ડોમિનોઝ સતત ગ્રાહકોને પિઝા પહોંચાડવા માટે નવી સેવાઓ શરૂ કરી રહ્યું છે. હવે કંપનીએ કારની ટચસ્ક્રીનમાંથી પીઝાને ઓર્ડર આપવા માટેની સુવિધા આપવાનું આયોજન કર્યું છે. આ માટે કંપનીએ ઝેવો સાથે ભાગીદારી કરી છે. આનાથી, યૂઝર્સો કારમાં બેઠા- બેઠા પિઝાને સરળતાથી ઓર્ડર કરી શકે છે.
આ ઉપરાંત યૂઝર્સ આ સર્વિસ દ્વારા નજીકના ડોમિનોઝ સ્ટોર્સ વિશે પણ જાણી શકશે અને કારના ઇન્ટરફેસ દ્વારા ઓર્ડર પણ કરી શકશે. જો ડિસ્ટ્રેક્શનથી બચવા માંગે છે તો તેમના લાસ્ટ ઓર્ડરને રિપીટ પણ કરી શકે છે અને તેમના પિઝા ક્યાં છે તેને પણ ટ્રેક કરી શકે છે.
એવું માનવામાં આવે છે કે આ ટેકનોલોજી 2019ના અંત સુધી લાખો કારમાં આવશે. જોકે ડોમિનોઝ અને ઝેવોએ આ સુવિધામાં કઈ કાર બ્રાંડ અને મોડલ્સ ઉપલબ્ધ હશે તે વિશે કોઈ માહિતી પ્રદાન કરી નથી.
સ્ટારબક્સ કોર્પ અને ડંકિન બ્રાન્ડ્સ ગ્રુપ ઇન્ક પહેલેથી જ ઓટોમોટિવ કોમર્સ માર્કેટમાં પ્રવેશી ચૂકીછે. આઈએચએસ માર્કિટ મુજબ, 2024 સુધી 75 મિલિયન નવા વાહન ડિસ્પ્લે સાથે આવશે અને તેમના મોટાભાગની આવી સુવિધાઓ આવી જશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર