Zomatoએ કહ્યુ, ક્યારેક ઘરનું ખાવાનું પણ ખાવું જોઇએ, મળ્યો આવો જવાબ
News18 Gujarati Updated: July 9, 2019, 11:43 AM IST

zomato
ઝોમેટોના એક રમુજી ટ્વીટ પર અન્ય બ્રાન્ડે ખૂબ આનંદ માણ્યો. ઝોમેટોએ લખ્યું, 'મિત્રો ક્યારેક ઘરનું ખાવાનું પણ ખાવું જોઈએ' ... ચાલો જાણીએ કે પછી શું થયું
- News18 Gujarati
- Last Updated: July 9, 2019, 11:43 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ (Zomato) ઝોમેટોની એક રમુજી ટ્ટિટ પર અન્ય બ્રાન્ડે આનંદ માણ્યો છે. હકીકતમાં ઝોમોટોએ લખ્યું, 'મિત્રો કયારેક ઘરનું ખાવાનું પણ ખાવું જોઈએ'. આ ટ્વીટને લગભગ 19 હજાર લોકોએ લાઇક કરી. આના પર યુટ્યુબે લખ્યું, 'મિત્રો, રાત્રે 3 વાગ્યે તમારે ફોન બાજુ પર રાખી સુઇ જવું જોઈએ'.
તાજેતરમાં કરવામાં આવેલા ટ્વિટ અનુસાર, જૂની ટિફિન સેવા કે જે હજી પણ ખાસ કરીને વિદ્યાથીઓ વચ્ચે દેશના કેટલાક ભાગોમાં લોકપ્રિય બની છે,
તેવો ઘરનો બનાવેલ ખોરાક(હોમમેડ ફૂડ) હવે તેના પ્લેટફોર્મ દ્વારા ટૂંક સમયમાં ઓર્ડર કરી શકાશે. કારણ કે ઝોમેટો ટૂંક સમયમાં જ તેના પ્લેટફોર્મ પર આ અંગેની સેવા લોન્ચ કરવા જઈ રહી છે.
એમેઝોન પ્રાઇમ વીડિયોના સત્તાવાર એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું કે 'મિત્રો, ક્યારેક તમારે કેબલ પર કંઇક જોવું જોઈએ.'
યાત્રા અને હોટલ બૂકિંગ એપ્લિકેશન ixigoએ ઝોમેટોના ટ્વીટ પર લખ્યું કે, 'મિત્રો, ક્યારેક ઘરે બેસી રહેવું'. નોંધનીય બાબત એ છે કે જે કંપનીઓ વેચાણ માટે પ્રોત્સાહન આપે છે તેનું વિરુદ્ધ બોલી રહી છે.

પેમેન્ટ એપ્લિકેશન MobiKwik લખ્યું, 'મિત્રો, ક્યારેક લાઇનમાં ઉભા રહીને પણ વીજળીનું બિલ ચૂકવવું જોઈએ.'

ફૂડ ડિલિવરી કંપની Faasos લખ્યું કે કેટલીક વખત આપણે પોતે જ જમવાનું બનાવવું જોઇએ. પરંતુ ઝોમેટો પછી તેમને જવાબ આપ્યો, તેને વાંચ્યા પછી હસવા લાગશો. આ ઉપરાંત TVF અને હાજમોલા જેવી લોકપ્રિય બ્રાન્ડ્સે પણ ટ્વીટ કરી છે.
ઝોમેટોએ આ તમામ ટ્વીટ્સના સ્ક્રીનશૉટ્સ એકઠા કર્યા અને જવાબમાં લખ્યું, "મિત્રો ક્યારેક તમારે પોતાના સારા ટ્વીટ વિશે પણ વિચારવું જોઈએ".

તાજેતરના ટ્વીટ પરથી કલ્પના કરવામાં આવી રહી છે કે ઝોમેટો એક એવી સેવા શરૂ કરી શકે છે જ્યાં લોકો ઘરે બનાવેલા ખોરાકને ઓર્ડર આપી શકે. ઝોમેટોનો પ્રતિસ્પર્ધી સ્વિગી પહેલેથી જ ગુરગ્રામમાં 1000 થી વધુ ગ્રાહકોને નવી એપ 'સ્વિગી ડેઇલી' દ્વારા સેવા આપી રહી છે. આનાથી લોકો ઘરે બનાવેલા ભોજન માટે લોકો ઓર્ડર કરી શકે છે.
ઝોમેટોના આ ટ્વીટ પરથીએ વાતનો સંકેત મળી શકે કે તે સ્વિગીની જેમ ઘરે બનાવેલા ખોરાકની સેવા શરુ કરી શકે છે.
તાજેતરમાં કરવામાં આવેલા ટ્વિટ અનુસાર, જૂની ટિફિન સેવા કે જે હજી પણ ખાસ કરીને વિદ્યાથીઓ વચ્ચે દેશના કેટલાક ભાગોમાં લોકપ્રિય બની છે,
તેવો ઘરનો બનાવેલ ખોરાક(હોમમેડ ફૂડ) હવે તેના પ્લેટફોર્મ દ્વારા ટૂંક સમયમાં ઓર્ડર કરી શકાશે. કારણ કે ઝોમેટો ટૂંક સમયમાં જ તેના પ્લેટફોર્મ પર આ અંગેની સેવા લોન્ચ કરવા જઈ રહી છે.

એમેઝોન પ્રાઇમ વીડિયોના સત્તાવાર એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું કે 'મિત્રો, ક્યારેક તમારે કેબલ પર કંઇક જોવું જોઈએ.'

Loading...