Home /News /tech /Year Ender 2021: 1 લાખ રૂપિયા સુધીમાં મળી રહી છે આ મોટરબાઇક્સ, જુઓ લિસ્ટ
Year Ender 2021: 1 લાખ રૂપિયા સુધીમાં મળી રહી છે આ મોટરબાઇક્સ, જુઓ લિસ્ટ
TVS એ તાજેતરમાં Raider સાથે 125-cc સ્કૂટર સેગમેન્ટમાં પર્દાપણ કર્યુ છે. (Photo: TVS Motor)
Bye Bye 2021 - વર્ષ 2021માં ભારતમાં ઓટો સેક્ટર (Auto Sector)ના વેચાણમાં ઘણા ઉતાર-ચઢાવ રહ્યા અને જાહેર પરીવહનમાં થયેલા વધારાએ પણ ખાનગી વાહનો (Private Vehicles)ની ખરીદીને અસર કરી
વર્ષ 2021માં ભારતમાં ઓટો સેક્ટર (Auto Sector)ના વેચાણમાં ઘણા ઉતાર-ચઢાવ રહ્યા અને જાહેર પરીવહનમાં થયેલા વધારાએ પણ ખાનગી વાહનો (Private Vehicles)ની ખરીદીને અસર કરી હતી. રેકોર્ડ અને આંકડાઓ પર નજર કરીએ તો, દેશમાં સૌથી સફળ ટૂ-વ્હિલર (Best Motorcycles in India) બેઝ કાં તો સ્કૂટર કાં તો કમ્યૂટ-ફ્રેન્ડલી (Commute Friendly) મોટરસાઇકલ સ્વરૂપે છે. તો આજે અમે તમને ભારતમાં ઉપલબ્ધ તે મોટરસાઇકલ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેની કિંમત રૂ. 1 લાખ (Motorcycles Under Rs.1 Lakh)થી પણ ઓછી છે.
TVS રેઇડર
TVS એ તાજેતરમાં Raider સાથે 125-cc સ્કૂટર સેગમેન્ટમાં પર્દાપણ કર્યુ છે. આ મોટરસાયકલ નિફ્ટી ફીચર્સ સાથે આવે છે, અનુકૂળ એન્જીન અને લૂક યુવાનોને આ મોડલ તરફ આકર્ષિક કરે છે. TVS Raider 125, 124.8cc BS6 એન્જિન દ્વારા સંચાલિત છે જે 11.2 bhpનો પાવર અને 11.2 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
બજાજ પલ્સર 125
જ્યારે રૂ. 1 લાખની અંદર મોટરસાયકલ ખરીદવાની વાત આવે ત્યારે બજાજ પલ્સર 125 આ લિસ્ટમાં જરૂર સામેલ રહે છે. 125 દરેક રીતે પલ્સર 150થી સમાન છે. તમને જે પણ 150માં મળશે તે બધી જ વસ્તુ 125માં છે, જેમ કે બોડી પેનલ્સ, ટાયર, ડિસ્ક બ્રેક, ચેસિસ, સસ્પેન્શન વગેરે. બંનેમાં માત્ર એટલો જ તફાવત છે કે ઇંધણની ટાંકી થોડી નાની છે અને પરિણામે 125 વજનમાં 4 કિલો હળવી છે.
બજાજ પલ્સર NS 125 એ કોમ્યુટર બાઇક છે, જે ભારતમાં શરૂઆતી કિંમત રૂ. 99,192માં ઉપલ્ધ છે. આ બાઇક એક જ વેરીએન્ટ અને 4 કલરમાં આવે છે. બજાજ NS 125માં 124.45cc BS6 એન્જીન છે, જે 11.6bhp પાવર અને 11Nm ટોર્ક જનરેટ કરે છે. આગળની ડિસ્ક અને પાછળના ડ્રમ બ્રેક્સ સાથે, બજાજ પલ્સર NS125 બંને વ્હીલ્સની કમ્બાઇન બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે. બજાજ NS 125નો વજન 144 કિલો છે અને 12 લિટરની કેપેસિટી વાળી ફ્યુલ ટેન્ક છે. પલ્સર NS125 કદાચ ભારતમાં ખરીદી શકાય તેવી સૌથી આધુનિક 125 સીસી છે.
Bajaj Pulsar NS 125. (Image: Bajaj)
હોન્ડા SP 125
આગળ વાત કરીએ તો, બજારમાં વેચાતી CB શાઇન SPમાંથી, SP 125 એ કંપનીના પોર્ટફોલિયોમાં HMSIની પ્રથમ BS6 મોટરસાઇકલ છે. મોટરસાઇકલ સમાન સિલુએટને ફોલો કરી છે, પરંતુ વધુ પ્રીમિયમ દેખાવ અને સાધનો સાથે Honda SP 125ના બે વેરિઅન્ટ બજારમાં છે, જેમાં આગળના ભાગમાં ડ્રમ બ્રેક અને ડિસ્ક બ્રેકનો સમાવેશ થાય છે.
Honda SP 125. (Honda 2Wheelers India)
Honda SP 125માં 124cc BS6 એન્જીન છે, જે 10.72bhp અને 10.9NM ટોર્ક જનરેટ કરે છે. બંને વેરીએન્ટમાં બંને વ્હિલ્સમાં કમ્બાઇન બ્રેકિંગ સિસ્ટમ છે. આ બાઇકનું વજન 117 કિલો છે અને 11 લિટર કેપેસિટી સાથેની ફ્યુલ ટેન્ક સાથે આવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર