Home /News /tech /

YouTube Shorts : હવે YouTube પર સરળતાથી કમાણી કરી શકશે ક્રિએટર્સ, જલ્દી ઉમેરાશે નવા features

YouTube Shorts : હવે YouTube પર સરળતાથી કમાણી કરી શકશે ક્રિએટર્સ, જલ્દી ઉમેરાશે નવા features

YouTube ક્રિએટર ટૂંક સમયમાં વધુ સારા શોર્ટ વિડીયો (short videos) બનાવી શકશે.

YouTube Features: YouTube હવે શોર્ટ્સ માટે નવી વિડીયો ઇફેક્ટ સાથે એડિટિંગ ટૂલ જોડવાનો પ્લાન બનાવી રહ્યું છે. એટલે જ ક્રિએટર (YouTube Creators) ટૂંક સમયમાં જ વધુ સારા શોર્ટ વિડીયો (short videos) બનાવી શકશે.

    YouTube Update Features: યુટ્યુબ (YouTube) નવા ફીચર્સ રજૂ કરવાનું છે જે creatorsને વધુ પૈસા કમાવવા, તેમની એક્સેસ વધારવા અને સંબંધિત ચેનલો માટે નવા આઈડિયા જનરેટ કરવામાં મદદ કરશે. કંપનીનું કહેવું છે કે લોકો શોર્ટ-ફોર્મ કન્ટેન્ટ (short-form content) જોવાનું પસંદ કરે છે અને એવામાં કંપનીનો પ્લાન ક્રિએટર્સને વધુ લોકોને આકર્ષિત કરવાનો મોકો મળે એ માટે વધુ સારા ટૂલ્સ રજૂ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે શોર્ટ-ફોર્મ વિડીયો, TikTokથી કોપી કરવામાં આવેલો એક આઈડિયા છે પરંતુ YouTube યુઝર્સને ઘણું પસંદ આવ્યું છે. ઘણાં કન્ટેન્ટ મેકર્સે પોતાના નવા કન્ટેન્ટના સ્નિપેટ જાહેર કરવા માટે બીજી શોર્ટ ચેનલ બનાવી છે.

    YouTube હવે શોર્ટ્સ માટે નવી વિડીયો ઇફેક્ટ સાથે એડિટિંગ ટૂલ જોડવાનો પ્લાન બનાવી રહ્યું છે. એટલે જ ક્રિએટર ટૂંક સમયમાં જ વધુ સારા શોર્ટ વિડીયો બનાવી શકશે. શોર્ટ બનાવીને પર્સનલ કમેન્ટ્સનો જવાબ આપવાની પણ સુવિધા આપવામાં આવશે. આ ફીચર ઘણી રીતે એવું લાગે છે જેમ ઇન્સ્ટાગ્રામનું ‘રીલ્સ વિઝ્યુઅલ રિપ્લાય’ કામ કરે છે. આ ફીચર મૂળ ટિકટોકનું હતું.

    આ પણ વાંચો: Airtel Xstream Premium ભારતમાં લોન્ચ, માત્ર 149 રૂપિયામાં મળશે 15 OTT પ્લેટફોર્મનો લાભ

    YouTube યુઝર્સને મળશે આ સુવિધાઓ

    જો કોઈ યુઝર તમારા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી રીલ પર કમેન્ટ કરે છે, તો તમે એ વ્યક્તિને વિડીયો સાથે જવાબ આપી શકો છો. ઇન્સ્ટાગ્રામ યુઝરને એક નવી રીલ પર કમેન્ટનું એક સ્ટીકર જોડવાની સુવિધા આપે છે, જેને તમે યુઝ કરી શકો છો અથવા એક ટેક્સ્ટ મેસેજ પણ જોડી શકો છો.

    આ ઉપરાંત, યુટ્યુબે પોતાની નવી બ્લોગ પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે તે ટૂંક સમયમાં ક્રિએટર્સ માટે શોર્ટ્સના માધ્યમથી કમાણી કરવાની રીતો ઉમેરશે. તેમાંથી એકમાં BrandConnectના માધ્યમથી બ્રાન્ડેડ કન્ટેન્ટ બનાવવાની રીત પણ સામેલ છે. આ સુપર ચેટને શોર્ટ્સમાં ઇન્ટીગ્રેટ કરશે અને શોર્ટથી શોપિંગ કરવાની સુવિધા પણ લાવશે. કંપનીએ એવું પણ કહ્યું કે શોપિંગ યોગ્ય વિડીયો અને લાઈવ શોપિંગ ઉપરાંત યુટ્યુબ એક્સપીરિયન્સમાં શોપિંગને સામેલ કરવાના વધુ ફીચર્સ પણ શોધી રહી છે.

    આ પણ વાંચો: ફોનને ગમે ત્યાંથી કરો Lock, બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે તેમની એક્ટિવિટી પર આ રીતે રાખો નજર

    YouTube એ એ પણ જણાવ્યું કે એવા ઘણા લોકો છે જે એ સમજવાનો પ્રયાસ કરે છે કે કયું કન્ટેન્ટ વધુ વ્યૂઅર્સને આકર્ષિત કરી રહ્યું છે. પ્લેટફોર્મ આમાં સુધારો કરવા માંગે છે, તેથી તે YouTube સ્ટુડિયો એપમાં નવી ઇનસાઈટ ઉમેરી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે તેનાથી ક્રિએટર્સને એ જાણવામાં મદદ મળશે કે વ્યૂઅર તેના કન્ટેન્ટ સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરી રહ્યા છે. આ ઓટોમેટિકલી ક્રિએટર્સને નવા વિડીયો માટે વધુ આઈડિયા જનરેટ કરવામાં મદદ કરશે.

    YouTube યુઝર્સ માટે તેમના ફોનનો ઉપયોગ કરીને ટીવી પર જોઈ રહેલા વિડિયો સાથે ઇન્ટરેક્ટ કરવાનું પણ સરળ બનાવશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Youtube, YouTubers

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन