નવી દિલ્હી. વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube તેના યુઝર્સના અનુભવને સુધારવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. જેને લઈને કંપનીએ અંતે Android યુઝર્સ માટે 4K સપોર્ટ રોલઆઉટ કર્યું છે. આનો અર્થ એ કે યુઝર્સ હવે 2160 પિક્સલ્સ અથવા 4Kમાં વિડીયો સ્ટ્રીમ કરવામાં સમર્થ હશે. જેનાથી યુઝર્સના વિડીયો એક્સપિરિયન્સમાં વધારો થશે. હાલમાં વપરાશકર્તાઓને YouTube પર 1080 પિક્સેલ્સ અથવા ફૂલ HD કન્ટેન્ટ સ્ટ્રીમ કરવાની મંજૂરી છે. કારણ કે મોટાભાગના સ્માર્ટફોનમાં 1080 પિક્સલ સ્ટાન્ડર્ડ રિઝોલ્યુશન હોય છે. જોકે, હવે Android યુઝર્સ પાસે 2160 પિક્સેલ્સ અથવા 4Kમાં વિડીયો જોવાનો વિકલ્પ હશે. અગાઉ જો ગૂગલે 4Kમાં વિડીયો અપલોડ કર્યા હોત, તો તે Android યુઝર્સને 1440 પિક્સેલ્સ પર વિડીયો જોવાની મંજૂરી મળત. જોકે આ સુવિધા iOS પર પહેલેથી જ ઉપલબ્ધ હતી.
આ પણ વાંચો, આ એક રૂપિયાનો આ સિક્કો આપને બનાવી શકે છે માલામાલ! મળી શકે છે 10 લાખ રૂપિયા
XDA ડેવલપર્સના અહેવાલ મુજબ, ગૂગલ કંપની Android ઉપકરણો પર યુટ્યુબ માટે એક નવો સ્ટ્રીમિંગ વિકલ્પ ઉમેરી રહી છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ સર્વર-સાઇડ અપડેટ્સ દ્વારા નવા સ્ટ્રીમિંગ વિકલ્પને સક્ષમ કર્યો છે. જેનો અર્થ છે કે જે ફોન 1080 પિક્સેલ્સ અથવા 720 પિક્સેલ્સથી સપોર્ટેડ છે, તે હવે 4K અને HDR સુધીના હાઇ રિઝોલ્યુશનમાં વિડીયો જોવામાં સક્ષમ હશે. iOS પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો વર્ષ 2019માં HDR IN અને iOS 14ની સાથે 4K સપોર્ટ ઉપલબ્ધ કરાયું હતું.
(છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો)
YouTubeએ સ્ક્રીન રીઝોલ્યુશનને ધ્યાનમાં લીધા વિના એક નવો સ્ટ્રીમિંગ વિકલ્પ બનાવ્યો છે. દા.ત. જો તમારા ફોનમાં 1080 પિક્સલ્સની સ્ક્રીન છે, તો યુઝર્સને ફક્ત 1080 પિક્સેલ્સ વિડીયો સ્ટ્રીમ કરવામાં આવશે. જો તમે હાઈ રીઝોલ્યુશન વિકલ્પ પસંદ કરો છો, તો વિડીયોની ઇમેજ પહેલાં કરતાં વધુ સારી થશે.
આ પણ વાંચો, ઓનલાઇન લીક થયા 300 કરોડથી વધુ Email અને Password, તમે તો નથી બન્યાને શિકાર? આવી રીતે કરો ચેક
Google Pixel ડિવાઇસ જેમાં Pixel 4a અને Pixel 5a સહિતના ગૂગલ પિક્સેલ ડિવાઇસ 1080 પિક્સેલ્સ સાથે આવે છે. પરંતુ હવે આ સ્માર્ટફોન 4K વિડીયો સ્ટ્રીમ કરી શકે છે. જોકે, એ નોંધવું પણ યોગ્ય છે કે 4K વિડીયો જોવા માટે યુઝર્સને વધુ સારા ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે.
Published by:Mrunal Bhojak
First published:February 23, 2021, 11:20 am