તમે Google Maps માં ઓફલાઇન મેપનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈપણ એરિયાના મેપને ડાઉનલોડ કરી શકો છો. આનાથી તમે ઇન્ટરનેટ વગર પણ રસ્તાઓની જાણકારી મેળવી શકો છો.
તમે Google Maps માં ઓફલાઇન મેપનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈપણ એરિયાના મેપને ડાઉનલોડ કરી શકો છો. આનાથી તમે ઇન્ટરનેટ વગર પણ રસ્તાઓની જાણકારી મેળવી શકો છો.
જો તમે કોઈ અજાણ્યા સ્થળ પર જતા હોય તો ગૂગલ મેપ્સ તમારી મદદ કરે છે. આનાથી તમે રસ્તાઓની માહિતી સરળતાથી મેળવી શકો છો. તેને વાપરવા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર હોય છે. જો કે, તે જરૂરી નથી કે દરેક જગ્યાએ ઇન્ટરનેટ કનેક્શન સારું હોય છે. જો ઇન્ટરનેટ કનેક્શન સારું ન હોત તો Google નકશા પર તમે ઓપરેટ કરી શકતા નથી. તેના માટે એક સુવિધા ઉપલબ્ધ છે. તમે આ એપ્લિકેશનમાં ઓફલાઇન મેપનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈપણ એરિયાનો મેપ ડાઉનલોડ કરી શકો છો. આથી તમે ઇન્ટરનેટ વગર રસ્તાઓ પણ શોધી શકો છો. આ રીતે કરો ડાઉનલોડ કરો ઓફલાઇન મેપ..
એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આ રીતે ડાઉનલોડ કરો ઓફલાઇન મેપ:
સૌ પ્રથમ તમારા એન્ડ્રોઇડ ડિવાઇસમાં ગૂગલ મેપ્સ ઓપન કરો.
ત્યારબાદ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સાઇન ઇન કરો.
હવે જ્યાં તમારે જવાનું તે સ્થળનો રસ્તો સર્ચ કરો.
ત્યારબાદ ડાઉનલોડ ઑફલાઇન મેપ પર ટેપ કરો.
તેનાથી તમારા ફોનમાં ઑફલાઇન મેપ ડાઉનલોડ થશે.
સૌથી પહેલા તમારા આઇફોન અથવા આઈપેડ પર ગૂગલ મેપ્સ ઓપન કરો.
ત્યારબાદ ઇન્ટરનેટની મદદથી સાઇન-ઇન કરો.
હવે તમારે જ્યાં જવાનું છે તે સ્થળ સર્ચ કરો.
ત્યારબાદ સૌથી નીચે જગ્યાનું નામ દાખલ કરો અને વધુ પર ટેપ કરો.
ત્યારબાદ ડાઉનલોડ ઑફલાઇન મેપ પર ટેપ કરો.
તમે ઓફલાઇન હોવા છતા પણ મેપનો ઉપયોગ કરી શકશો.
ગૂગલ મેપ્સ પર કરી શકશો મ્યૂઝિક કંટ્રોલ:
ગૂગલે તાજેતરમાં નકશામાં એક નવું ફીચર ઉમેર્યું હતુ, જેનાથી યૂઝર્સ અનેક મ્યૂઝિક એપ્સને નિયંત્રિત કરી શકે. તેનાથી તમે Google નકશાનો ઉપયોગ કરવાની સાથે મ્યૂઝિક પણ સાંભળી શકો છો. આ ફીચરના ઉપયોગ માટે Google Maps નું 10.9.2 વર્ઝન અથવા તેનાથી ઉપરનું વર્ઝન ઇન્સ્ટોલ કરવું પડે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર