2020માં શિયોમીના તમામ સ્માર્ટફોનમાં હશે 5G ટેક્નોલોજી

પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2020 માં લોન્ચ થનારા શિયોમીના તમામ સ્માર્ટફોનમાં 5જી કનેક્ટિવિટી હશે.

 • Share this:
  ચાઇના મોબાઇલ ગ્લોબલ પાર્ટનરની કોન્ફર્ન્સમાં શાઓમીના સીઇઓ લે જૂને જાહેરાત કરી છે કે વર્ષ 2020 માં લોન્ચ થનારા શિયોમીના તમામ સ્માર્ટફોનમાં 5જી કનેક્ટિવિટી હશે. આ સિવાય તેમને જણાવ્યું કે કંપનીના દરેક ફોનની કિંમત 20,000 થી વધુ હશે. ઉલ્લેખનીય છે કે શિયોમી ડોમેસ્ટિક માર્કેટમાં પહેલા જ પોતાનો 5જી સ્માર્ટફોન ઉતારી ચૂકી છે. તેણે ગત મહિને જ 5જી સપોર્ડેટ એમઆઇ સીસી 9 પ્રોને લૉન્ચ કર્યો હતો.

  કંપનીનું કહેવું છે કે આવનારા વર્ષમાં ચીની બ્રાંડ શિયોમી 5જીની સાથે 10 સ્માર્ટફોન માર્કેટમાં ઉતારશે. તમને જણાવી દઇએ કે 5 જી ટેકનોલોજી હાલ ખાલી ફ્લેગશિપ અને મોંઘા સ્માર્ટફોનમાં જ હાજર છે. પણ શિયોમી ઇચ્છે છે કે આ ટેકનોલોજી મિડ રેન્જ અને પોકેટ ફ્રેન્ડલી કેટેગરી માટે ડેવલોપ કરવામાં આવે. વર્તમાનમાં શિયોમી પોર્ટફોલિયોમાં Mi Mix 3 5g, mi 9 pro 5g જે ખાલી ચાઇનામાં જ લોન્ચ કરવામાં આવ્યા છે તેનો સમાવેશ થાય છે. કંપનીએ Mi Mix આલ્ફાના ખાલી 500 યુનિટ્સ જ બનાવ્યા છે. જે પણ ચાઇનામાં લોન્ચ કરવામાં આવ્યો છે.

  હાલ મીડિયાટેકની જાહેરાત મુજબ તે 26 નવેમ્બરે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરશે. જેમાં નવી 5જી ચિપને આર્ટિફિશયલી ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવશે. તેવી ખબર આવી રહી છે કે મીડિયાટેકની 5જી ચિપવાળો પહેલો મોડલ રેડમી કે 30 બની શકે છે.

  વધુમાં શિયોમીએ વર્ટિકલ ફોલ્ડેબલ સ્માર્ટફોનના કોન્સેપ્ટને પણ પેટન્ટ કર્યો છે. કંપનીએ ફેડરેબલ સ્માર્ટફોન કેટલીક હદે હાલમાં જ લોન્ચ થયેલ મોટોરોલા રેન્જર ફોલ્ડેબલ સ્માર્ટફોન જેવો જ છે. રિપોર્ટ્સ મુજબ કંપની આ ફોનને આ વર્ષ અંતમાં તે લોન્ચ કરી શકે છે. વર્ષ 2018ની ઓગસ્ટમાં શિયોમીએ આ સ્માર્ટફોનને પેટન્ટ કરાવ્યો હતો. વધુમાં ચીની સ્માર્ટફોન મેકર કંપની શિયોમીએ ગત સપ્તાહમાં જ પાંચ પોપ અપ કેમેરાવાળો ફોલ્ડેબલ ફોન પણ પેટન્ટ કરાવ્યો હતો.
  Published by:Chaitali Shukla
  First published: