આજથી બદલાઇ જશે Xiaomiના આ 20 સ્માર્ટફોન, જાણો તમે તો આ લિસ્ટમાં નથી ને..

News18 Gujarati
Updated: October 16, 2019, 10:33 AM IST
આજથી બદલાઇ જશે Xiaomiના આ 20 સ્માર્ટફોન, જાણો તમે તો આ લિસ્ટમાં નથી ને..
redmi k20 pro

શિયોમીએ કહ્યું છે કે 16 ઑક્ટોબર એટલે કે આજે શિયોમીનું સૌથી મોટું સૉફ્ટવેર અપડેટ MIUI 11 ભારતમાં લૉન્ચ થવા જઇ રહ્યું છે. આ નવા સૉફ્ટવેર અપડેટને કારણે યૂઝર્સોના શિયોમી ફોનમાં ઘણા ફેરફારો થશે.

  • Share this:
ચીનની સ્માર્ટફોન બ્રાન્ડ શિયોમી (Xiaomi)તેના યૂઝરો માટે મોટા સમાચાર લાવ્યું છે. ખરેખર, કંપનીએ જાહેરાત કરી છે કે 16 ઑક્ટોબર, એટલે કે, આજે શિયોમીનું સૌથી મોટું સૉફ્ટવેર અપડેટ MIUI 11 ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. આ નવા સૉફ્ટવેર અપડેટને કારણે યૂઝરના શિયોમી ફોનમાં ઘણા ફેરફારો થશે. કંપનીએ કહ્યું કે એમઆઈયુઆઈ 11 ના આગમન સાથે શિયોમી ફોનમાં વાઇડ ડાર્ક મૉડ અને નવા સાઉન્ડ વિકલ્પ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવશે.

શિયોમીએ સ્માર્ટફોનની સંપૂર્ણ યાદી બહાર પાડી છે જેમા આ નવા અપડેટ મળશે. જોકે કંપનીએ દરેક મૉડેલ માટે કોઈ તારીખ આપી નથી. એટલે કે, કયા ફોનને ક્યારે અપડેટ મળશે, તેની માહિતી હજી આવી નથી.

જાણો ફોનની સંપૂર્ણ યાદી.

-Poco F1
-Xiaomi રેડમી 7
-Xiaomi નોટ 7-Xiaomi રેડમી નોટ 7 પ્રો
-Xiaomi રેડમી કે 20 પ્રો

-Xiaomi રેડમી કે 20
-Xiaomi રેડમી 7 એ

આ પણ વાંચો: દિવાળી ઑફર: Xiaomiના આ ફોનને માત્ર 149 રુપિયામાં ખરીદો-Xiaom રેડમી 6
-Xiaom રેડમી નોટ 6 અને 6 પ્રો


-Xiaom રેડમી નોટ 5 અને 5 પ્રો
-Xiaom રેડમી એસ 2
-Xiaom રેડમી નોટ 8 અને 8 પ્રો

 આ પણ વાંચો: આટલો મોંઘો ફોન સસ્તામાં ખરીદવાની તક, મળશે 33 હજારનું ડિસ્કાઉન્ટ


-Xiaom રેડમી 5 પ્લસ
-Xiaom રેડમી 5
-Xiaom રેડમી 5 એ
-Xiaom રેડમી 4 એક્સ
-Xiaom રેડમી નોટ 5 એ

અનેક નવી સુવિધાઓ મળશે

નવા સૉફ્ટવેર અપડેટ પછી શિયોમી યૂઝર્સને નવી સુવિધાઓ સાથે વધુ ઇન્ટરફેસ મળશે. આ સાથે યૂઝરોને સ્મૂધ એનિમેશનનો અનુભવ પણ મળશે. શિયોમીના નવા સૉફ્ટવેર અપડેટ એમઆઈઆઈઆઈ 11 ની રજૂઆત સાથે શિયોમીના આ ફોનમાં સિસ્ટમ વાઇડ ડાર્ક મૉડ, નવી ડાયનામિક સાઉન્ડ ઇફેક્ટ્સ, ડાયનામિક ફોન્ટ સ્કેલિંગ, નવી રીમાઇન્ડર ફીચર્સ, Mi ગો ટ્રાવેલ અને Mi વર્ક સ્વીટ જેવી નવી સુવિધાઓ મળશે.

 
First published: October 16, 2019, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading