Home /News /tech /Xiaomi Super Sale: શાઓમી સુપર સેલ શરુ, અહીં જાણો ફોન, ટીવી અને લેપટોપ પર બેસ્ટ ઓફર્સ

Xiaomi Super Sale: શાઓમી સુપર સેલ શરુ, અહીં જાણો ફોન, ટીવી અને લેપટોપ પર બેસ્ટ ઓફર્સ

શાઓમી સુપર સેલ ભારતમાં કસ્ટમર્સ માટે લાઇવ થઈ ગઈ છે.

Xiaomi Super Sale: શાઓમી સુપર સેલ ભારતમાં કસ્ટમર્સ માટે લાઇવ થઈ ગઈ છે. કંપનીની વેબસાઇટ પર આ સેલ 9 મે સુધી ચાલશે. આ દરમિયાન કસ્ટમર્સ સ્માર્ટફોન, લેપટોપ, ટીવી વગેરે પર ભારે ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે.

    Xiaomi Super Sale: જો તમે ઓછા બજેટમાં સ્માર્ટફોન, ટીવી કે પછી લેપટોપ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે. હાલમાં શાઓમી સુપર સેલ (Xiaomi Super Sale) ભારતમાં કસ્ટમર્સ માટે લાઇવ કરવામાં આવ્યું છે. આ સેલ કંપનીની વેબસાઇટ પર 9 મે સુધી ચાલશે. સેલ દરમિયાન કસ્ટમર્સ સ્માર્ટફોન, લેપટોપ, ટીવી વગેરે પર ભારે ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે.

    શાઓમીના આ ઓનલાઇન સુપર સેલ દરમિયાન કંપનીનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન, Redmi Note 11 ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર ઉપલબ્ધ થશે. શાઓમી સુપર સેલ દરમિયાન શાઓમી, Redmi Note 11 Pro+ 5G પર 2,000 રૂપિયાની છૂટ પણ આપી રહ્યું છે.

    આ પણ વાંચો: શરુ થયું વોટ્સએપ રિએક્શન ફીચર, જાણો કઈ રીતે ઉપયોગ કરવો

    ડિસ્કાઉન્ટેડ કિંમત પર ખરીદી શકો છો શાઓમી અને રેડમીના પ્રોડક્ટ્સ

    શાઓમી સુપર સેલ દરમિયાન કસ્ટમર્સ શાઓમી અને રેડમીના પ્રોડક્ટ્સને ડિસ્કાઉન્ટેડ કિંમત પર ખરીદી શકે છે. ઉદાહરણ તરીકે, Redmi Note 11 ને 10,749 રૂપિયાથી ઓછામાં ખરીદી શકાય છે.રાહત ભાવમાં 1,000 રૂપિયાની પ્રીપેડ છૂટ સામેલ છે જેનો ચેકઆઉટ કરતી વખત ક્લેમ કરી શકાય છે.

    - Redmi Note 11 Pro+ 5G, જે વર્તમાનમાં નોટ 11 સિરીઝ હેઠળ ટોપ-એન્ડ સ્માર્ટફોન છે, તેને 18,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોન 6GB રેમ ઓપ્શન માટે 20,999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે આવે છે.

    - તમે રેડમીના પહેલા 5G સ્માર્ટફોન Redmi Note 10T 5G ને પણ 10,249 રૂપિયામાં ખરીદી શકો છો. કંપની 2,000 રૂપિયાનું પ્રીપેડ ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેનો લાભ ચેકઆઉટ કરતી વખતે ઉઠાવી શકાય છે.

    આ પણ વાંચો: આ છે ઓછા બજેટમાં જોરદાર પરફોર્મન્સ આપનારા દુનિયાના ટોપ 10 સ્માર્ટફોન, શું તમે ખરીદ્યા?

    30,999 રૂપિયામાં RedmiBook 15 ખરીદો

    કંપનીનું ભારતમાં પહેલું લેપટોપ RedmiBook 15 તમે 30,999 રૂપિયાની ઓફર કિંમતમાં ખરીદી શકો છો. કંપની અન્ય ઓફર્સ ઉપર 500 રૂપિયાના ડિસ્કાઉન્ટ કૂપન આપી રહી છે. જો તમે વધુ પ્રીમિયમ લેપટોપ ઇચ્છો છો, તો Mi Notebook Ultra પસંદ કરી શકો છો. સેલ દરમિયાન તેની કિંમત 50,499 રૂપિયા છે.

    10,249 રૂપિયામાં ખરીદો સ્માર્ટ ટીવી

    શાઓમી સુપર સેલ દરમિયાન Redmi Smart TV 32 HD તમે 10,249 રૂપિયામાં ખરીદી શકો છો. શાઓમી લાસ્ટ જનરેશનના Mi TV 4A 32-ઇંચ મોડલને પણ 13,249 રૂપિયામાં આપી રહ્યું છે. ઓફરની કિંમતમાં 750 રૂપિયાનું પ્રીપેડ ડિસ્કાઉન્ટ સામેલ છે. જો તમે 50 ઇંચનું ટીવી ઇચ્છો છો, તો Mi TV 4X જોઈ શકો છો, જેની કિંમત 26,999 રૂપિયા છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Xiaomi Mi TV, Xiaomi Phone, Xiaomi Sale, Xiaomi Smart TV, Xiaomi Smartphones

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन