Xiaomi તેની વર્ષગાંઠ પર લોન્ચ કરી રહી છે આ પાંચ પ્રોડક્ટ્સ

Xiaomi તેની વર્ષગાંઠ પર લોન્ચ કરી રહી છે આ પાંચ પ્રોડક્ટ્સ
શિયોમી તેમના પાંચ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરશે.

શિયોમી પાંચ વર્ષના અવસર પર ભારતમાં કેટલીક નવી પ્રોડ્કટ લઇને આવી રહી છે. આગામી મહિને કંપની બે થી ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: ચીનની સ્માર્ટફોન ઉત્પાદક શિયોમી પાંચ વર્ષ પૂર્ણ કરશે. આ પ્રસંગે કંપની ઉજવણીની તૈયારીમાં છે. શિયોમી ઇન્ડિયાના વડા મનુ જૈને એ એક વીડિઓ પોસ્ટ કર્યો. તેમાં તેઓ કહે છે કે Redmi K20 Pro એ વિશ્વમાં સૌથી ઝડપી સ્માર્ટફોન છે અને સાથે જ રેડમી કે 20 લોન્ચ થશે. શિયોમીની પાંચમી વર્ષગાંઠના પ્રસંગે પાંચ પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે.

    શિયોમી આગામી મહિને ભારતમાં રેડમી કે 20 અને રેડમી કે 20 પ્રો લોન્ચ કરશે. એમઆઈ ટ્રીમરની જાહેરાત થઈ ચુકી છે. જોકે કંપનીએ આ બે સ્માર્ટફોન્સની લોન્ચિંગ તારીખ વિશે કંઇ કહ્યું નથી. આ ઉપરાંત પાંચ ઉત્પાદનો શું હશે, તે કંપની ટૂંક સમયમાં તેમની જાહેરાત કરશે.



    અહેવાલો અનુસાર, કંપની રેડમી કે 20 અને રેડમી કે 20 પ્રો સાથે રેડમી 7 એ પણ લોન્ચ કરી શકે છે. તાજેતરમાં જ કંપનીએ ચીનમાં એમઆઈ બેન્ડ 4 લોન્ચ કર્યો છે, તેથી એવી અપેક્ષા છે કે કંપની ભારતમાં પણ આ નવી ફિટનેસ બેન્ડને લોન્ચ કરે.

    આ પણ વાંચો : ખૂબ ઓછી કિંમતમાં લોન્ચ થયા huaweiના આ ત્રણ સ્માર્ટફોન



    શિયોમીએ અન્ય બજારોમાં રેડમી 7 એને લોન્ચ કરી દીધો છે. Xiaomi આગામી મહિને Redmi K20, Redmi K20 પ્રો Redmi 7A, MI બેન્ડ 4 લોન્ચ કરી શકે છે.



    Xiaomi એક એવી સ્માર્ટફોન કંપની બની ગઇ છે, તેને માત્ર મોબાઇલ ફોન જ લોન્ચ કર્યા નથી, પણ એર પ્યૂરિફાયર, સ્માર્ટ ટીવી, સુરક્ષા કેમેરા, રાઉટર, શૂઝ સહિત, સામાન જેવી પ્રોડક્ટ લોન્ચ કરી દીધી છે. થોડા સમય પછી કંપની ચીનમાં વેચાઈ રહેલા લાઇફસ્ટાઇલ ઉત્પાદનોની શ્રેણીને વિસ્તૃત કરી શકે છે.
    First published:June 25, 2019, 12:45 pm

    टॉप स्टोरीज