તમારો જુનો સ્માર્ટફોન કરશે તમારા ઘરની રક્ષા, કરો માત્ર એક કામ

 • Share this:
  વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એક રીત આજે અમે તમને જણાવીશું. ઘણીવાર આપણે આપણા જુના સ્માર્ટફોનને વેસ્ટ સમજીને કોઈને આપી દેતા હોઈએ છીએ કે, સસ્તામાં વેચી દેતા હોઈએ છીએ. પરંતુ આજે અમે તમને જણાવીશું કે, તમે તમારા જુના સ્માર્ટફોનને સીસીટીવી કેમેરો બનાવી શકો છો. જુના સ્માર્ટફોનને સીસીટીવીમાં ફેરવીને ઘરમાં અથવા તમારી દુકાનમાં લગાવી શકો છો. આમ સીસીટીવી કેમેરો લગાવવા પાછળનો તમારો ખર્ચો પણ બચી જશે અને જુના ફોનનો પણ સારો એવો ઉપયોગ થઈ જશે.

  તમારો જુનો સ્માર્ટફોન ત્યારે જ સીસીટીવી ત્યારે જ બની શકશે જ્યારે તેનો કેમેરો સારી રીતે ચાલી રહ્યો હોય. એવામાં ધ્યાન રાખો કે, જે ફોનને તમે સીસીટીવી બનાવવા માંગો છે તેનો કેમેરો સારી રીતે ચાલતો હોવો જોઈએ.  જુના ફોનને સીસીટીવી બનાવવા માટે તેમાં વાઈ-વાફ હોવું જરૂરી છે.

  જુના ફોનને સીસીટીવી બનાવવા માટે તમારે પ્લે સ્ટોરમાં Athome camera એપ ઈન્સ્ટોલ કરવાનું રહેશે. આ એપ્સ ફોનને સીસીટીવીમાં બદલી નાંખે છે. જોકે, આના સિવાય પણ બીજી અન્ય એપ પણ તમને પ્લે સ્ટોર પર મળી રહેશે. પરંતુ આ એપ્સ બેસ્ટ છે.  તમે તમારા ફોનમાં At Home Video Streamer-Monitor app ડાઉનલોડ કરો. હવે તમે સીસીટીવને જ્યાં લગાવવા માંગો છો ત્યાં તમારા જુના સ્માર્ટફોનને સેટ કરી દો. ત્યાં ચાર્જિંગની વ્યવસ્થા પણ કરી લો.  હવે તમારે નક્કી કરી લેવાનું રહેશે કે, જે રેકોર્ડિંગ થઈ રહ્યું છે તેને તમે તમારા ફોન અથવા લેપટોપ પર મોર્નીટર કરશો. એટલે કે, તમારા જુના ફોન સીસીટીવીમાં ફેરવ્યા બાદ જે રેકોર્ડિંગ કરશે તેને તમે ક્યાં પ્લે કરવા ઈચ્છો છો? હવે તમે જે મોબાઈલ અથવા લેપટોબમાં વીડિયો જોવા માંગો છો તેમાં પણ at Home Video Streamer-Monitor app ડાઉનલોર્ડ કરી લો.  તમે જેવા જ ઓનલાઈન થશો AtHome Video Streamer પર યૂઝર નેમ અને પાસવર્ડ સાથે કનેક્શન આઈડી જનરેટ થશે. આને તમે તમારા તે મોબાઈલ અથવા લેપટોપમાં નાંખવું પડશે જેમાં તમે મોનીટર કરશો. તમે ઈચ્છો તો સ્કેન દ્વારા પણ પ્રોસેસ કરી શકો છો. તે માટે તમારા બીજા ફોન અથવા લેપટોબ પર એપ હોમ મોનીટર એપ ઈન્સ્ટોલ હોવી જોઈએ.
  Published by:Mujahid Tunvar
  First published: