દક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રોનીક કંપની સેમસંગે M શ્રેણીમાં વિસ્તરણ કરતા તાજેતરમાં ભારતમાં તેનો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એમ 20 સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે. આ ફોન પર તેમને YouTube પર અનેક વીડિયોઝ મળશે. જેનુ ટકાઉપણું પરીક્ષણ કરવામાં આવ્યું છે કે ફોન પાણીમાં નાખવા પર, આગ લગાવવા પર કામ કરશે કે નહીં?
એવો જ એક વીડિયો અમે તમારા માટે લાવ્યા છે. જેમાં ફોનમાં આગ લગાવવામાં આવી છે અને અને તે તપાસ થઈ રહ્યું છે કે ફોન આગ પછી કામ કરશે કે નહીં. આ વીડિયો આઇ એમ ગૌરી નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે શોકશો કે યૂટ્યુબે ગેલેક્સી એમ 20 ને આગથી બાળી નાખ્યો છે, છતા પણ સ્માર્ટફોનને કંઈ થયું નથી અને આ ફોન પહેલાની જેમ જ કામ કરી રહ્યો છે.
જુઓ આ ફોનનું ટકાઉપણું પરીક્ષણ..
આ સ્માર્ટફોનના ફિચર વિશે વાત કરીએ તો તેમા ડ્યુઅલ કેમરા છે , જમે પહેલો કેમરો 13 મેગાપિક્સેલ અને બીજો પાંચ મેગાપિક્સેલનો છે. ફ્રન્ટમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે. પાવર માટે સેમસંગ ગેલેક્સી M20માં 5000 mAh બેટરી છે, જે ફોન જે ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ગેલેક્સી એમ 20ને 3 જીબી અને 4 જીબી રેમ વેરિયન્ટ્સ અને 32 જીબી અને 64 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, જેને તમે 512 જીબી સુધી વધારી શકો છો. કિંમતની વાત કરીએ તો 3 જીબી + 32 જીબી સ્ટોરેજ સાથેનો ફોન રૂ. 10,990 અને 4 જીબી +64 જીબીનો વેરિયન્ટ 12,990 રૂપિયા છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર