Home /News /tech /Google Mapsથી લોકેશન ટ્રેક કરવાની સાથે ઘરે બેઠાં કરો કમાણી, બસ કરવું પડશે આ કામ
Google Mapsથી લોકેશન ટ્રેક કરવાની સાથે ઘરે બેઠાં કરો કમાણી, બસ કરવું પડશે આ કામ
Google Maps હવે યુઝર્સને કમાણીનો મોકો પણ આપી રહ્યું છે. (Image credit- shutterstock)
Google Maps હવે ફક્ત યુઝર્સને તેમની નિર્ધારિત જગ્યાએ પહોંચાડવા માટે નથી, પણ તેમને કમાણીનો મોકો પણ આપી રહ્યું છે. જો તમે કેટલીક સરળ વાતોને સમજી લો તો તમે ગૂગલ મેપ્સ પર પૈસા કમાવી શકો છો.
Google Maps: આજકાલ ઘરે બેઠાં સૌકોઈ પૈસા કમાવા ઈચ્છે છે. જો તમે પણ કોઈ કામની તલાશમાં હો તો તમારા માટે આ અહેવાલ હેલ્પફુલ થઈ શકે છે. ગૂગલ મેપ્સ (Google Maps)નો ઉપયોગ રોજબરોજ ઘણાં લોકો કરે છે. લોકેશન નેવિગેટ માટે લોકો મોટાભાગે ગૂગલ મેપ્સનો જ સહારો લે છે. અત્યારસુધી તમે ગૂગલ મેપ્સનો ઉપયોગ ફક્ત લોકેશન સુધી પહોંચવા માટે કર્યો હશે. પરંતુ હવે તેનો ઉપયોગ ફક્ત લોકેશન માટે જ નહીં પણ પૈસા કમાવા માટે પણ થઈ શકે છે. ઘણાં લોકો આ વિશે લગભગ નથી જાણતાં પણ ગૂગલ મેપ્સની મદદથી સરળતાથી પૈસા કમાવી શકાય છે.
જો તમે કેટલીક સરળ વાતોને સમજી લો તો તમે પણ આ પ્લેટફોર્મથી કમાણી કરી શકો છો. ગૂગલ દ્વારા એક નવી પોલિસી લાગુ કરવામાં આવી છે, જે ગૂગલ મેપ બિઝનેસ વેરિફિકેશન (Google Map Business Verification)ને લઈને કરવામાં આવી રહી છે.
જો તમે Google મેપ્સનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે પહેલા ગૂગલ પર લિસ્ટેડ એવા બિઝનેસ શોધવા પડશે જે અત્યારસુધી વેરિફાઇડ નથી. તમારે ફક્ત અનવેરિફાઇડ બિઝનેસને વેરિફાઇ કરવામાં મદદ કરવાની છે. આ માટે તમારે બિઝનેસના ઓનર્સને એક ઇમેલ મોકલવો પડશે, જેમાં તમે બિઝનેસ ઓનરને સમજાવશો કે તમે પોતાના બિઝનેસને ગૂગલ મેપ્સ પર લિસ્ટેડ કરી શકો છો.
50 ડોલર સુધીની કમાણી કરી શકો છો
ગૂગલની નવી પોલિસી મુજબ, જો કોઈ બિઝનેસ વેરિફાઈડ નથી, તો કેટલાક દિવસોમાં લિસ્ટમાંથી હટાવી નાખવામાં આવશે. આ રીતે, બિઝનેસ ઓનરની પણ સહાયતા કરવામાં આવશે. આના બદલામાં તમે સરળતાથી 20 ડોલરથી 50 ડોલર (3700 રૂપિયા) સુધીની કમાણી કરી શકો છો.
સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે તમે Google Message ખોલો છો તો નીચે બહુ બધા વિકલ્પ હોય છે. તેમાંથી એક વિકલ્પ જોવા માટે પણ ઉપલબ્ધ હોય છે, આ વિકલ્પ પર ક્લિક કરીને તમે સરળતાથી આસપાસના કેફે અથવા કોઈ દુકાન વિશે માહિતી મેળવી શકો છો. તે તમને ફક્ત નિર્ધારિત જગ્યા સુધી પહોંચવામાં મદદ નથી કરતું, પણ બિઝનેસ માટે પણ મદદગાર સાબિત થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર