OMG! હવે તમારા કપડાંથી ચાર્જ થશે ફોન, જાણો કેવી રીતે કરશે કામ

News18 Gujarati
Updated: December 17, 2018, 11:25 AM IST
OMG! હવે તમારા કપડાંથી ચાર્જ થશે ફોન, જાણો કેવી રીતે કરશે કામ
આ નવી ટેકનીક જો અસરકારક સાબિત થાય તો તમે તમારા ફોનને ખિસ્સામાં રાખીને ચાર્જ કરી શકો છો.

આ નવી ટેકનીક જો અસરકારક સાબિત થાય તો તમે તમારા ફોનને ખિસ્સામાં રાખીને ચાર્જ કરી શકો છો.

  • Share this:
સ્માર્ટફોન કંપનીઓ દમદાર સ્માર્ટફોન્સ લોન્ચ કરી રહી છે, પણ જ્યારે તેના ચાર્જીગની વાત આવે ત્યારે ક્યારેક ચાર્જિંગ પોઇન્ટ મળતો નથી. જો કે, હવે તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે તમે કપડાંથી તમારા ફોનેને ચાર્જ કરી શકશો. ચાલો જાણીએ કે કેવી રીતે?

ડેલી મેલથી મળેલી જાણકારી અનુસાર, નોટિંગધમ ટ્રન્ટ યૂનિવર્સિટીના વિજ્ઞાનિકે એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે કપડામાં વણાંટ થઇ શકે છે અને ફોન તો ચાર્જ થશે જ સાથે આમાં ફિટનેસ ટ્રેકર અને ટેબલેટ પણ ચાર્જ થઇ શકશે.

માહિતી અનુસાર, આ ઉપકરણ 3 એમએમ લાંબું અને 1.5 એમએમ પહોળુ હશે. આ ઉપકરણ વિશેની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે તેમાં સોલર પેનલ્સ હશે, જે સરળતાથી કપડાં પર મૂકી શકાય છે. નોટિંગધમ ટ્રેન્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કહે છે કે આ ઉપકરણ આંખો દ્વારા જોઇ શકાતું નથી. માત્ર અનુભવી શકાય છે. તમે તેને ધોઈ પણ શકો છો.



યૂનિવર્સિટીના પ્રોફેસર તિલક ડાયસનું કહેવું છે કે કપડામાં લગાવેલું આ ઉપકરણ ઇનોવેશન પાવર જનરેટ કરશે અને કાર્બન ઉત્સર્જનનું કામ કરશે, જેમા લોકોને ટેબલેટ અને ફોન ચાર્જ કરવામાં કોઇપણ પ્રકારના પ્લગ કે સર્કિટની જરૂર નહીં રહે.

ત્યાં ટીમનું કહેવું છે કે એક મોબાઇલ ફોન અથવા એક ફિટનેસ ટ્રેકર ચાર્જ કરવા માટે લગભગ 2000 પેનલની જરૂર હશે, પરંતુ ટીમની પાસે અત્યાર સુધી માત્ર 200 પેનલ જ હાજર છે. આમાં જો ટીમ 2000 પેનલને જોડે તો તમે કપડાથી પણ ફોન ચાર્જ કરી શકો છો. 
First published: December 17, 2018, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading