YouTube Health Features: ગૂગલ (Google)ની માલિકીના વિડીયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube)એ ભારતમાં પોતાના પ્લેટફોર્મ પર હેલ્થ અંગે મળતી જાણકારીઓને વિશ્વસનીય બનાવવા માટે બે નવા ફીચર્સ રજૂ કર્યા છે. આ બે હેલ્થ ફીચર્સ હેલ્થ સોર્સ ઇન્ફોર્મેશન પેનલ (Health Source Information Panel) અને હેલ્થ કન્ટેન્ટ શેલ્વ્સ (Health Content Shelves) છે. તેના દ્વારા યુઝર્સ વેરિફાઇડ સોર્સિઝના ડેટાને ઓળખી શકશે.
આ ખાસ ફીચર્સને લાવવાનો હેતુ યુટ્યુબના માધ્યમથી હેલ્થ સંબંધિત ફેલાવવામાં આવતી ખોટી માહિતીઓથી યુઝર્સને સાવધ કરવાનો અને વિશ્વસનીય જાણકારી આપવાનો છે. ભારતમાં આ બંને ફીચર્સને હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફીચર્સ અમેરિકામાં પહેલાથી જ અવેલેબલ છે. જાપાન અને બ્રાઝિલ બાકી બે માર્કેટ છે જ્યાં આ ફીચરને રોલ આઉટ કરવામાં આવી રહ્યા છે.
યુટ્યુબના હેલ્થકેર એન્ડ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર અને ગ્લોબલ હેડ ડૉ ગર્થ ગ્રાહમે કહ્યું કે, ‘અમારું મિશન વાસ્તવમાં હાઈ ક્વોલિટી, ઓફિશિયલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે યોગ્ય એક્સેસ ઓફર કરવાનો છે જે એવિડેન્સ-બેસ્ડ છે, પરંતુ એ પણ જરૂરી છે કે તે કલ્ચરલ, રિલેવન્ટ અને આકર્ષક હોવું જોઈએ. આ અભિગમ ટ્રીટમેન્ટ સંબંધિત ખોટી માહિતી સામે લડવાના અમારા પ્રયાસોને મજબૂત બનાવે છે.’
કઈ રીતે કામ કરે છે આ નવા ફીચર
જ્યારે કોઈ યુઝર કોઇપણ હેલ્થ સંબંધિત સ્થિતિ જેમ કે સ્ટ્રોક કે બ્રેસ્ટ કેન્સર સાથે જોડાયેલી ઇન્ફોર્મેશન સર્ચ કરે છે તો આ ફીચર્સ શરુ થઈ જાય છે. માન્યતા પ્રાપ્ત હેલ્થ સંસ્થા અને સરકારી સંસ્થાઓના વિડીયો હેઠળ ‘હેલ્થ સોર્સ ઇન્ફોર્મેશન પેનલ’ જોવા મળશે. જેમ કે, જો કોઈ વ્યક્તિ અપોલો હોસ્પિટલ દ્વારા બ્રેસ્ટ કેન્સર પર વિડીયો જોઈ રહી છે, તો તેની નીચે એક લેબલ જોવા મળશે, જે એ દર્શાવશે કે આ એક ક્રેડિબલ સોર્સથી છે.
તેનો આઇડિયા યુઝર્સને ‘વધુ રેફરન્સ આપવાનો’ છે જેથી તેમને ઓફિશિયલ સોર્સિઝથી વિડીયો ઓળખવામાં મદદ મળી શકે.
જ્યારે વ્યૂઅર સ્પેસિફિક હેલ્થ ટોપિક્સ સર્ચ કરે છે તો ‘હેલ્થ કન્ટેન્ટ શેલ્ફ’ ઓફિશિયલ સોર્સિઝથી વિડીયોને વધુ પ્રભાવી રીતે હાઈલાઇટ કરશે. ઉદાહરણ માટે, જ્યારે કોઈ યુઝર હૃદય રોગ કે સ્ટ્રોક સર્ચ કરે છે, તો રેગ્યુલર સર્ચ રિઝલ્ટ આગળ એક નવી કન્ટેન્ટ શેલ્ફ જોવા મળશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર