Zero-Click Hacks: કોલ, મેસેજ કે લિંક વગર પણ તમારો ફોન હેક થઈ શકે છે! જાણો તેનાથી બચવાના ઉપાય

Zero-Click Hacks: કોલ, મેસેજ કે લિંક વગર પણ તમારો ફોન હેક થઈ શકે છે! જાણો તેનાથી બચવાના ઉપાય
હેકર્સની પ્રતિકાત્મક તસવીર

Zero Click Hacks: શું તમે ઝીરો ક્લિક હેક્સ વિશે જાણો છો? તે શું છે અને કેવી રીતે કામ કરે છે? ડિવાઈસ પર ક્લિક કર્યા વગર અટેક કરવામાં આવે તો તેને ઝીરો ક્લિક અટેક કહેવામાં આવે છે. આ એક એવી ટેકનિક છે, જેને સાઈબર સુરક્ષાની દુનિયાનો વિકાસ કહી શકાય.

  • Share this:
તમે ઘણી વાર ઝીરો ક્લિક હેક્સ (Zero-Click Hacks) શબ્દ સાંભળ્યો હશે. શું તમે ઝીરો ક્લિક હેક્સ વિશે જાણો છો? તે શું છે અને કેવી રીતે કામ કરે છે? ડિવાઈસ પર ક્લિક કર્યા વગર અટેક કરવામાં આવે તો તેને ઝીરો ક્લિક અટેક કહેવામાં આવે છે. આ એક એવી ટેકનિક છે, જેને સાઈબર સુરક્ષાની દુનિયાનો વિકાસ કહી શકાય. ઝીરો ક્લિક હેક ગુપ્ત એજન્ટ અને અવાસ્તવિક પ્લોટવાળી વિજ્ઞાન-ફાઈ ફિલ્મો માટે નથી. સાઈબર સુરક્ષાની દુનિયામાં વિકાસના આધાર પર ઝીરો ક્લિક હેક સ્થિર ગતિથી આગળ વધી રહ્યા છે. આ પ્રકારના સાઈબર અટેક (cyber attack) ખૂબ જ હાઈ ટાર્ગેટેડ હોય છે. જેનાથી ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે.

અહીં ઝીરો ક્લિક હેક્સ (Zero-Click Hacks) વિશે જાણકારી આપવામાં આવી છેઝીરો ક્લિક હેક્સ (Zero-Click Hacks) શું છે?
નામ પરથી જ ખબર પડે છે કે ક્લિક કર્યા વગર ડિવાઈસને હેક કરવું. Call /SMS/ Link પર ક્લિક કર્યા વગર તમારો ફોન અથવા તમારુ એકાઉન્ટ હેક થઈ શકે છે. ટેકનિકના અભાવનો લાભ ઉઠાવીને હેકર તમારા ફોનમાં એન્ટર થઈ જશે, તેમ છતાં તમને સાઈબર અટેક વિશે ખબર પણ નહીં પડે. પેગાસસ સોફ્ટવેર (Pegasus software) આ પ્રકારે જ કામ કરે છે.

પેગાસસ એક એવું સોફ્ટવેર છે, જે તમારી પરમિશન વગર તમારા સુધી ફોન સુધી પહોંચીને તમારી પર્સનલ અને સંવેદનશીલ જાણકારી મેળવી લે છે. ત્યારબાદ આ જાણકારી જાસૂસી કરનાર યૂઝરને આપી દે છે. પેગાસસ એક આધુનિક સોફ્ટવેર છે, તેમાં કોલ, લિંક કે મેસેજ મોકલવામાં આવતો નથી, કે જેના પર ક્લિક કરીને માલવેર તમારી ડિવાઈસમાં ફેલાઈ જતો હતો. કોલ, લિંક કે મેસેજ ન મોકલવા છતાં ડિવાઈસ હેક કરવામાં આવે છે. આ ટેકનિકને કારણે તેને ઝીરો ક્લિક હેક્સ (Zero-Click Hacks) કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

ઝીરો ક્લિક હેક્સ (Zero-Click Hacks) કેટલું જોખમકારક
જેમાં ડિવાઈસનો ઉપયોગ કર્યા વગર સાઈબર અટેક કરવામાં આવે છે એ ટેકનિક ખૂબ જ ખતરનાક છે. એન્ડ્રોઈડ ફોન (Android) હોય કે આઈફોન (ioS) કોઈપણ ફોન પર આ સાઈબર અટેક થઈ શકે છે. અનેક પ્રસિદ્ધ ક્લાઉડ કંપનીઓ તેમના સર્વરને સાઈબર અટેક (cyber attack)થી બચાવવાની કોશિશ કરી રહી છે. જેમાં એપલ અને ગૂગલ (Google) જેવી કંપનીઓ પણ શામેલ છે, જેઓ સાઈબર અટેક (cyber attack)થી બચવાની અને સુરક્ષિત રહેવાની તૈયારીઓ કરી રહી છે. માઈક્રોસોફ્ટ અને એમેઝોન વેબ સર્વિસીઝે માલવેરને બ્લોક કરવા માટે અનેક સુરક્ષાના પગલાઓ લીધા છે.

આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

ઝીરો ક્લિક હેક્સ (Zero-Click Hacks)
દા.ત. 2019માં વ્હોટ્સએપ નિયમના ઉલ્લંઘનને જોઈ શકાય છે, જેમાં એક મિસ્ડ કોલથી સાઈબર અટેક કરવામાં આવ્યો હતો. જ્યારે તમને કોઈ મિસ્ડ કોલ કરે છે, ત્યારે તમે તેને રોકી શકતા નથી. આ પ્રકારે ઝીરો ક્લિક હેક્સ (Zero-Click Hacks) કામ કરે છે. મિસ્ડ કોલ ટ્રીકે દુનિયાના સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપના સોર્સ કોડ ફ્રેમવર્કનો લાભ ઉઠાવ્યો હતો. સાઈબર અટેક કરનારને મિસ્ડ કોલના કારણે બે ડિવાઈસ વચ્ચે ડેટા એક્સચેન્જમાં સોફ્ટવેર લોડ કરવાની પરમિશન મળી ગઈ હતી. એકવાર લોડ થયા બાદ સોફ્ટવેર આપમેળે સક્ષમ થઈ જશે, જે તમારા ડિવાઈસના સોફ્ટવેરમાં એમ્બેડેડ થઈ જશે.

ઝીરો ક્લિક હેક્સ (Zero-Click Hacks)થી બચવા માટે શું કરવું?
મોબાઈલ વેરિફિકેશન ટૂલકિટ (MVT) ની મદદથી ડિવાઈસ પર પેગાસસ સોફ્ટવેરે સાઈબર અટેક કર્યો છે કે નહીં તે જાણી શકાય છે. જે Android અને iOS બંને ડિવાઈસમાં કામ કરે છે, તે માટે કેટલીક કમાન્ડ લાઈન નોલેજની આવશ્યકતા હોય છે. MVTની સાથે ગ્રાફિકલ યૂઝર ઈન્ટરફેસ (GUI) મેળવવાની પણ આશા રાખવામાં આવી રહી છે, ત્યારબાદ તેને સમજી શકાય છે અને સરળતાથી ચલાવી શકાય છે. ડિવાઈસ અને સોફ્ટવેરને અપ ટુ ડેટ રાખો. સેટિંગ્સમાં જઈને automatic updates ઓપ્શનને એક્ટિવેટ કરી લો. ડિવાઈસ, વેબસાઈટ અને એપ્લિકેશનમાં એવો પાસવર્ડ રાખો જેના વિશે કોઈ અંદાજો પણ ના લગાવી શકે. શક્ય હોય ત્યાં ટૂ ફેક્ટર ઓથેન્ટીકેશન (two-factor authentication) ઓન કરી લેવું.
Published by:News18 Gujarati
First published:July 22, 2021, 23:43 pm

ટૉપ ન્યૂઝ