Home /News /tech /

જુઓ, શું થયું જ્યારે 21 બોમ્બ સાથે બાંધીને ઉડાવવામાં આવ્યો iPhone

જુઓ, શું થયું જ્યારે 21 બોમ્બ સાથે બાંધીને ઉડાવવામાં આવ્યો iPhone

આ ધમાકાઓથી ફોનની હાલાત શું થાય છે?

આ વીડિયોમાં જુદા-જુદા ફોન સાથે અમુક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા છે

    ન્યૂઝ18 ગુજરાતી: શું તમે કોઇ ફોનને આગમાં સળગતાં અથવા બોમ્બથી ઉડતાં જોયો છો? શું તમે જાણો છો કે આ ધમાકાઓથી ફોનની હાલાત શું થાય છે, શું એવું થઇ શકે છે કે આટલું બધું થવા છતાં ફોન ચાલું રહે. આજે અમે તમારી માટે એવા વીડિયો લઇને આવ્યા છે જે જોઇને તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં જુદા-જુદા ફોન સાથે અમુક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા છે. તમને વિનંતી છે કે, આ એક્સપેરિમેન્ટ તમારા ઘરે ક્યારેય ટ્રાય ન કરતાં. ચાલો, જોઇએ આવા જ કેટલાક એક્સપેરિમેન્ટ...

    આ વીડિયોમાં તમને એક ફોન 21 બોમ્બ વચ્ચે દેખાશે. 21 બોમ્બ સાથે આ ફોનને ધમાકા સાથે ઉડાવવામાં આવ્યો અને જોવામાં આવ્યું કે આ ફોન કામ કરે છે કે નહીં. આ ફોન સેમસંગનો છે અને ધમાકા પછી ફોનની હાલત ખરાબ થઇ ગઇ. આ પછી ફોન સાથે શું થયું તે તમે વીડિયોમાં જોઇ શકો છો.

    આ પણ વાંચો: Samsung Galaxy S10 અને S10+થી ત્રાસ્યા યુઝર્સ, પોકેટમાં થાય છે ટચ

    આઇફોન એક્સ મોંઘો ફોન છે. આ ફોન ખરીદવા માટે તમારે એક લાખ રૂપિયા સુધી ખર્ચવા પડશે. આમાં ઘણા સારા ફીચર છે. પરંતુ આને ફટાકડા સાથે બાંધીને ધમાકો કરવામાં આવે તો આ ફોનનું શું થાય તે તમે આ વીડિયોમાં જોઇ શકો છો. વીડિયોમાં ફોનને ફટાકડા સાથે બાંધી દેવામાં આવ્યો. તે પછી ધમાકાને કારણે ફોન ઉછળીને પડ્યો. એ પછી જે થયું તે તમે આ વીડિયોમાં જોઇ શકો છો.

    આ વીડિયોમાં આઇફોનXને 1000 ફટાકડા સાથે સળગાવવામાં આવ્યો છે અને તમે જોઇ શકો છો કે ફોનનું શું થયું. પહેલાં ફોનને 1000 ફટાકડા સાથે ધમાકો કરવામાં આવ્યો પછી નોર્મલ ફટાકડા અને પછી હાઇ પાવર ફટાકડા સાથે બાંધીને ધમાકો કરવામાં આવ્યો. એ પછી જે થયું તે તમે આ વીડિયોમાં જોઇ શકો છો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Iphones, Shocking experiment, Watch, Youtubers tech

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन