નવી દિલ્હી: હવે યુટ્યૂબ (YouTube) પર યૂઝર્સ ફ્રીમાં મ્યુઝિક નહીં સાંભળી શકે. આખરે Google તરફથી ભારતમાં YouTube Premium અને YouTube Music Premium માટે વાર્ષિક પ્લાન લૉંચ કરી દેવામાં આવ્યા છે. ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, મેક્સિકો, બ્રાઝીલ, રશિયા, તુર્કી, જર્મની, થાઈલેન્ડ અને જાપાનમાં પણ આ પ્લાન લોંચ કરવામાં આવ્યા છે. યુટ્યૂબના માસિક અને ત્રિમાસિક પ્લાન બાદ વાર્ષિક પ્લાન (YouTube Music annual plans) રજૂ કરાયા છે. પ્રારંભિત ઑફર અંતર્ગત ગૂગલ હાલ 23 જાન્યુઆરી સુધી સબ્સક્રિપ્શન પર ડિસ્કાઉન્ટ (Discount) પણ ઑફર કરી રહી છે. તમે યુટ્યૂબ પ્રીમિયમનું વાર્ષિક સબ્સક્રિપ્શન 1,159 રૂપિયા અને યુટ્યૂબ મ્યુઝિક પ્રીમિયમ 899 રૂપિયા ચૂકવીને મેળવી શકો છો.
યુ-ટ્યૂબના વર્તમાન પ્લાન
Youtube પ્રીમિયમ માટે દર મહિને 129 રૂપિયા ચાર્જ કરી રહ્યું છે. ફેમિલી પ્લાનનો એક સાથે પાંચ પ્લાન એકાઉન્ટ એટલે કે પાંચ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે, જેની કિંમત 189 રૂપિયા છે. વિદ્યાર્થીઓ માટે મેમ્બરશીપ પ્લાન 79 રૂપિયા પ્રતિ માસથી શરૂ થાય છે. જોકે, તેમણે વાર્ષિક વેરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. YouTube Music Premiumનો ચાર્જ દર મહિને 99 રૂપિયા છે. જ્યારે ફેમિલી પ્લાન માટેની કિંમત 149 રૂપિયા પ્રતિ માસ છે. વિદ્યાર્થીઓ માટે 59 રૂપિયા પ્રતિ માસનો પ્લાન છે.
કોણ લાભ લઈ શકશે?
મીડિયા રિપોર્ટ પ્રમાણે યુ-ટ્યૂબના વાર્ષિક પ્લાન વ્યક્તિગત યૂઝર્સ માટે લોંચ કરવામાં આવ્યા છે. એટલે કે વિદ્યાર્થીઓ અને પરિવારના સભ્યો તેનો લાભ લઈ શકશે નહીં. આ ઉપરાંત 23 તારીખ સુધી પ્રમોશનલ ઑફર પૂર્ણ થયા બાદ યુટ્યૂબ કેટલો ચાર્જ કરશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
વર્તમાન યૂઝર્સે શું કરવું?
યૂ-ટ્યૂબ પ્રીમિયમના વર્તમાન યૂઝર્સ નવો વાર્ષિક પ્લાન લઈ શકે છે. આ માટે તેમણે YouTube એપ અને વેબસાઇટ પર જવું પડશે અને સૌથી પહેલા વર્તમાન સબ્સક્રિપ્શન કેન્સલ કરવું પડશે. જે બાદમાં યુટ્યૂબ પ્રીમિયમ અને યૂટ્યૂબ મ્યુઝિક પ્રીમિયમ માટે વાર્ષિક સબ્સક્રિપ્શન લઈ શકે છે.
અહીં એક વાત નોંધવી રહી કે યુ-ટ્યૂબ હાલ વર્તમાન પ્લાન રદ કરવા પર રિફંડનો વિકલ્પ નથી આપી રહી. આ ઉપરાંત વાર્ષિક પ્લાન માટે તમામ ચૂકવણી એડવાન્સમાં જ કરવાની રહેશે. એનો મતલબ એવો થયો કે તમારે વાર્ષિક પ્લાન માટે તમારો વર્તમાન પ્લાન ખતમ થાય તેની રાહ જોવી જોઈએ. જે બાદમાં જ વાર્ષિક પ્લાન લઈ શકશો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર