Youtube બનશે Googleનું નવું શોપિંગ હબ! વીડિયોથી સિલેક્ટ કરશો મનગમતા પ્રોડક્ટ

Youtube બનશે Googleનું નવું શોપિંગ હબ! વીડિયોથી સિલેક્ટ કરશો મનગમતા પ્રોડક્ટ
પ્રતીકાત્મક તસવીર

હવે જલ્દી જ Youtube પર ઓનલાઇન શોપિંગની મજા તમે લઇ શકો છો. Google પોતાના વીડિયો પ્લેટફોર્મ YouTubeને નેક્સ્ટ મોટું શોપિંગ હબ બનાવવા જઇ રહ્યું છે.

  • Share this:
    Google પોતાના વીડિયો પ્લેટફોર્મ Youtubeને Amazon અને FlipKart ની જેમ શોપિંગ હબ બનાવવા માટે તૈયાર કરી રહ્યું છે. હવે યુઝર્સ Youtube પર નજરે પડતા રમકડા, ગેજેટ્સ અને અન્ય સામાન ઓનલાઇન વેચાણ માટે સિલેક્ટ કરી શકશે. વર્સ્લની સૌથી મોટી વીડિયો સાઇટ Youtube એ હાલમાં જ ક્રિએટર્સથી Youtube સોફ્ટવેરનો ઉપયોગ કરની પોતાની ક્લિપમાં પ્રોડક્ટ ફિચરને ટેગ અને ટ્રેક કરવાનું કહ્યું છે. આ પછી ડેટા એનાલિટિક્સઅને શોપિંગ ટૂલ્સથી Google પેરેન્ટ્સ કંપનીથી લિંક કરવામાં આવશે.

    Youtubeની તરફથી પ્રોડક્ટના વીડિયોની કેટેગરી પણ બનાવવામાં આવશે. આ વીડિયો કેટેગરીમાં પ્રોડક્ટના વેચાણ માટે લિસ્ટ કરવામાં આવશે. જ્યાં કસ્ટમર QR પ્રોડક્ટ કેટેગરીની લિંક પર ક્લિક કરીને સીધો પ્રોડક્ટ ખરીદી શકશે. આ સિવાય કંપની એક અલગ Shopify Incની ટેસ્ટિંગ કરી રહી છે. Youtube પ્રવક્તાએ આ વાતની પુષ્ટી કરી છે કે કંપની શોપિંગ ફિચરની ટેસ્ટિંગ કરી રહી છે. તેમણે કહ્યું જે પ્રોડક્ટ વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે તે પર નિર્માતાનો કંટ્રોલ પણ રહેશે. હાલ કંપની આને એક પ્રયોગ તરીકે જોઇ રહી છે.



    ઇ કોમર્સ સ્ટાર્ટઅપ બાસ્કેટના પ્રેસિડેંટ Andy Ellwood કહ્યું કે Youtube સૌથી ઓછી ઉપયોગમાં આવતી સંપત્તિ છે. તેવામાં જો Youtubeમાં રોકાણ કરવામાં આવે તો તેનો ફાયદો મળી શકે છે. જો કે હજી સુધી તે વાતની પુષ્ટી નથી કરવામાં આવી કે Youtubeથી રેવેન્યૂ કેવી રીતે જનરેટ થશે. જો કે સર્વિસના ક્રિએટર્સ માટે સબ્સકિપ્શન ઓફર શરૂ કરવામાં આવ્યા છે. અને પેમેન્ટ પર 30 ટકા કાપ કરવામાં આવી શકે છે.

    વધુ વાંચો : હાથરસ કાંડમાં સામે આવ્યું નક્સલ કનેક્શન, નકલી ભાભી બનીને ષડયંત્ર ઘડી રહી હતી મહિલા: સૂત્ર

    કોરોના કાળમાં Googleનું માર્કેટિંગ બેજટ પ્રભાવિત થયું છે. ખાસ કરીને ટ્રાવેલ અને ફિઝિકલ રિટેલ સેક્ટરમાં ગૂગલ પ્રભાવિત થયું છે. તેને મોટી જાહેરાત મળતી હતી. જો કે આ દરમિયાન ઇ કોર્મર્સની ખૂબ બૂમ રહી છે. લોકોએ ખૂબ ઓનલાઇન શોપિંગ કર્યું છે.

    તેવામાં Googleને Instagramની જેમ શોપિંગ ડિસ્ટેનેશન બનાવવા માટે પગલા લીધા છે. Google આ તક છોડવા નથી માંગતો અને તેની તરફથી તેણે Youtubeને શોપિંગની બીજી મોટી હબ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
    Published by:Chaitali Shukla
    First published:October 10, 2020, 10:00 am

    ટૉપ ન્યૂઝ