Xiaomi યૂઝર્સને લાગશે ઝાટકો, જુના સ્માર્ટફોન આવશે આ પ્રોબ્લમ

શાઓમી તેનાં ગ્રાહકોને મોટો ઝાટકો આપતા જાહેરાત કરી છે કે તેમનાં 10 જુના સ્માર્ટફોન miui 11ને અપડેટ નહીં મળે. એટલે તમામ સ્માર્ટફોન જુના યૂઆઇ પર જ કામ કરશે.

શાઓમી તેનાં ગ્રાહકોને મોટો ઝાટકો આપતા જાહેરાત કરી છે કે તેમનાં 10 જુના સ્માર્ટફોન miui 11ને અપડેટ નહીં મળે. એટલે તમામ સ્માર્ટફોન જુના યૂઆઇ પર જ કામ કરશે.

  • Share this:
    ટેક્નોલોજી ડેસ્ક: શાઓમીએ તેનાં જૂનાં યૂઝર્સને ઝાટકો આપતાં એક નવી માહિતી શેર કરી છે. શાઓમીએ મી ફોર્મ પર જાણકારી આપી છે કે રેડમી સીરીઝનાં 7 જુનાં સ્માર્ટફોન પર મીયૂઆઇને અપગ્રેડ નહીં મળે. તેનો અર્થ છે કે આ સાત સ્માર્ટફોન પર miui 11નું અપડેટ નહીં મળે. તેને સ્માર્ટફોનનાં ઉપયોગ કરનારાઓને miui 10થી જ કામ ચલાવવું પડશે.

    miui 11નાં અફડેટ વગર યૂઝર્સને એડ રિમૂવ કરવાનું ફીચર નહીં મળે. પણ શાઓમીનાં આ સ્માર્ટફોનને એન્ડ્રોઇડ સિક્યોરિટી અપડેટ મળતી રહેશે. જોકે કંપનીએ આ અંગે કોઇ જ ઓફિશિયલ નિવેદન જાહેર કર્યુ નથી. કંપનીએ લિસ્ટમાં ત્રણ નવાં સ્માર્ટફોનનાં નામ પણ જોડ્યા છે.

    શાઓમી રેડમી 6,રેડમી 6A, રેડમી વાય2, રેડમી 4, રેડમી 4A, રેડમી નોટ 4, રેડમી 3S, રેડમી 3X, રેડમી નોટ 3 અને રેડમી પ્રો સ્માર્ટપોનને આ નવાં અપડેટ નહીં મળે. આ સ્માર્ટફોન યૂઝર્સને જુના UI પર જ કામ ચાલશે.

    આ પણ વાંચો-OPPOએ નવો A5s સ્માર્ટફોન કર્યો લોન્ચ, કિંમત છે માત્ર 9,990 રુપિયા

    ઉલ્લેખનીય છે કે, કંપની આ વર્ષની શરુઆતમાં રેડમી નોટ 7 સીરીઝ લોન્ચ કરી છે. કંપની એક સ્માર્ટફોન પર વદુ ફોકસ કરી રહ્યા છે. આ જુના સ્માર્ટફોનમાં miui અપડેટ હટાવી દેવામાં આવ્યા છે. શાઓમી 24 એપ્રિલનાં નવાં સ્માર્ટફોન લોન્ચ કરવાનું છે. આ સ્માર્ટફોન વાય3 હશે જેમાં કંપની 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપશે. આ સ્માર્ટફોનને કંપની સતત ટીઝ કરી રહી છે.

    આ પણ વાંચો-મોટર શો મા રજૂ કરાઇ ઇલેક્ટ્રિક કાર, જોઇને રહી જશો દંગ
    Published by:Margi Pandya
    First published: