Home /News /tech /

Year Ender 2021: Metaverseથી માંડીને Web3 સુધી, ટેક્નોલોજી જેના વિશે તમારે જાણવું જોઈએ

Year Ender 2021: Metaverseથી માંડીને Web3 સુધી, ટેક્નોલોજી જેના વિશે તમારે જાણવું જોઈએ

ટેક્નોલોજી જેના વિશે જાણવું જરૂરી.

Year Ender 2021: મહામારીના કારણે ઘરમાં બંધ થયેલા લોકોએ ટેક્નોલોજી (Technology) અને ડિજિટલ પ્લેફોર્મ્સ (Digital Platforms)નો ભરપૂર ઉપયોગ કર્યો.

  નવી દિલ્હી: વર્ષ 2021 દરેક ક્ષેત્ર માટે કંઇક નવા પરીવર્તનો (Changes in Year 2021) લાવ્યું. કોરોના મહામારી (Covid-19) વચ્ચે પણ વિશ્વએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને વિકાસનો પંથ ફરી વિકસાવ્યો. મહામારીના કારણે ઘરમાં બંધ થયેલા લોકોએ ટેક્નોલોજી (Technology) અને ડિજિટલ પ્લેફોર્મ્સ (Digital Platforms)નો ભરપૂર ઉપયોગ કર્યો. ગણતરીના જ દિવસોમાં વર્ષ 2021 પૂર્ણ થઇ જશે અને લોકો નવા વર્ષને વધાવશે. જો તમને 2021માં આવેલા બદલાવો વિશે ખ્યાલ નથી, તો અહીં તમે ટૂંકમાં ટેક્નોલોજી ક્ષેત્રના વિકાસની યાત્રા વિશે (Tech you Should Know) જાણી શકો છો.

  મેટાવર્સ

  મેટાવર્સ ઈમર્સિવ ડિજિટલ વાતાવરણનો સંદર્ભ આપે છે, જેને લોકો વર્ચ્યુઅલ રિયાલીટી અથવા ઓગમેન્ટ રિયાલિટી હેટસેટ્સ અથવા કમ્પ્યુટર સ્ક્રિન દ્વારા એક્સેસ કરી શકે છે. કેટલાક ટેક સીઈઓ દાવો કરી રહ્યા છે કે તે મોબાઈલ ઈન્ટરનેટનું ભવિષ્ય બનશે. આ વર્ષે માઈક્રોસોફ્ટથી મેચ ગ્રુપ સુધીની ટેક કંપનીઓના સીઈઓએ મેટાવર્સ બનાવવાના તેમના આયોજન પર ચર્ચા કરી છે. ઓક્ટોબરમાં, ફેસબુકે તેના નવા મેટાવર્સ ફોકસને દર્શાવવા માટે તેનું નામ મેટા રાખ્યું હતું.

  WEB3

  WEB3નો ઉપયોગ ઇન્ટરનેટના આગામી તબક્કાનું વર્ણન કરવા માટે થાય છે. આ મોડેલ કે જ્યાં યૂઝર્સ પ્લેટફોર્મ અને એપ્લિકેશન્સમાં માલિકીનો હિસ્સો ધરાવતા હશે. જે આજના ઇન્ટરનેટથી ઘણું અલગ હશે, જે Web2 તરીકે ઓળખાય છે. જેમાં ફેસબુક અને Google જેવી કેટલીક મોટી ટેક જાયન્ટ્સ પ્લેટફોર્મને નિયંત્રણે કરે છે.

  સોશિયલ ઓડિયો

  આ વર્ષે ટેક કંપનીઓએ સોશ્યલ ઓડિયો પર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તેમાં પણ કોરોના મહામારી વચ્ચે લાઇવ ઓડિયો કન્વર્ઝેશન ટૂલ્સ સૌથી વધુ ઉપયોગી સાબિત થયા હતા.

  NFT

  ડિજિટલ એસેટ Non-Fungible Tokens જેણે આ વર્ષે ભારે લોકપ્રિયતા મેળવી છે. જે બ્લોકચેન પર આધારિત કમ્પ્યુટર્સ નેટવર્ક પર રાખવામાં આવેલ વ્યવહારોનો રેકોર્ડ છે. માર્ચ મહિનામાં અમેરિકન કલાકાર બીપલની કૃતિ ક્રિસ્ટીઝ ખાતે લગભગ $70 મિલિયનમાં વેચાઈ હતી. જે ઓક્શન હાઉસ દ્વારા પ્રથમ વખત ભૌતિક સ્વરૂપમાં અસ્તિત્વમાં ન હોય તેવી કલાનું વેચાણ કરવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો: Quick reply: જો વધારે WhatsApp મેસેજ આવે છે તો બહુ કામ આવશે આ નવું ફીચર, જાણો વિગત

  વિકેન્દ્રીકરણ

  વિકેન્દ્રીકરણ અથવા કંપનીઓ અથવા સરકારો જેવી કેન્દ્રીય સત્તાઓ પાસેથી યુઝર્સના હાથમાં સત્તા અને કામગીરીનું ટ્રાન્સફર. હાલ ટેક ઉદ્યોગમાં મુખ્ય થીમ તરીકે ઉભરી રહ્યું છે. આવા ટ્રાન્સફર ઉદ્યોગો અને બજારોને કેવી રીતે સંગઠિત કરવામાં આવે છે, તેનાથી માંડીને પ્લેટફોર્મના કન્ટેન્ટ મોડરેશન જેવા કાર્યોને અસર કરી શકે છે.

  DAO (Decentralized autonomous organization)

  ડિસેન્ટ્રલાઇઝ્ડ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન (DAO) સામાન્ય રીતે તેના જ સભ્યોની માલિકીની ઈન્ટરનેટ કોમ્યુનિટી છે અને બ્લોકચેન ટેક્નોલોજી પર ચાલે છે. DAOs સ્માર્ટ કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરે છે. તાજેતરમાં જ ક્રાઉડ-ફન્ડેડ ક્રિપ્ટો-ગ્રુપ કોન્સ્ટિટ્યુશન DAOએ સોથેબી દ્વારા યોજાયેલી હરાજીમાં યુએસ બંધારણની દુર્લભ કોપી ખરીદવાનો પ્રયાસ કર્યો અને નિષ્ફળ ગયું હતું.

  STONKS

  હાલમાં જ STONKS હેડલાઇનમાં રહ્યું હતું, કારણ કે Reddit's WallStreetBets જેવા ફોરમમાં ભેગા થતા ઓનલાઈન વેપારીઓએ GameStop અને AMC સહિતના સ્ટોક્સ વધાર્યા હતા. આ વેપારીઓને "Apes" અથવા "ડાયમન્ડ હેન્ડ્સ" કહેવામાં આવે છે. જેઓ મોટા બજારના સ્વિંગ દરમિયાન હોદ્દા પર રહીને મેઇનસ્ટ્રીમ બન્યા હતા.

  આ પણ વાંચો: WhatsApp in 2021: આ છે વર્ષ 2021માં લોન્ચ કરાયેલા વોટ્સએપના શ્રેષ્ઠ ફીચર

  GAMEFI

  GAMEFI ગેમર્સને ઓનલાઇન વિડીયો ગેમ્સના માધ્યમ દ્વારા ક્રિપ્ટોકરન્સી કમાવાનો અવસર આપે છે. જેમાં પ્લેયર્સને લોકપ્રિય ગેમ એક્સી ઇન્ફિનિટીમાં લડાઈ જીતવા માટે મની ટોકન્સ આપવામાં આવે છે.

  અલ્ટકોઇન

  આ શબ્દ બિટકોઇન સિવાયની તમામ ક્રિપ્ટોકરન્સીને આવરી લે છે, જેમાં ઈથેરિયમનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ ભવિષ્યની નાણાંકીય વ્યવસ્થાનું કરોડરજ્જુ બનવાનો છે. ડોગેકોઇન, એક ડિજિટલ કરન્સી જે ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે.

  FSD બીટા

  ટેસ્લાએ તેના અપગ્રેડેડ ફુલ સેલ્ફ-ડ્રાઈવિંગ (FSD) સોફ્ટવેરનું ટેસ્ટ વર્ઝન બહાર પાડ્યું. જે ડ્રાઈવિંગ-આસિસ્ટન્સની સુવિધાઓ આપતી સિસ્ટમ છે. જોકે, હજુ પણ લોકોનું માનવું છે કે, તેમાં ડ્રાઇવરે હજું પણ ધ્યાન રાખવાની જરૂરિયાત રહે છે.

  આ પણ વાંચો: Year Ender 2021: એક વર્ષમાં ટ્વિટર કેટલું બદલાયું? આ નવા ફીચર્સ થયા સામેલ

  FABS

  ફેબ્સ એટલેક કે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ, આ વર્ષે જ ચર્ચાઓમાં આવ્યું હતું, કારણ કે આ વર્ષે કારથી લઈને ગેજેટ્સ સુધીની દરેક વસ્તુની વૈશ્વિક અછત માટે ફેબ્સની ચિપ્સની અછતને જવાબદાર ઠેરવવામાં આવી હતી.

  NET ZERO

  એક એવો શબ્દ જે આ વર્ષે જ ગ્લાસગોમાં COP26 UN આબોહવા મંત્રણાને કારણે લોકપ્રિય થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશ, કંપની અથવા ઉત્પાદને વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવો જોઇએ. આ સિવાય વૃક્ષો વાવી હવામાનમાં કાર્બનનું પ્રમાણ ઘટાડવા પર પણ ભારણ મુકાયું હતું.
  First published:

  Tags: Digital currency, Facebook, Meta, Year Ender 2021, ટેકનોલોજી

  આગામી સમાચાર