OMG: હવે Xiaomi લોન્ચ કરશે 100 મેગાપિક્સેલ કેમેરાવાળો ફોન

News18 Gujarati
Updated: August 9, 2019, 11:13 AM IST
OMG: હવે Xiaomi લોન્ચ કરશે 100 મેગાપિક્સેલ કેમેરાવાળો ફોન
શિયોમી દુનિયાની પહેલી સ્માર્ટફોન કંપની બની ગઇ છે જેને 100 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોનનો દાવો કર્યો છે.

શિયોમી દુનિયાની પહેલી સ્માર્ટફોન કંપની બની ગઇ છે જેને 100 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોનનો દાવો કર્યો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શિયોમી એક નવી ફ્લેગશિપ સ્માર્ટફોન પર કામ કરી રહી છે જેમાં 100 મેગાપિક્સલનો કેમેરો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શિયોમી ઇન્ડિયાના એમડી મનુ કુમાર જૈને ટ્વિટર પર તેની પુષ્ટિ કરી છે. કંપની આ વર્ષના અંત સુધીમાં 64 મેગાપિક્સલનો ફોન લાવવાની છે અને ત્યારબાદ 100 મેગાપિક્સલનો ફોન લોન્ચ કરશે.

શિયોમીના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ અને શિયોમી ઇન્ડિયાના હેડ મનુ કુમાર જૈને કહ્યું છે કે કંપની 100 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. તેમણે એક ટ્વીટ કરીને લખ્યું છે કે અમે 100 મેગાપિક્સલનાં કેમેરા ફ્લેગશિપ ફોન પર કામ કરી રહ્યા છીએ. 2019ની શરૂઆતમાં અમે 48 મેગાપિક્સલ લોન્ચ કર્યો અને હવે તે તમામ ફ્લેગશિપ્સમાં આપવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં જ અમે ફરી એકવાર 64 મેગાપિક્સલનાં કેમેરા સાથે આવીશું. ત્યારબાદ 100 મેગાપિક્સેલ્સ'

આ પણ વાંચો: Galaxy Note 10 અને Note 10+નું પ્રી-બૂકિંગ શરુ, મળશે કેશબેક




આ પણ વાંચો: Amazon સેલમાં આ પ્રોડક્ટ પર મળી રહ્યું છે 80% સુધી ડિસ્કાઉન્ટ

સેમસંગ અને રિયલમી પણ 64 મેગાપિક્સલ કેમેરા સાથે સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે, પરંતુ હવે શિયોમી 100 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોનનો દાવો કરનારી વિશ્વની પ્રથમ સ્માર્ટફોન કંપની બની છે.

સેમસંગ પણ ગેલેક્સી એ-સિરીઝ સ્માર્ટફોન પર 64-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો લાવશે. રિપોર્ટ અનુસાર કંપની ગેલેક્સી એ -70 માં 64 મેગાપિક્સલનો કેમેરો આપશે. જો કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની Mi Mix 4માં 108-મેગાપિક્સલનો સેમસંગ આઈસોકેલ સેન્સરનો ઉપયોગ કરશે. પરંતુ કંપની ક્યારે તેનો પ્રારંભ કરશે તે અંગે કોઇ સમય જણાવ્યો નથી.
First published: August 9, 2019, 11:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading