આ 12 પ્રકારના Emails પર ક્લિક કરવાથી તમારુ એકાઉન્ટ થઇ શકે છે હેક!

સાયબર સિક્યુરિટી ફર્મ Barrcuda Networkએ 3.6 લાખ ઇમેઇલ્સ પર સંશોધન કર્યું અને જાણવા મળ્યું છે કે 12 એવી નકલી ઇમેઇલ વિષયની લાઇન છે જેનાથી મોટાભાગના લોકોને ઇમેઇલ્સ આવે છે.

News18 Gujarati
Updated: August 9, 2019, 8:48 AM IST
આ 12 પ્રકારના Emails પર ક્લિક કરવાથી તમારુ એકાઉન્ટ થઇ શકે છે હેક!
આ પ્રકારના Emails પર ન કરો ક્લિક
News18 Gujarati
Updated: August 9, 2019, 8:48 AM IST
આજકાલ દરેક માણસ જે રીતે ઇન્ટરનેટથી કનેક્ટ થઈ રહ્યો છે, એટલી જ સાયબર ક્રાઇમના પ્રભાવ હેઠળ તેના પ્રભાવની શક્યતા પણ વધી છે. થોડા દિવસો પહેલા સાયબર સિક્યુરિટી ફર્મ બેરક્યુડા નેટવર્ક્સએ 3.6 લાખ ઇમેઇલ્સ પર સંશોધન કર્યું હતું અને જાણવા મળ્યું છે કે, સામાન્ય રીતે 12 એવી નકલી ઇમેઇલ વિષયની લાઇન છે જેનાથી મોટાભાગના લોકોને ઇમેઇલ્સ આવે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ઇમેઇલ એ સૌથી નબળા માધ્યમોમાંનું એક છે, જેના દ્વારા લોકો મોટેભાગે ખતરનાક લિંક્સ અથવા માલવેયરનો ભોગ બને છે.

અનેક વખત એવું થાય છે કે જ્યારે પણ કોઈનો ઇમેઇલ મળે છે, ત્યારે આપણે તેને વિષયની નોંધ કર્યા વિના ખોલીએ છીએ. પરંતુ વિષય વાંચ્યા વિના અથવા ઇમેઇલની તપાસ કર્યા વગર જેવી લાપરવાહીથી હેકર્સ આપણા એકાઉન્ટને હેક કરવામાં સફળ થાય છે. તો જાણીએ ક્યા ઇમેલ વિષય લાઇન જેનાથી હેકર્સ નકલી ઇમેલનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: ભૂલી ગયા છો ફોનનો Lock PIN અથવા Pattern, તો મિનિટોમાં જ કરો Unlock

1-Request
2-Follow Up
3-Urgent/Important
4-Are you available?/Are you at your desk
5-Payment Status
6-Hello
7-Purchase
8-Invoice Due
9-Re:
10-Direct Deposit
11-Expenses
12-Payroll


બેંક ખાતું હોય કે કોઈ નકરી માહિતી, આપણી મોટાભાગની વસ્તુઓ ઇમેઇલ પર હોય છે. જો તમને કોઈ ઇમેઇલ મળે છે જેનો વિષય આ 12 માંથી એક છે, તો એલર્ટ રહો, કારણ કે તે ઇમેઇલ તમારો ડેટા હેક કરી શકે છે. એકાઉન્ટ હેકને કારણે તમારી ઘણી વ્યક્તિગત બાબતો જોખમમાં આવી શકે છે.
First published: August 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...