મોબાઈલ રસિકો! Xiaomi લાવી રહી છે 16GB રેમ અને 5G ટેક્નોલોજીથી સજ્જ ફોન

News18 Gujarati
Updated: January 14, 2020, 10:03 PM IST
મોબાઈલ રસિકો! Xiaomi લાવી રહી છે 16GB રેમ અને 5G ટેક્નોલોજીથી સજ્જ ફોન
Photo: Black shark 2

હેન્ડસેટ પહેલો એવો સ્માર્ટ ફોન હશે, જેમાં 16 જીબી રેમનો ઉપયોગ કરવામાં આવશે.

  • Share this:
Xiaomi Black Shark 3 5G phone with 16RAM - શિયોમી ટુંક સમયમાં પોતાનો નવો 5G સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે, આ ફોન 'બ્લેક શાર્ક 3' (black shark 3) હશે, જે 5G ટેક્નોલોજીથી સજ્જ હશે. જાણકારી માટે જણાવી દઈએ કે, આ શિયોમીની બ્લેક શાર્ક સિરીઝનો પ્રથમ સ્માર્ટફોન હશે, જે 16જીબી રેમ સાથે માર્કેટમાં આવશે.

જોકે, 5G કનેક્ટિવિટી આપનારુ તેનું એકલું ફ્યૂચર પ્રૂફ ફિચર નહી હોય. જીએસએમ એરિનાના શનિવારના રિપોર્ટ અનુસાર, હેન્ડસેટ પહેલો એવો સ્માર્ટ ફોન હશે, જેમાં 16 જીબી રેમનો ઉપયોગ કરવામાં આવશે.

ચીનની સર્ટિફિકેશન વેબસાઈટ miitએ આવનારા ફોનને સર્ટિફાઈ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, બ્લેક શાર્ક 3 ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્લસ ચિપસેટ અને 4000એમએચની બેટરીવાળો શાઓમી બ્લેક શાર્ક 2પ્રોની જગ્યા લેશે. રિપોર્ટનું માનીએ તો, નવી ડિવાઈસમાં પણ 4000એમએએચની બેટરી અને આજ પ્રકારના પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે.Mi Note 10 પણ થશે લોન્ચ - જોકે, હાલમાં તેની કોઈ જાણકારી નથી કે બ્લેક શાર્ક 3 ક્યારે લોન્ચ થશે, પરંતુ ખબર છે કે, કંપની ટુંક સમયમાં ભારતમાં 108 મેગાપિક્સલવાળો ફોન લાવી રહી છે. શિયોમી ચીનમાં પહેલા જ 108MP પેન્ટા કેમેરા (5 કેમેરાવાળો) સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે.

આ સિવાય એ પણ ખબર છે કે, કંપની આ વર્ષે પોતાનો નવું ઓપરેટિંગ સિસ્ટમ MIUI 12 લાવવાની તૈયારીમાં છે. તેને લઈ સિયોમીએ ઓફિશિયલ ટીઝર જાહેર કરી દીધુ છે. ચાઈનીજ વેબસાઈટ વીબો પર રીલિઝ કરવામાં આવેલા ટીઝરથી કન્ફર્મ કરવામાં આવ્યું છે કે, શિયોમીના પોપ્યુલર OSનું નવું વર્ઝન એન્ડ્રોયડ બેસ્ડ સ્માર્ટફોન માટે બનાવવામાં આવી રહ્યું છે. આ નવું સોફ્ટવેર ગત વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ થયેલા MIUI 11નું સક્સેસર હશે.
First published: January 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading