Home /News /tech /

'મિસ્ટર ઈન્ડિયા'ની જેમ જ ગાયબ થઈ જશે તમારો ચહેરો!

'મિસ્ટર ઈન્ડિયા'ની જેમ જ ગાયબ થઈ જશે તમારો ચહેરો!

શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે તમારો ચહેરો થોડા સમય માટે ગાયબ થઈ જાય તો? જો હા તો તમારા આ વિચારને હકીકતમાં એક એપ ફરવશે. જાપાનના એક ડેવલોપરે જાહેરાત કરી છે કે આ એક એવી એપ છે જેનાથી તમારો ચહેરો ગાયબ થઈ જશે.

ગેમ ડેનલોપમેન્ટ કંપની ViRDના સીઈઓ અને એપ ડેવલોપર કાજૂયા નોશિરોએ પોતાનો ચહેરોનો વીડિયો રજૂ કર્યો છે જેમાં તે ગાયબ થઈ ગયો છે. ડેવલોપર નિશરોના ચહેરાના થોડો બાગ પણ દેખાય છે. પહેલા એવું લાગતું હતુ કે તેમણે કોઈ માસ્ક પહેર્યું છે. તેમણે પોતાના ટ્વિટર ફોલોવર્સને કહ્યું કે તેમણે એક એપ બનાવી છે. તેમનું કહેવું છે કે આપ ઘણી રીતે આ એપનો ઉપયોગ કરી શકો છો.

ડેવલોપર નોશિર કહે છે કે જો તમને ફિલ્મમાં કોઈનું મોંહ પસંદ નથી તો તમે તેના ચહેરાને એડિટ કરી શકો છો. આ ઉપરાંત , જો તમને કોઈ નેતાની રાજનીતિજ્ઞ દલીલોમાં કોઈ રસ નથી તો આપ તમે તેનો ચહેરો ગાયબ કરી શકો છો.



નોશિરોએ આ ઈફેક્ટ ક્રિએટ કરવા માટે iphone Xનો ઉપયોગ કર્યો છે. એવું પણ સંભવ છે કે આની માટે ટ્રુ-ડેપ્થ કેમેરા માર્કેટમાં ઉપલબ્ધ એવા સ્માર્ટફોન કેમેરો છે જેમાં Animoji અને ફેસ આઈડી માટે જરૂરી સેંસરી ટેક્નોલોજી છે. જો આવું હશે તો આ એપ માત્ર iphoneXમાં જ ચાલશે.
First published:

Tags: Iphone X, Mobile Application

આગામી સમાચાર