દુનિયાનો પહેલો 64MP કેમેરા ધરાવતો ફોન આવ્યો સામે, જુઓ પહેલી ઝલક

News18 Gujarati
Updated: July 23, 2019, 12:24 PM IST
દુનિયાનો પહેલો 64MP કેમેરા ધરાવતો ફોન આવ્યો સામે, જુઓ પહેલી ઝલક
શિયોમી વિશ્વની પહેલી એવી કંપની હશે, જે 64 મેગાપિક્સલનો કેમેરા ધરાવતો ફોન લોન્ચ કરશે, જુઓ તેના કેમેરાની ગુણવત્તા.

શિયોમી વિશ્વની પહેલી એવી કંપની હશે, જે 64 મેગાપિક્સલનો કેમેરા ધરાવતો ફોન લોન્ચ કરશે, જુઓ તેના કેમેરાની ગુણવત્તા.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શિયોમીના 64 મેગાપિક્સેલ ફોનને લઇને અનેક અફવાઓ આવી હતી. પરંતુ હવે કંપનીએ ખાતરી આપી છે કે તે 64 મેગાપિક્સલનો સ્માર્ટફોન બનાવવા પર કામ કરી રહી છે. એટલે કે, શિયોમી વિશ્વની પહેલી એવી કંપની હશે, જે 64-મેગાપિક્સલનો કેમેરા ફોન લોન્ચ કરશે.

ચીનની વેબસાઇટ Weibo પર શિયોમીએ એક પોસ્ટ જાહેર કરી છે, જેમા 64 મેગાપિક્સલ કેમેરાના ફોનની તસવીર જોવા મળે છે, પરંતુ ફોટોમાં એક બિલાડી જોવા મળે છે. તેની ઝુમ ગુણવત્તાને જોઈએ તો તેમા નાની નાની બારીક વસ્તુ પણ સરળતાથી જોઇ શકાય છે. કંપનીની આ પોસ્ટથી બીજી વસ્તુ પણ સ્પષ્ટ થઇ ગઇ છે કે આવનાર 64 એમપી ફોન 'રેડમી સીરીઝ' નો હશે.આ પણ વાંચો: Aadhaar અને PAN કાર્ડ પર અલગ- અલગ છે નામ, તો આવી રીતે સુધારો

આવો હશે 64MP કેમેરા

આ 64 મેગાપિક્સેલ કેમેરા ધરવાતો રેડમીના ફોનનું કોઇ નામ આપવામાં આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે સેમસંગના 64MP SOCELL Bright GW1 સેન્સર હશે. જેની જાહેરાત મે માં થઇ હતી. લોન્ચિંગ સમયે સેમસંગના આ સેન્સરની માહિતી આપી હતી.તેમા એક ફોર પિક્સેલ બિલિંગ ટેક્નોલૉજી હશે, જે 16 મેગાપિક્સલની ચાર તસવીરને મર્જ કરશે. આના માટે 0.8-micron સાથે સેન્સર પર ટેટ્રાસેલ ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં આપવામાં આવેલા કેમેરાના નમૂના મુજબ, કેમેરામાં ટોચની ઝૂમિંગ ટેકનીક હશે. પણ અલ્ટ્રા પિક્સેલ મોડ મળવવાની આશા છે.Samsung અને Realme પણ લાવી રહ્યાં 64MP ફોન

આ ઉપરાંત, સમાચાર એ છે કે સેમસંગ આગામી સમયમાં 64-મેગાપિક્સલનો કેમેરા ધરાવતા ગેલેક્સી એ શ્રેણીને લોન્ચ કરશે. તેવી જ રીતે રિયલમી ઇન્ડિયાના સીઈઓ માધવ સેઠે ગયા મહિને કંપનીના નવા ફોનના 64 મેગાપિક્સલનાં કેમેરા ફોનને લાવવા કહ્યું હતું.
First published: July 23, 2019, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading