 200 મિલિયનને પાર કરી લીધી છે.

આ પણ વાંચો, ઘરે AC ચાલુ કરવાથી કોરોના વાયરસ ફેલાય છે? જાણો આ દાવામાં કેટલું છે સત્ય
First published: April 23, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading