રંગ લાવ્યું PM મોદીનું અભિયાન, ફોનમાં 'મેડ ઈન ઈન્ડિયા' પાર્ટ લગાવશે શાઓમી

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેક ઈન્ડિય ઈન્ડિયા અભિયાન રંગ લાવી રહ્યું છે. મોબાઈલ ફોન બનાવનાર ચાઈનિઝ કંપની શાઓમીએ ગુરૂવારે એક મોટી જાહેરાત કરી છે. શાઓમીએ કહ્યું છે કે, તેના મેડ ઈન ઈન્ડિયા ફોન્સમાં ભારતમાં બનેલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ્સ (pcb) લગાવવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે, આ વર્ષના ત્રિમાસીક ગાળા સુધી આ કામ કરી દેવામાં આવશે. શાઓમીએ ભારતમાં પોતાની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી (મોબાઈલ બનાવવાની ક્ષમતા) વધારવાની યોજના છે. શાઓમીના વાઈસ પ્રેસિડેન્ટ અને શાઓમી ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુ જેને કહ્યું છે, અમે ભારતમાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ બનાવવાનો નિર્ણય કર્યો છે. અમારો ટાર્ગેટ ભારતમાં બનનાર 100 ટકા ડિવાઈસમાં આ વર્ષના ત્રિમાસીક ગાળા દરમિયાન સ્થાનિક સ્તરે એસેમ્બલ થયેલ મોબાઈલમાં અહી બનાવેલ PCB લગાવવામાં આવે.

  ચાઈનિઝ કંપની શાઓમીએ હાલમાં ફોક્સકોન સાથે મળીને શ્રીપેરૂમ્બદૂરે નવી PCB (મોબાઈલ ફોનનું મધરબોર્ડ) એસેમ્બલી યૂનિટ લગાવી છે. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ્સ (PCB) કોઈપણ મોબાઈલનો મહત્વપૂર્ણ ભાગ હોય છે.

  પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ્સ (PCB)ની ફોન મેન્યૂફેક્ચરિંગ કોસ્ટમાં એક મોટો ભાગ હોય છે. એટલે કે, આ ખુબ જ મોંઘો કંપોનેન્ટ હોય છે. કેન્દ્ર સરકાર તરફથી સ્માર્ટફોનના કેટલાક મહત્વપૂર્ણ ભાગો પર 10 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લગાવ્યા બાદ કેટલીક કંપનીઓ ભારતમાં જ પ્રિન્ટેડ સર્કિતટ બોર્ડ્સ બનાવવાનું વિચારી રહી છે.

  શાઓમીના ભારતમાં સ્માર્ટફોન બનાવવા માટે બે એકમ છે, હવે કંપની વધુ ત્રણ યુનિટ ઓપન કરશે. આ એકમો આંધ્ર પ્રદેશની શ્રી સિટી અને તમિલનાડૂના શ્રીપેરૂમ્બરદૂરમાં ખોલવામાં આવી છે.

  શાઓમીના મનુ જેનનું કહેવું છે કે, કંપની ભારતમાં ચાર મહત્વપૂર્ણ વસ્તુઓ પર ધ્યાન આપી રહી છે. આ ચીજોમાં આફ્ટર સેલ, પ્રોડ્ક્ટની ક્વોલિટી સુનિશ્ચિત કરવી અને કંપનીના મોબાઈલની સપ્લાયને વધારવાનું સામેલ છે.
  Published by:Mujahid Tunvar
  First published: