જો જો બંધ ન થઈ જાય આપનું GMail એકાઉન્ટ! જાણો સમગ્ર મામલો

ગૂગલે 1 જૂન 2021થી નવી પોલિસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે, યૂઝર્સે આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

ગૂગલે 1 જૂન 2021થી નવી પોલિસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે, યૂઝર્સે આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

  • Share this:
    નવી દિલ્હીઃ ગૂગલ 1 જૂન 2021થી નવી પોલિસી લાગુ કરવા જઈ રહી છે. ત્યારબાદ તમારું જીમેલ એકાઉન્ટ (Gmail Account) બંધ થઈ શકે છે. જો આપને જીમેલ (Gmail) ઉપરાંત ગૂગલ ડ્રાઇવ (Google Drive) અને ગૂગલ ફોટો (Google Photo) જેવી સુવિધાઓ ભવિષ્યમાં પણ ઉપયોગ કરવા માંગો છો તો આપને ગૂગલની નવી પોલિસી (Google New Policy) અનુસાર પોતાના એકાઉન્ટને યૂઝ કરવું પડશે. જો તમે ગૂગલની નવી પોલિસીને અનુરૂપ જીમેલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોનો ઉપયોગ નહીં કરો તો તમામ એકાઉન્ટ 1 જૂન 2021 બાદ બંધ થઈ જશે. આવો જાણીએ ગૂગલની નવી પોલિસી વિશે....

    ગૂગલની નવી પોલિસી- ગૂગલે 1 જૂન 2021થી નવી પોલિસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી અનુસાર જો યૂઝર્સનું જીમેલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો એકાઉન્ટ બે વર્ષથી ઇનએક્ટિવ હશે તો ગૂગલ આ તમામ એકાઉન્ટ પરથી આપની કન્ટેન્ટ હટાવી દેશે અને આ એકાઉન્ટને બંધ કરી દેશે. જો આપને આપના જીમેલ, ગૂગલ ડ્રાઇવ એન ગૂગલ ફોટો એકાઉન્ટને ભવિષ્યમાં પણ યૂઝ કરવું છે તો આપને આ એકાઉન્ટ પર પોતાની એક્ટિવિટી વધારવી પડશે. તેનાથી આપના તમામ એકાઉન્ટ ગૂગલની નવી પોલિસીના દાયરાથી બહાર થઈ જશે.

    આ પણ વાંચો, Dhanteras 2020: ધનતેરસે પાર્ટનરને આપો આ ખાસ જ્વેલરી, આંખોમાં આવી જશે ચમક

    કન્ટેન્ટ હટાવતા પહેલા યૂઝર્સને આપશે સૂચના- ગૂગલના જણાવ્યા મુજબ, જો આપનું એકાઉન્ટ બે વર્ષથી પોતાની સ્ટોરેજ લિમિટથી વધુ છે તો ગૂગલ આપના કન્ટેન્ટને જીમેલ, ડ્રાઇવ અને ફોટો પરથી હટાવી શકે છે. બીજી તરફ ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે કન્ટેન્ટ હટાવતાં પહેલા યૂઝર્સને તેની જાણ કરવામાં આવશે. એવામાં આપના એકાઉન્ટને એક્ટિવ રાખવાની સૌથી સરળ પદ્ધતિ છે કે જ્યારે પણ સાઇન ઇન કરો કે ઇન્ટરનેટ પર કામ કરો તો સમય-સમય પર પોતાનું જીમેલ, ડ્રાઇવ કે ફોટો પર જાઓ. આ ઉપરાંત ઇનેએક્ટિવ એકાઉન્ટ મેનેજર પણ આપના વિશેષ કન્ટેન્ટને મેનેજ કરવામાં મદદ કરી શકે છે.

    આ પણ જુઓ, VIDEO: જ્યારે મહિલા પોલીસકર્મી બની કોલેજ સ્ટુડન્ટ અને કોન્સ્ટેબલે કરી છેડતી! જુઓ બાદમાં શું થયું

    ગૂગલ એકાઉન્ટને કેવી રીતે અપગ્રેડ કરી શકો છો? – ગૂગલની નવી પોલિસી અનુસાર યૂઝર્સ માટે 15GB ડેટા ફ્રીમાં ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો પર સેવ કરી શકાય છે. જો યૂઝર્સ 15GB ડેટાની મર્યાદા પર કરે છે તો તેમને ઓછામાં ઓછી 100GB સ્ટોરેજવાળી સુવિધા લેવી પડશે. જેનો ચાર્જ પ્રતિ મહિને 130 રૂપિયા અને વાર્ષિક 1300 રૂપિયા ચૂકવવા પડશે. જો યૂઝર્સ 200GB સ્ટોરેજનો પ્લાન લે છે તો તેમને 210 રૂપિયા પ્રતિ મહિને ચાર્જ આપવો પડશે. બીજી તરફ 2TB અને 10TB સ્ટોરેજ માટે યૂઝર્સને ક્રમશઃ 650 રૂપિયા અને 3250 રૂપિયા ચાર્જ આપવો પડશે.
    Published by:Mrunal Bhojak
    First published: