સેમસંગ, એપલના નહીં પણ આ ફોનના દીવાના છે ભારતીય, એક દિવસમાં 55 હજાર લોકો ખરીદે છે તેને

IDC 2019 ના અહેવાલના હવાલે કંપનીએ કહ્યું છે કે જુલાઈ 2014થી ત્રીજા ક્વાર્ટરને લઇને જુલાઈ 2019 સુધીમાં કંપનીએ દેશભરમાં 10 કરોડ સ્માર્ટફોન વેચ્યા છે.

News18 Gujarati
Updated: September 8, 2019, 10:37 AM IST
સેમસંગ, એપલના નહીં પણ આ ફોનના દીવાના છે ભારતીય, એક દિવસમાં 55 હજાર લોકો ખરીદે છે તેને
એક દિવસમાં 55 હજાર લોકો ખરીદે છે આ ફોનને
News18 Gujarati
Updated: September 8, 2019, 10:37 AM IST
શિયોમી ભારતીયોની પહેલી પસંદ બની છે. શિયોમીએ જાહેરાત કરી છે કે છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ 10 કરોડ સ્માર્ટફોન વેચ્યા છે. શિયોમી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ વી.પી. મનુ જૈને 10 કરોડ સ્માર્ટફોન યૂઝર્સનો આભાર માન્યો છે. તેમણે વચન આપ્યું છે કે લોકોને આગળ પણ ઉત્તમ અનુભવ મળવાનો ચાલુ રહેશે.

કંપનીએ ટ્વીટ કર્યું છે કે અમે 5 વર્ષમાં 10 કરોડ સ્માર્ટફોન વેચ્યા છે. અમારા ફોન્સ દર વર્ષે 2 કરોડ, દર મહિને 1 કરોડ 67 લાખ, દરરોજ 55 હજાર, દર કલાકે 2.3 હજાર, દર મિનિટે 38 ફોન્સ અને દર સેકન્ડમાં 2 ફોન વેચાય છે. આને કારણે કંપની ભારતના સ્માર્ટફોન સેગમેન્ટમાં સતત આઠ ક્વાર્ટરમાં નંબર -1 પર છે.શિયોએ કહ્યું છે કે રેડમી 6 એ અને રેડમી નોટ 7 પ્રો 2019ના બીજા ક્વાર્ટરમાં સૌથી વધુ વેચનારા સ્માર્ટફોન રહ્યા છે.

આ પણ વાંચો: બાળકે Online Game રમવા માટે પિતાને 35 હજાર રૂપિયાનો ચૂનો લગાડ્યો!


Loading...

આઈડીસી 2019ના અહેવાલને ટાંકીને કંપનીએ કહ્યું છે કે જુલાઈ 2014થી ત્રીજી ક્વાર્ટરને લઇને જુલાઈ 2019 સુધીમાં કંપનીએ દેશભરમાં 10 કરોડ સ્માર્ટફોન વેચ્યા છે.આ પણ વાંચો: શું છે Reliance JioFiber? જાણો કેવી રીતે બુકિંગ કરાવશો

પ્રથમ સેલમાં Redmi Note 8 Proપ્રોનું વેચાણ


ચીનમાં રેડ્મી નોટ 8 પ્રોના પહેલા સેલમાં 3 લાખ યુનિટ વેચાયા હતા. રેડ્મીના સીઈઓ લૂ વેઇબિંગે સોશિયલ નેટવર્કિંગ સાઇટ વીબો પર 3 લાખ યુનિટ વેચવાની જાહેરાત કરી હતી. ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર રેડમી નોટ 8માં આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4,000 એમએએચની બેટરી છે, જે 18 ડબલ્યૂ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત આ ફોનમાં 6.3 ઇંચની ડોટ નોચ ડિસ્પ્લે છે.
First published: September 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...