Home /News /tech /

Google Maps પર આવી રહ્યું છે મેસેજિંગ ફિચર, આ રીતે કરો ઉપયોગ

Google Maps પર આવી રહ્યું છે મેસેજિંગ ફિચર, આ રીતે કરો ઉપયોગ

ગૂગલ મેપ્સની આ સુવિધાથી, તમે સરળતાથી તમારા વ્યવસાય સાથે જોડાઈ શકશો.

ગૂગલ મેપ્સની આ સુવિધાથી, તમે સરળતાથી તમારા વ્યવસાય સાથે જોડાઈ શકશો.

    ગૂગલ ટૂંક સમયમાં જ મેપ એપ્લિકેશનથી ટેક્સ્ટ મેસેજિંગ સુવિધાઓ રજૂ કરવા જઇ રહ્યું છે. એટલે કે, હવે તમે Google મેપથી મેસેજ મોકલી શકશો. ગૂગલ મેપ્સની આ સુવિધાથી તમે , સરળતાથી તમારા વ્યવસાય સાથે જોડાઈ શકશો. ગૂગલે ગયા વર્ષે એક સુવિધા રજૂ કરી હતી, આ ફિચર્સથી યુઝર્સને Google પર તેમના વ્યવસાય પ્રોફાઇલથી વ્યવસાય પર મેસેજ મોકલવાની મંજૂરી આપી છે.

    ગુગલ મેપથી સાઇડ મેનૂમાં મળશે આ ઓપ્શન

    આ ફિચર હવે ગૂગલ મેપ એપ્લિકેશનમાં સંકલિત થઈ રહ્યું છે. તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યૂઝર્સે વ્યવસાય સાથે જે મેસેજ કરેલા છે, તે મેપ એપ્લિકેશનમાં દેખાવાનું શરૂ થઇ જશે. યૂઝર્સ હવે ગૂગલ મેપથી ચેટિંગ ચાલુ રાખી શકશે. આ વિકલ્પ, Android અને iOS બંને માટે Google મેપના સાઇડ મેનૂમાં જોવા મળશે.

    વ્યવસાય ઇન્સ્ટોલ કરવો પડશે Google My Business App

    Googleના પ્રોડક્ટ મેનેજર આદિત્ય તેંડુલકરે એક સત્તાવાર બ્લોગ પોસ્ટમાં લખ્યું છે, "આ મેસેજિંગ સુવિધા એડિશનલ દેશોમાં વિશ્વભરમાં રજૂ કરવામાં આવશે. જોકે, તેઓએ દેશોનો ઉલ્લેખ કર્યો નથી. આ સુવિધા ગ્રાહકો માટે છે. વ્યાપાર તમારા ગ્રાહકો તરફથી આવનાર મેસેજને સ્વીકાર કરવા માટે Google પ્લે અથવા એપ સ્ટોરથી નવા ગૂગલ માય એપ્લિકેશન એપથી ઇન્સ્ટોલ કરી શકો છો. તેંડુલકર જણાવ્યું હતું કે, "નવા Google માય બિઝનેસ એપ્લિકેશન બિઝનેસ માટે તેમના ગ્રાહકો સાથે જોડાવા માટે અને એક વખત સંપર્ક કરવા માટે ખૂબ સરળતા રહે છે."

    આ પણ વાચો: Googleએ શરૂ કરી નવી સર્વિસ, Storage ખરીદવા માટે થશે આટલા રૂપિયા

    આ મહિને Google મેપ પર આ પહેલું મોટું અપડેટ હશે. ગૂગલ નવા ફિચર સાથે સતત તેના પ્લેટફોર્મને અપડેટ કરી રહ્યું છે. આ પહેલા, ગૂગલે યુઝર માટે તેમના કોન્ટેક્સને તેમની ઇટીએ શેર કરવા માટે આ ફિચર રજૂ કર્યું હતુ.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Business google, Google maps, Message chat, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन