લોકડાઉનમાં YouTubeની ગિફ્ટ! 10 દિવસ સુધી Freeમાં દેખાડશે દુનિયાભરની ફિલ્મો

લોકડાઉનમાં YouTubeની ગિફ્ટ! 10 દિવસ સુધી Freeમાં દેખાડશે દુનિયાભરની ફિલ્મો
પ્રતિકાત્મક તસવીર

ગુગલના CEO સુંદર પિચાઈએ ટ્વીટ કરી માહિતી આપી કે, તમામ પ્રોગ્રામિંગ દુનિયાભરના દર્શકો માટે મફત હશે. આપણે એક છીએ'

 • Share this:
  કોરોના વાયરસ મહામારીથી લડવા માટે કેટલાક પ્રમુખ ફિલ્મ સમારોહ એક સાથે સામેલ થઈ રહ્યા છે. ટ્રિબેકા એન્ટરપ્રાઈજેજ અને YouTubeએ ,‘We are one: A ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ'ની જાહેરાત કરી છે. જેમાં દુનિયાભરની નવી અને ક્લાસિકલ ફિલ્મો દેખાડવામાં આવશે. આ કાર્યક્રમ કાલથી બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, સિડની ફિલ્મ ફેસ્ટિવલ, ટોક્યો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ટ્રિબેકા પિલ્મ ફેસ્ટિવલ, વેનિસ ફિલ્મ પેસ્ટિવલ, ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટિવલ અને કાન્સ ફિલ્મના પ્રોગ્રામિંગ સાથે 10 દિવસ સુધી ચાલશે.

  ટ્રિબેકા એન્ટરપ્રાઈઝેજ અને ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલના સહ-સંસ્થાપક અને સીઈઓ જેન રોસેંથલે એક પ્રેસ વિજ્ઞપ્તીમાં કહ્યું કે, અમે હંમેશા દુનિયાભરમાં મદદ કરવા માટે સીમાઓ અને મતભેદો વચ્ચે લોકોને પ્રેરિત કરીને અને એકજૂટ કરવામાં ફિલ્મની વિશિષ્ટ શક્તિશાળી ભૂમિકા વિશે વાત કરીએ છીએ. હાલમાં દુનિયામાં તમામને આ પરેશાનીથી બહાર આવવાની આવશ્યકતા છે.  We are one: એક ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ દુનિયાભરના દર્શકોને મનોરંજન અને રાહત પ્રદાન કરવા માટે ક્યૂરેટર, કલાકારો અને કહાનીકારોને એકજૂટ કરે છે, અમારા અસાધારણ ફેસ્ટિવલ પાર્ટનર અને YouTube સાથે કામ કરવામાં અમને આશા છે કે, દરેક કોઈને આ વાતનો અર્થ મળી જાય કે દરેક ફેસ્ટિવલ કેટલો અનોખો છે અને ફિલ્મની કળા અને શક્તિની સરાહના કરે છે.

  YouTube પર આ પ્રોગ્રામિંગ મફતમાં ઉપલબ્ધ થશે, દર્શકોને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સાથે-સાથે બાકી રિલીફ પાર્ટનરને દાન કરવાનું ઓપ્શન મળશે. ‘We are one: A ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ’ 29 મેથી શરૂ થઈ 7 જૂન સુધી ચાલશે.

  આને લઈ ગૂગલના CEO સુંદર પિચાઈએ પણ ટ્વીટ કરી જાણકારી આપી છે. લખ્યું છે કે, ‘Youtube 10 દિવસ માટે ડિઝિટલ ફિલ્મ ફેસ્ટિવલ માટે મેજબાની કરશે, જેને 20થી વધુ આંતરરાષ્ટ્રીય ફિલ્મએ કોવિડ-19 રાહત પ્રયાસો માટે ધન ભેગુ કરવામાં મદદ માટે કો-ક્યૂરેટ કર્યું છે. તમામ પ્રોગ્રામિંગ દુનિયાભરના દર્શકો માટે મફત હશે. આપણે એક છીએ'
  Published by:News18 Gujarati
  First published:April 28, 2020, 19:02 pm

  ટૉપ ન્યૂઝ