શાઓમીની POCO બ્રાન્ડ એપલ, સેમસંગ અને વન પ્લસને પણ આપશે ટક્કર

News18 Gujarati
Updated: August 13, 2018, 12:11 AM IST
શાઓમીની POCO બ્રાન્ડ એપલ, સેમસંગ અને વન પ્લસને પણ આપશે ટક્કર
રિપોર્ટસ અનુસાર શાઓમી ભારતાં POCO બ્રાન્ડ અંતર્ગત પ્રથમ સ્માર્ટફોન POCO F1 લોન્ચ કરશે .

રિપોર્ટસ અનુસાર શાઓમી ભારતાં POCO બ્રાન્ડ અંતર્ગત પ્રથમ સ્માર્ટફોન POCO F1 લોન્ચ કરશે .

  • Share this:
ભારતમાં ગત થોડા વર્ષોની અંદર શાઓમીએ મિડ રેન્જ અને બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં સારો એવો નફો કર્યો છે અને સેમસંગ પાછળ છોડી દીધી છે. પરંતુ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં શાઓમીના ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યાં નથી. ભારતીય માર્કેટમાં એપલ, સેમસંગ અને વન-પ્લસ વર્તમાન રાઉન્ડમાં પ્રીમિયમ સ્માર્ટફોન કેટેગરી પર પ્રભુત્વ ધરાવે છે. પરંતુ હવે શોઓમી અહીં પ્રવેશવા માટે તૈયારી કરી લીધી છે.

POCO બ્રાન્ડ માટે કંપનીએ શાઓમીના પ્રોડક્ટ મેનેજર જય માનીને લીડ પ્રોડક્ટ મેનેજર બનાવ્યા છે. એક ટ્વીટમાં જયએ કહ્યું છે કે,’હું નાની ટીમ સાથે એક નવા પ્રોજેક્ટને લઇ ખુબ જ ઉત્સાહિત છું. આ અંતર્ગત એવા પ્રોડક્ટ બનાવી શકીશુ જેનું સપનું જોયુ છે, અમે આ પ્રોજેક્ટને POCO નામ આપ્યું છે..’

એક ઇન્ટરવ્યૂમાં શાઓમીના વાઇસ પ્રેસિડેન્ટ અને કંન્ટ્રી હેડ મનુ જૈનએ કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, જ્યારે અમે 20 હજાર રૂપીયા ઉપરના ડિવાઇસ લોન્ચ કરવા જોઇએ, કારણ કે લોકોને હવે અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છે. તે ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગ્રાહકોને હવે આ સેગ્મેન્ટમાં પણ અનેક પસંદગી કરવાની તક મળશે, કારણ કે, માર્કેટની સરેરાશ સેલિંગ પોઇન્ટ પણ ઉપર જઇ રહી છે.

રિપોર્ટસ અનુસાર શાઓમી ભારતાં POCO બ્રાન્ડ અંતર્ગત પ્રથમ સ્માર્ટફોન POCO F1 લોન્ચ કરશે . XDA ડેવલપર્સની રિપોર્ટ અનુસાર સર્ટિફિકેશનમાંથી એવું કંન્ફર્મ થયુ છે કે, સ્માર્ટફોનમાં ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામા આવશે અને તેમા ડ્યુઅલ કેમેરા હશે.  સ્માર્ટફોનના માર્કેટમાં હાઇ એન્ડ સ્માર્ટફોન રેન્જમાં શાઓમી ભારતીય બજારમાં અન્ય કંપનીઓની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
First published: August 13, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading