iPhone XR પરથી પસાર થઇ ટ્રેન, Videoમાં જુઓ શું થયું

HaerteTestના Youtuberએ iPhone XRને રેલવેના પાટા પર રાખ્યો છે

News18 Gujarati
Updated: April 5, 2019, 4:53 PM IST
iPhone XR પરથી પસાર થઇ ટ્રેન, Videoમાં જુઓ શું થયું
iPhone XR પરથી પસાર થઇ ટ્રેન
News18 Gujarati
Updated: April 5, 2019, 4:53 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: હાલમાં જ Appleએ તેનો પ્રીમિયમ સ્માર્ટફોન iPhone XR લોન્ચ કર્યો છે. જે ત્રણ મેમરી વેરિઅન્ટ્સ 64GB, 128GB અને 256GBમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. જેની શરૂઆતની કિંમત 76,900 રૂપિયા છે. આ ફોન eSIM કાર્ડને સપોર્ટ કરે છે. iPhone XRમાં 6.1 ઇંચની LCD સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનું રિઝોલ્યુશન 1792×828 પિક્સલ છે.

પ્રોસેસરની વાત કરીએ તો આમાં Apple A12 બાયોનિક પ્રોસેસર છે. જે ન્યુરલ એન્જિન પર કામ કરે છે અને પ્રોસેસિંગ કેપેસિટી વધારે છે. ફોનમાં 12 મેગાપિક્સલનો સિંગલ રિયર કેમેરા f/1.8 અપર્ચર સાથે આપવામાં આવ્યો છે. ફોનના કેમેરાથી તમે 4K વીડિયો શૂટ કરી શકો છો. સેલ્ફી કેમેરાની વાત કરીએ તો આમાં 7 મેગાપિક્સલનો ટ્રૂ ડેપ્થ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

અમે તમને જણાવ્યું કે iPhone XRમાં શું ખાસ છે, પરંતુ અમે તમને એ બતાવી રહ્યાં છે કે આ ફોન કેટલો મજબૂત છે. Youtube પર HaerteTest નામની એક ચેનલ છે. જેમાં Youtubersએ આ ફોનનો ડ્યુરેબિલિટી ડેસ્ટ કર્યો છે. આ માટે HaerteTestના Youtuberએ iPhone XRને રેલવેના પાટા પર રાખ્યો છે. ટ્રેન ફોન પરથી પસાર થતાં તેના ટૂકડાં થઇ જાય છે.


આ પણ વાંચો: આ છે JIOનાં 200 રૂપિયાથી ઓછા વ્યાજબી પ્લાન્સ, રિચાર્જ કરવા પર મળશે ઘણુ બધુ ફ્રી

ઉપરાંત Youtube પર HaerteTestનો બીજો વીડિયો પણ છે. જેમાં Youtubers ડ્યુરેબિલ્ટી ટેસ્ટ માટે iPhone XR પર કાર ચડાવી દે છે. તમે અહીં વીડિયો જોઇ શકો છો.
Loading...

First published: April 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...