ગૂગલની આ એપ્લિકેશને તોડ્યા બધા રેકોર્ડ! સમગ્ર વિશ્વની વસ્તી કરતા વધુ વખત ડાઉનલોડ થઇ છે આ એપ્લિકેશન

પ્રતિકાત્મક તસવીર

tech news- તમામ લોકોના જીવનમાં ગૂગલ (Google) એક રોજબરોજનો જરૂરી ભાગ બની ગયું છે. આપણે જીવનની તમામ વસ્તુઓ અંગે ગૂગલ પર સર્ચ કરીએ છીએ

  • Share this:
તમામ લોકોના જીવનમાં ગૂગલ (Google) એક રોજબરોજનો જરૂરી ભાગ બની ગયું છે. આપણે જીવનની તમામ વસ્તુઓ અંગે ગૂગલ (Google) પર સર્ચ કરીએ છીએ. સમગ્ર દુનિયામાં ગૂગલની અનેક પ્રોડક્ટ છે, જેનાથી આપણા કામ સરળતાથી થઈ જાય છે. ગૂગલ (Google)ની તમામ પ્રોડક્ટ્સ ખૂબ જ પ્રચલિત છે. ગૂગલની યુટ્યુબ એપ્લિકેશન ડાઉનલોડ (youtube app)થવા મામલે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હોવાનો રિપોર્ટ મળ્યો છે. વિશ્વની વસ્તી કરતા પણ વધુ વાર ગૂગલ (Google)નું યૂટ્યૂબ (Youtube downloads) ડાઉનલોડ કરવામાં આવ્યું છે. અહીં તે અંગે તમામ જાણકારી આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર જુલાઈ 2021 સુધીમાં દુનિયાની અનુમાનિત જનસંખ્યા 7.9 બિલિયન છે. ગૂગલ (Google)ની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડે આ વર્ષે 3 બિલિયન ડિવાઈસ એક્ટિવેશનને પૂર્ણ કર્યા છે. પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એપ્લિકેશનની સંખ્યા વધીને 2.89 મિલિયન થઈ ગઈ છે.

જો તમને લાગે છે કે આ આંકડો ચોંકાવનારો છે, તો ગૂગલ (Google)ની યૂટ્યૂબ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનો આંકડો 10 બિલિયનને પાર કરી ગયો છે. આ આંકડો કુલ અનુમાનિત જનસંખ્યા કરતા પણ વધુ છે.

આ પણ વાંચો - Karnataka Next CM: યેદિયુરપ્પા પછી કોણ બનશે કર્ણાટકના સીએમ? સંસદ ભવનમાં અમિત શાહ અને નડ્ડાએ કર્યું મંથન

એન્ડ્રોઈડ (Android) ફોનમાં ગૂગલ સ્યૂટનો ભાગ છે Youtube

તમામ એન્ડ્રોઈડ (Android) ફોનમાં યૂટ્યૂબ (Youtube) ગૂગલ સ્યૂટનો એક ભાગ છે. તેમ છતાં 10 બિલિયન એક ચોંકાવનારો આંકડો છે. પ્લે સ્ટોર પર સૌથી વધુ પોપ્યુલર એપ્લિકેશન ફેસબુક છે, જેને ડાઉનલોડ કરવાનો આંકડો 7 બિલિયન કરતા વધુ છે. ડાઉનલોડ કરવા મામલે વોટ્સએપ ત્રીજા સ્થાન પર છે, જેને ડાઉનલોડ થવાનો આંકડો 6 બિલિયનથી વધુનો છે. ડાઉનલોડ કરવા મામલે ફેસબુક મેસેન્જર ચોથા સ્થાન પર છે અને તેને ડાઉનલોડ કરવાનો આંકડો 5 બિલિયનથી વધુનો છે. ઈન્સ્ટાગ્રામ ડાઉનલોડ થવા મામલે પાંચમાં સ્થાન પર છે. ઈન્સ્ટાગ્રામને ડાઉનલોડ થવાનો આંકડો 3 બિલિયનથી વધુનો છે.

TikTokને ડાઉનલોડ કરવાનો આંકડો 2 બિલિયનથી વધારે છે. પોપ્યુલર ગેમ સબવે સર્વે 1 બિલિયનથી અધિક વાર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. ફેસબુક લાઈટને ડાઉનલોડ કરવાનો આંકડો 2 બિલિયન છે. Microsoft Word અને Powerpointને ડાઉનલોડ કરવાનો આંકડો 2 બિલિયનની આસપાસનો છે. 1 બિલિયનથી વધારે સ્નેપચેટ ડાઉનલોડ કરવામાં આવ્યું છે.

નેટફ્લિક્સ (Netflix) અને ટ્વિટર (Twitter) ડાઉનલોડ લિસ્ટમાં સૌથી નીચા સ્થાન પર આવે છે. વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) ડાઉનલોડ કરવાનો આંકડો 1.5 બિલિયનથી અધિક છે. સોશિયલ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર (Twitter)ને ડાઉનલોડ કરવાનો આંકડો 1.5 બિલિયનથી ઓછો છે.
First published: