આ તારીખે લોન્ચ થશે દુનિયાનો સૌથી ઝડપી સ્માર્ટફોન
News18 Gujarati Updated: July 1, 2019, 4:25 PM IST

Redmi K20 માં સ્નૈપડ્રૈગન 730 પ્રોસેસર અને Redmi K20 Pro માં સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર છે.
15 જુલાઇ પહેલાં ભારતમાં Redmi K20 અને Redmi K20 Pro પરથી પડદો ઉઠી જશે. હાલ તેની કિંમતને લઇને કોઇપણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
- News18 Gujarati
- Last Updated: July 1, 2019, 4:25 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ચીનની સ્માર્ટફોન ઉત્પાદક શિયોમી પાંચ વર્ષ પૂર્ણ કરશે. આ પ્રસંગે કંપની ઉજવણીની તૈયારીમાં છે. શિયોમી ઇન્ડિયાના વડા મનુ જૈને એ એક વીડિઓ પોસ્ટ કર્યો. તેમાં તેઓ કહે છે કે Redmi K20 Pro એ વિશ્વમાં સૌથી ઝડપી સ્માર્ટફોન છે અને સાથે જ રેડમી કે 20 લોન્ચ થશે. શિયોમીની પાંચમી વર્ષગાંઠના પ્રસંગે પાંચ પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે.
મે મહિનામાં શિયોમીએ ચીનના બજારમાં Redmi K20 અને Redmi K20 Pro ને લોન્ચ કર્યો હતો. હવે આ ફોનને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. શિયોમી ઇન્ડીયાના મેનેજિંગ ડાયરેક્ટર અને કંપનીના ગ્લોબલ વાઇસ પ્રેસિડેંટ મનુ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે એ નક્કી છે કે 15 જુલાઇ પહેલાં ભારતમાં આ બંને સ્માર્ટફોન પરથી પડદો ઉઠી જશે. હાલ તેની કિંમતને લઇને કોઇપણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી. Redmi K20 માં સ્નૈપડ્રૈગન 730 પ્રોસેસર અને Redmi K20 Pro માં સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર લાગેલું છે.
Redmi K20 Pro
તેના 4 વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. 6GB+64GB વેરિએન્ટની કિંમત 25,200 રૂપિયા, 6GB+128GB વેરિએન્ટની કિંમત 28,200 રૂપિયા અને 8GB+256GB વેરિએન્ટની કિંમત 30200 રૂપિયા છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Redmi K20 Pro માં 6.39 ઇંચની ફૂલ એચડી AMOLED ડિસ્પ્લે છે. તેમાં 20 મેગાપિક્સલનો પોપ અપ સેલ્ફી કેમેરા લાગેલો છે. 48MP+13MP+8MP નો ટ્રિપલ રિયર કેમેરા લાગેલો છો. તેની બેટરી 400mAh ની છે.
Redmi K20
તેના બે વેરિએન્ટ છે. શરૂઆતી 6GB+64GB વેરિએન્ટની કિંમત 20000 રૂપિયા અને 6GB+128GB વેરિએન્ટની કિંમત 21000 રૂપિયા છે. તમને જણાવી દઇએ કે Redmi K20 Pro ને ભારતમાં Poco F2 ના નામથી લોન્ચ કરવામાં આવશે. તેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 730 પ્રોસેસર લાગેલું છે. રિયર કેમેરા 48 મેગાપિક્સલ છે. 20 મેગાપિક્સલનો પોપ અપ સેલ્ફી કેમેરા છે. બેટરી 4000mAh ની છે.

શિયોમીએ અન્ય બજારોમાં રેડમી 7 એને લોન્ચ કરી દીધો છે. Xiaomi આ મહિનામાં Redmi K20, Redmi K20 પ્રો Redmi 7A, MI બેન્ડ 4 લોન્ચ કરી શકે છે.