Home /News /tech /Xiaomi ફેન્સ માટે સારા સમાચાર! ફોન સાથે 3 મહિના માટે મળી રહ્યું છે Free YouTube Premium
Xiaomi ફેન્સ માટે સારા સમાચાર! ફોન સાથે 3 મહિના માટે મળી રહ્યું છે Free YouTube Premium
Xiaomi ફોન સાથે મફત Youtube પ્રીમિયમ.
ઝીઓમી (Xiaomi) એ ટ્વિટર દ્વારા પુષ્ટિ કરી છે કે ગ્રાહકો (Xiaomi buyers) કોઈપણ ખર્ચ વિના ત્રણ મહિના માટે યુટ્યૂબ પ્રીમિયમ (YouTube Premium Offer) જોઈ શકે છે.
Xiaomi Best Offer: Xiaomi તેના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર લઈને આવ્યુ છે. આ એટલા માટે છે કારણ કે Xiaomi તેના કેટલાક ઉપકરણો સાથે YouTube પ્રીમિયમ (YouTube Premium Offer)ની વિસ્તૃત મફત અજમાયશ ઓફર કરી રહી છે. Xiaomiએ એક નવી પ્રમોશનલ ઑફરની જાહેરાત કરી છે, જેમાં YouTube કેટલાક પસંદ કરેલા સ્માર્ટફોનની ખરીદી પર વપરાશકર્તાઓને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ઑફર કરી રહ્યું છે. આ ઓફર Redmi અને Mi બંને ફોન પર માન્ય છે. પસંદ કરેલ ફોન ખરીદવા પર યુઝર્સે યુટ્યુબ પ્રીમિયમ ઓફર રિડીમ કરવી પડશે, જેની વેલિડિટી 31 જાન્યુઆરી, 2023 સુધી રહેશે.
તમને જણાવી દઈએ કે કંપનીએ ટ્વિટર દ્વારા પુષ્ટિ કરી છે કે ગ્રાહકો કોઈપણ ખર્ચ વિના ત્રણ મહિના સુધી YouTube પ્રીમિયમ જોઈ શકે છે. સારી વાત એ છે કે YouTube Premium ત્રણ મહિનાની ફ્રી ટ્રાયલ માટે પહેલેથી જ ઉપલબ્ધ છે અને Xiaomiની આ ઑફરથી ગ્રાહકોને આ સેવાનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાની તક મળશે.
કયા ફોન સાથે યુટ્યુબ પ્રીમિયમ ઓફર મળશે: જો તમને પણ આ ઑફર પસંદ આવી હોય તો અમે તમને જણાવીએ કે આ ઑફર કયા ફોન પર આપવામાં આવી રહી છે. Xiaomi ગ્રાહકોને Xiaomiના Xiaomi 12 Pro, Xiaomi 11i, Xiaomi 11i હાઇપરચાર્જ અને Xiaomi 11T પ્રો સાથે ત્રણ મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન ઑફર કરી રહ્યું છે.
બીજી બાજુ, જો તમે Xiaomi Pad 5, Redmi Note 11 Pro+, Redmi Note 11 Pro, Redmi Note 11, Redmi Note 11T અને Redmi Note 11S ખરીદો છો, તો તમને બે મહિના માટે YouTube પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનનો મફત ઍક્સેસ આપવામાં આવશે.
લાભ કેવી રીતે મેળવવો? ગ્રાહકો Xiaomi સ્માર્ટફોન પર પ્રીલોડેડ YouTube એપ ખોલીને તેને રિડીમ કરી શકે છે. પછી ગ્રાહકો ઑફરનો લાભ લેવા માટે ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરી શકે છે અથવા તે ચોક્કસ ઉપકરણ પર youtube.com/premium ની મુલાકાત લઈ શકે છે. Xiaomiનું કહેવું છે કે આ ઑફર 1 ફેબ્રુઆરી, 2022 પછી સક્રિય થયેલા ઉપકરણો પર ઉપલબ્ધ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર