Xiaomi આજે લોંચ કરશે હીરા જડિત Redmi K20 Pro, કિંમત રૂ. 4,80,000

રેડમી ઇન્ડિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, Redmi K20 Proનું સ્પેશિયલ વેરિએન્ટ 17 જુલાઇના રોજ લોંચ થશે.

News18 Gujarati
Updated: July 17, 2019, 10:52 AM IST
Xiaomi આજે લોંચ કરશે હીરા જડિત Redmi K20 Pro, કિંમત રૂ. 4,80,000
કંપનીએ ટ્વિટ કરેલી તસવીર
News18 Gujarati
Updated: July 17, 2019, 10:52 AM IST
શિયોમી આજે ભારતમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Redmi K20 Pro અને K20 લોંચ કરવા માટે તૈયાર છે. કંપનીએ લોંચ પહેલા જ જાણકારી આપી છે કે આ ફોન સાથે K20 Pro સ્પેશિયલ વેરિએન્ટ પણ લોંચ કરવામાં આવશે, જેની કિંમત 4 લાખ 80 હજાર (4,80,000) રૂપિયા હશે.

રેડમી ઇન્ડિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, Redmi K20 Proનું સ્પેશિયલ વેરિએન્ટ 17 જુલાઇના રોજ લોંચ થશે. કંપનીએ ટ્વિટમાં તેની તસવીર પણ પોસ્ટ કરી છે. તસવીરમાં ફોનની પાછળની બાજુમાં ગોલ્ડ ફિનિશિંગ જોઈ શકાય છે. પાછળના ભાગે ડાયમંડ જડેલો K અક્ષર લખવામાં આવ્યો છે.

આના પર શિયોમી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુ કુમાર જૈને ટ્વિટ કર્યું કે, "બહુ બધુ અદભૂત આવવાનું છે, તમારો શ્વાસ રોકીને રાખજો."



જોકે, હાલ એવી કોઈ જાણકારી નથી આપવામાં આવી કે K20 અને K20 Pro સાથે આ ખાસ ફોન યૂઝર્સ માટે રજૂ કરવામાં આવશે કે પછી આ ફોન ફક્ત બતાવવા માટે હશે. K20 Pro અને K20 ફોન ચીનમાં પહેલા જ લોંચ કરી દેવામાં આવ્યા છે. ભારતમાં K20 સીરીઝના ફોન બુધવારે બપોરે 12 વાગ્યે લોંચ થશે.


રેડમી K20 Pro અને K20ની ખાસિયતો

ચીનમાં લોંચ થયેલા K20 અને K20 Proમાં 6.39 ઇંચની ફૂલ એચડી પ્લસ AMOLED પેનલ છે. જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. જેમાં 91.9% સ્ક્રિન ટૂ બોડી રેશિયો સામેલ છે. Redmi K20 Proના પ્રોસેસરની વાત કરવામાં આવે તો Qualcomm Snapdragon 855 પ્રોસેસર છે. સાથે જ ફોન Adreno 616 GPU સપોર્ટ કરે છે. ગેમિંગના પર્ફોર્મન્સને વધારે સારું બનાવવા માટે ખાસ સોફ્ટવેર ફિચર Game Turbo 2.0 આપવામાં આવ્યું છે.
First published: July 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...