ડ્રોનના માધ્યમથી રસી ઘર આંગણે પહોંચશે, ICMRએ IIT-કાનપુર સાથે મિલાવ્યો હાથ

પ્રતીકાત્મક તસવીર

Vaccine could be delivered by Drone: ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR) દ્વારા IIT કાનપુરના સહયોગથી કોરોના રસીની ડ્રોનથી ડિલિવરીની શક્યતા તપાસવા માટે મંજૂરી આપી દીધી છે.

  • Share this:
નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિરેક્ટોરેટ જનરલ (DGCA) એ આઇઆઇટી કાનપુરના સહયોગથી ડ્રોનનો ઉપયોગ કરીને કોવિડ -19 રસી વિતરણનો શક્યતા અભ્યાસ કરવા માટે ICMRને શરતી છૂટ આપી છે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, પરવાનગી એક વર્ષના સમયગાળા માટે અથવા સૂચના મળે નહીં ત્યાં સુધી માન્ય રહેશે. GIS આધારિત પ્રોપર્ટી ડેટાબેઝ અને ઇલેક્ટ્રોનિક ટેક્સ રજીસ્ટર તૈયાર કરવા માટે દેહરાદૂન, હલ્દવાની, હરિદ્વાર અને રુદ્રપુરના સ્થાનિક તંત્રને ડ્રોન ઉપયોગની શરતી મુક્તિ આપવામાં આવી છે. આ મંજૂરી એક વર્ષ અથવા આગળની સૂચના ન આવે ત્યાં સુધી રહેશે.

આ પણ વાંચો: પરિવારમાં 35 વર્ષે દીકરીનો જન્મ થતા પિતાએ ઉજવણી કરવા માટે હેલિકોપ્ટર ભાડે રાખ્યું!

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ મધ્ય રેલવેને (WCR) પણ કોટા અને કતીની ખાતેના ટ્રેન અકસ્માત સ્થળ અને સલામતી અને રેલવે સંપત્તિની સુરક્ષા જાળવવા માટે પત્ર જાહેર થયાની તારીખથી એક વર્ષ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: લાલચુ નર્સ! દર્દીને સાદુ ઇન્જેક્શન આપી રેમડેસિવીર ચોરી લેતી હતી, બૉયફ્રેન્ડ આ ઇન્જેક્શન કાળા બજારમાં વેચતો!

આ પણ વાંચો: અભ્યાસમાં દાવો- કોરોનાથી સાજા થયેલા લોકોમાં મોત અને ગંભીર બીમારીનું જોખમ વધારે

મંત્રાલયે જણાવ્યું હતું કે, અગાઉ પણ ડ્રોનના ઉપયોગ માટે વ્યાપ વધારવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. વેદાંત લિમિટેડ (Cairn Oil and Gas)ને એસેટ ઇન્સ્પેક્શન માટેના ડેટા એક્વિઝિશન અને મેપિંગ માટે 2022ની 8 એપ્રિલ સુધી ડ્રોન વપરાશ માટે શરતી મંજૂરી મળી હતી. જો સંબંધિત કંપનીઓ તમામ શરતો અને મર્યાદાઓનું કડક પાલન કરશે તો જ મંજૂરી માન્ય રહેશે. કોઈ પણ શરતનું ઉલ્લંઘન થાય તો મંજૂરી રદ્દ થઈ જશે. એમઓસીએ અને ડીજીસીએ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
First published: