જૂના ફોન નંબરથી પણ ચોરાઈ શકે છે તમારો પર્સનલ ડેટા, જાણો કેવી રીતે બચી શકાય

જૂના ફોન નંબરથી પણ ચોરાઈ શકે છે તમારો પર્સનલ ડેટા, જાણો કેવી રીતે બચી શકાય
પ્રતિકાત્મક તસવીર

ટેકનોલોજીનો વિકાસ દિનપ્રતિદિન થઈ રહ્યો છે, તેની સાથોસાથ ફ્રોડ અને સ્કેમનું રૂપ પણ વિકરાળ બન્યું છે

  • Share this:
નવી દિલ્હી : વર્તમાન સમયે વિશ્વમાં ટેકનોલોજીનો વ્યાપ વધતા જીવન સરળ થઈ ગયું છે. ટેકનોલોજીનો વિકાસ દિનપ્રતિદિન થઈ રહ્યો છે, તેની સાથોસાથ ફ્રોડ અને સ્કેમનું રૂપ પણ વિકરાળ બન્યું છે. આવી સ્થિતિમાં ટેકનોલોજીની દુનિયામાં વ્યક્તિગત ડેટાને ફાઇનાન્સિયલ ફ્રોડથી બચાવી રાખવા ખૂબ મુશ્કેલ છે. સામાન્ય રીતે તમારો મોબાઈલ નંબર બેન્કિંગ ડિટેલ્સથી લઈ સોશિયલ મીડિયામાં જોડાયેલો હોય છે. જેથી જૂના નંબરથી પણ વ્યક્તિગત ડેટા પર ખતરો છે. આવા સંજોગોમાં વ્યક્તિગત ડેટાને જુના નંબરથી કેવી રીતે સુરક્ષિત કરવા તે અંગે અહીં વિગતો આપવામાં આવી છે.

જૂના નંબર સાથે સંકળાયેલો ડેટા એક્સેસ કરવો સરળ



જ્યારે તમે નવો નંબર લો છો, ત્યારે જૂના નંબરને ટેલિકોમ કંપનીઓ રિસાયકલ કરે છે. ત્યાર બાદ તે જ નંબર અન્ય કોઈને ફાળવી દે છે. ટેલિકોમ કંપનીઓ નંબર સિરીઝ વધે નહીં તે માટે આવું કરે છે. એવામાં જો તમારો નંબર નવા યૂઝરને ફળવાઈ ગયો, તો જૂના નંબર સાથે સંકળાયેલા ડેટાને એક્સેસ કરવો નવા યૂઝર માટે સરળ હોઈ શકે છે. જેનાથી પ્રાઇવસી અને સેફટી જોખમમાં પડી શકે છે.

આ પણ વાંચો - દેશી ટ્વિટર Kooમાં આવ્યું જોરદાર ફીચર, Talk to Typeથી ભારતીય ભાષાઓમાં બોલીને ટાઈપ કરી શકાશે મેસેજ

પ્રાઇવસી પર સૌથી મોટો ખતરો

અમેરિકાના પ્રિંસટન યુનિવર્સિટીના સંશોધકોની રિપોર્ટ મુજબ તમારા જૂના નંબરને રિસાયકલ કરવાની આખી પ્રક્રિયા જ સુરક્ષા અને પ્રાઇવસી ઉપર સવાલો ઉઠાવે છે. નવો યૂઝર નંબરના માધ્યમથી જુના યૂઝરની માહિતી મેળવી શકે છે. તમે નવા નંબરનો ઉપયોગ કરવાની સાથે જ તમામ ડિજિટલ ખાતામાં અપડેટ કરતા નથી. એવું બને કે, તમે બેંક એકાઉન્ટમાં નવો નંબર અપડેટ કરી નાખ્યો હોય, પરંતુ કોઈ ઈ-કોમર્સ એપ્લિકેશનમાં તમારો જૂનો નંબર જ ચાલતો હોય. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, નવો નંબર લીધા બાદ પત્રકારને બ્લડ ટેસ્ટ અને સ્પા એપોઈમેન્ટના મેસેજ મળવા લાગ્યા હતા.

OTPવાળા મેસેજ પણ આવે છે

આ સંશોધન દરમિયાન 200 રિસાયકલ નંબરની એક અઠવાડિયા સુધી તપાસ થઈ હતી. ત્યારબાદ ચોંકાવનારા પરિણામો મળ્યા. ઘણી વખત જૂના યૂઝરના કોલ અને મેસેજ આવતા હતા. ઘણી વખત ઓથેન્ટિકેશન અને OTP ધરાવતા મેસેજ પણ મળી રહ્યા હતા. સંશોધકોએ આવી રીતે ઊભા થતાં 8 જોખમની યાદી તૈયાર કરી છે. જેમાં ફિશિંગ એટેકથી લઈ અલગ-અલગ એલર્ટ, સમાચાર પત્ર, અભિયાન અને રોબો કોલર દ્વારા સાઈન અપ કરવાનું જોખમ પણ સામેલ છે.
Published by:News18 Gujarati
First published:May 06, 2021, 19:02 pm

ટૉપ ન્યૂઝ