મુંબઇ. New Features in Twitter: વર્ષ 2021માં ટેક્નોલોજી જગતમાં પણ અનેક પરિવર્તનો (Changes in Technology in 2021)એ દસ્તક દીધી છે. ફેસબુકે પોતાનું નામ મેટા (Facebook to Meta) કર્યું તો વોટ્સએપ (WhatsApp) અને ટ્વિટર (Twitter) જેવી એપ્સમાં પણ અનેક નવા ફીચર્સ (New Features) યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યા. આ વર્ષે ટ્વિટરે સામેલ કરેલા અમુક ફીચર્સ યૂઝર્સને વધુ સુવિધા અને સુરક્ષા પુરી પાડશે. જોકે, કંપનીએ અમુક ફીચર્સને દૂર પણ કર્યા છે. તો ચાલો જાણીએ વર્ષ 2021ના અંત સુધીમાં ટ્વિટરમાં કેટલા ફીચર્સને (New Features in Twitter in 2021) સામેલ કરાયા.
ટ્વિટર સ્પેસિસ
આ ફીચરને ટ્વિટરે લાઇવ ઓડિયો માટે લોન્ચ કર્યું છે, જેનો ઉપયોગ કોઇ પણ વ્યક્તિ કરી શકે છે.
બર્ડવોચ
વર્ષ 2021માં ટ્વિટરે લોન્ચ કરેલા આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ ભ્રામક ટ્વિટ પર પ્રતિબંધ લગાવવાનો છે. આ ફીચ ટ્વિટર પર ફેલાતા ફેક ન્યૂઝ કે ફેક જાણકારી વિશે અલર્ટ કરે છે. જોકે, હાલ આ ફીચર માત્ર અમેરિકામાં ઉપલબ્ધ છે.
ન્યુ વેરીફિકેશન એપ્લીકેશન
આ ફીચર પર કંપનીએ ચાર વર્ષ સુધી કામ કર્યુ છે અને હાલ આ ફીચર સુવિધામાં આવ્યું છે. આ ફીચર આવ્યા બાદ બ્લૂ ટીક વેરીફિકેશન પહેલાની સરખામણીએ વધુ સરળ બન્યું છે અને તેને કોઇ પણ એપ્લાઇ કરી શકે છે.
ટીપ્સ
આ ફીચર દ્વારા યુઝર પોતાના મનપસંદ ક્રિએટરને પૈસા મોકલી શકે છે. આ એક સબ્સ્ક્રિપ્શન આધારિત ફીચર છે અને હાલ ભારતમાં ઉપલબ્ધ નથી.
ટ્વિટર બ્લૂ
સબ્સ્ક્રિપ્શન આધારિત સર્વિસ ટ્વિટરબ્લૂ દ્વારા યૂઝર્સને અંડૂ ટ્વિટ અને જાહેરાત વગર જ આર્ટિકલ વાંચવાની સુવિધા મળે છે. યૂએસમાં ઉપલબ્ધ આ ફીચરનો માસિક ચાર્જ રૂ. 2.99 ડોલર છે એટલે કે 222 રૂપિયા છે.
Revue સબ્સ્ક્રિપ્શન
આ ફીચર વિશે વાત કરીએ તો ટ્વિટરે આ માટે Revue હસ્તગત કરી છે અને તેની મદદથી તમે એડિટોરિયલ ન્યૂઝલેટર પ્રકાશિત કરી શકો છો.
સુપર ફોલોવ્સ
આ પણ કંપનીનું એક રેવન્યૂ ફીચર છે અને તેમાં કન્ટેન્ટ ક્રિએટર્સ તેના ફોલોવર્સને એક્સક્લુઝીવ કન્ટેન્ટ સબ્સ્ક્રિપ્શનના આધારે ઉપલબ્ધ કરાવી શકે છે. આ ફીચર હાલ માત્ર અમેરિકામાં છે.
લોન્ચ પહેલા જ ચર્ચામાં રહેલ આ ફીચર બાદમાં યુઝર્સમાં ખૂબ લોકપ્રિય થયું હતું. આ ફીચરને 37 ભાષાઓમાં લોન્ચ કરાયું છે અને તેને એન્ડ્રોઇડ-આઇઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપયોગમાં લઇ શકાય છે.
ફ્લીટ્સ
આ ફીચરને જાન્યુઆરીમાં લોન્ચ કરાયું હતું અને લોન્ચના 8 મહીના બાદ તેને બંધ પણ કરી દેવામાં આવ્યું. આ ફીચરમાં વોટ્સએપ સ્ટેટસની માફક કન્ટેન્ટ 24 કલાકમાં આપમેળે ગાયબ થઇ જતું હતું.
પેરીસ્કોપ
મે, 2021માં લોન્ચ થયેલ પેરીસ્કોપને પણ બાદમાં બંધ કરી દેવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું હતું કે, આ ફીચરનો ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યા ખૂબ ઓછી હતી. તેથી તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર