Home /News /tech /

આજે લોન્ચ થશે દુનિયાનો પહેલો 5G સ્માર્ટફોન, શાનદાર છે ફિચર

આજે લોન્ચ થશે દુનિયાનો પહેલો 5G સ્માર્ટફોન, શાનદાર છે ફિચર

Mi Mix3 એ વિશ્વનો પહેલો સ્માર્ટફોન હશે, જે 5જીને સપોર્ટ કરશે અને તેમાં 10 જીબી રેમ હશે.

Mi Mix3 એ વિશ્વનો પહેલો સ્માર્ટફોન હશે, જે 5જીને સપોર્ટ કરશે અને તેમાં 10 જીબી રેમ હશે.

    ચીનની કંપની શિયોમી (Xiaomi) 25 ઓકટોબરે તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન Mi Mix3 લોન્ચ કરવા જઇ રહી છે. હવે આ ફોનના જે ટીઝર અને લીક્સ આવ્યા છે.,
    આ વાતની પુષ્ટિ થઇ ગઇ છે. આ ઓલ સ્ક્રીન ડિઝાઇન અને સ્લાઇડિંગ કેમેરા વાળો ફોન હશે. શિયોમીના હાલમાં જ આવેલા અધિકારિક ટીઝર અનુસાર Mi Mix3
    દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન હશે, જે 5જીને સપોર્ટ કરશે અને તેમા 10 જીબી રેમ હશે.

    Mi Mix3 હશે વિશ્વનો પહેલો 5 જી મોબાઇલ

    શિયોમીએ પુષ્ટિ આપી છે કે Mi Mix3 એ વિશ્વનો પ્રથમ 5 જી મોબાઇલ ફોન હશે. ઉપરાંત, તે 10 જીબી રેમ સાથેનો પહેલો સ્માર્ટફોન હશે. ઓપ્પો પણ સમાન RAM સાથે સ્માર્ટફોન પર કામ કરી રહી છે. શિયોમીના પ્રમુખ લિન બિને તાજેતરમાં Mi Mix3નો એક ફોટો રજૂ કર્યો હતો.

    મોબાઇલમાં હશે 512 GB સ્ટોરેજ

    શિયોમીમાં મી મીક્સ3 માં ક્યુએચડી + રિઝોલ્યુશન સાથે સેમસંગની એમોલેડ ડિસ્પ્લે હશે. કંપનીએ 2018માં બીજી ફ્લેગશિપ સ્માર્ટફોનની જેમ
    એમઆઈ મિકસ 3 પણ કવોલમલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસરથી સંચાલિત થશે. 10 રેમ સાથે 512GB સ્ટોરેજ હશે. એવા અહેવાલો છે કે આ સ્માર્ટફોનમાં 20 મેગાપિક્સલ
    કેમેરો હશે.

    આટલી હશે Mi Mix3 ની પ્રારંભિક કિંમત

    શિયોમી Mi Mix3ને સ્ટાન્ડર્ડ મોડલ્સ અને પ્રીમિયમ આ બે પ્રકારોમાં રજૂ કરશે. પ્રીમિયમ વેરિઅન્ટમાં સિરામિક બેક હશે. અહેવાલો છે કે 6જીબી રેમ અને 64 જીબીભાવ સ્ટોરેજ વાળા મોડલની કિંમત 510 ડોલર (લગભગ 36,900 રૂપિયા), જ્યારે સિરામિક વેરિએન્ટની કિંમત 660 ડોલર (લગભગ 47, 500 રૂપિયા) 6gb રેમ અને 128 gb સ્ટોરેજ વાળા સ્ટાન્ડર્ડ મોડલની કિંમત 555 ડોલર (લગભગ 39,000) હશે, જ્યારે આ કેપેસિટી વાળા સિરામિક એડિશનની કિંમત 705 ડોલર ( લગભગ 50,700 રૂપિયા હશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Tech

    આગામી સમાચાર