Ola અને Atherને ટક્કર આપવા આવી રહી છે Yamaha Neo ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો વિગતો
Ola અને Atherને ટક્કર આપવા આવી રહી છે Yamaha Neo ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો વિગતો
Yamaha Neo electric scooter
યામાહા (Yamaha)એ આ વર્ષે એપ્રિલમાં ડીલર મીટમાં બે ઈલેક્ટ્રિક સ્કૂટર Neo અને E01નું પ્રદર્શન કર્યું હતું. કંપની હવે નિયોને ભારતીય બજાર (Indian Market)માં ઉતારવાની તૈયારી કરી રહી છે.
Yamaha Electric Scooter Price and Features: ઇલેક્ટ્રિક સ્કૂટરની દુનિયામાં વધુ એક સ્કૂટરની એન્ટ્રી થવા જઈ રહી છે. વેટરન બાઇક નિર્માતા કંપની Yamaha ભારતમાં તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Yamaha Neo લોન્ચ કરવા જઈ રહી છે. યામાહાએ આ વર્ષે એપ્રિલમાં ડીલર મીટમાં બે ઈલેક્ટ્રિક સ્કૂટર Neo અને E01નું પ્રદર્શન કર્યું હતું. કંપની હવે નિયોને ભારતીય બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.
જો કે, આ ક્ષણે કંપની દ્વારા નિયો ઇલેક્ટ્રિક સ્કૂટરના લોન્ચ વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઇલેક્ટ્રિક સ્કૂટર આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે. યુરોપિયન માર્કેટમાં Yamaha Neoની કિંમત લગભગ 2.58 લાખ રૂપિયા છે. પરંતુ ભારતીય બજારમાં તે ઓછી કિંમતે ઓફર કરવામાં આવશે. આ સ્કૂટરને બે કલર ઓપ્શન મિલ્કી વ્હાઈટ અને મિડનાઈટ બ્લેકમાં ઓફર કરવામાં આવશે.
યામાહા નિયો પહેલેથી જ યુરોપિયન માર્કેટમાં હાજર છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બે રિમૂવેબલ બેટરી પેક 50.4 V, 19.2 Ah Li-ion આપવામાં આવ્યા છે. આ બેટરીઓ 2.5 kW ની ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલ છે. સ્કૂટર સિંગલ ચાર્જમાં 70 કિમીની રેન્જ આપે છે.
Yamaha Neo ને સ્લીક લુક આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે આ સ્કૂટરમાં ડિજિટલ LCD ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, સ્માર્ટ કી ઇન્ટિગ્રેશન, LED લાઇટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં 27-લિટર અંડરસીટ સ્ટોરેજ સહિત ઘણા સારા ફીચર્સ આપવામાં આવ્યા છે. યામાહા નિયોમાં સ્ટાન્ડર્ડ ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને પાછળનો મોનોશોક પણ છે.
યામાહા E01 ઇલેક્ટ્રિક સ્કૂટર
Yahama E01 ઈલેક્ટ્રિક સ્કૂટરને Neo કરતાં વધુ પાવરમાં ઑફર કરી શકાય છે. કંપનીનો દાવો છે કે E01 ઇલેક્ટ્રિક સિંગલ ચાર્જ પર 100 કિમીની રેન્જ આપી શકે છે. યામાહાના આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ત્રણ રાઇડિંગ મોડ ઉપલબ્ધ છે. તેની ટોપ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક છે.
Yamaha E01 e-scooter
તેને સામાન્ય ચાર્જરથી લગભગ 5 કલાકમાં અને ફાસ્ટ ચાર્જરથી 1 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ડ્યુઅલ ચેનલ ABS, ડ્યુઅલ રિયર સસ્પેન્શન, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ અને બેલ્ટ ડ્રાઇવ સિસ્ટમ જેવા ફીચર્સ જોવા મળશે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર